Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૦ |
શ્રી નિશીથ સૂત્ર
- નવમો ઉદ્દેશક
– 227 26 olaszilhizil yadd zelld 722 રાજપિંડનું ગ્રહણઃ| १ जे भिक्खू रायपिंडं गिण्हइ, गिण्हतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજપિંડને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે, | २ जे भिक्खू रायपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાજપિંડને ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજપિંડ ગ્રહણ કરવા અને ભોગવવાનો સ્પષ્ટ નિષેધ બતાવ્યો છે. વર્ષ :- રાજાનો આહાર, રાજા માટે બનાવેલો આહાર રાજપિંડ કહેવાય છે. ઉપલક્ષણથી રાજાને ત્યાંથી વસ્ત્રાદિ ગ્રહણ કરે, તો તે પણ રાજપિંડના જ કહેવાય છે. ભાષ્યમાં રાજપિંડના આઠ પ્રકાર કહ્યા છે.
असणादिया चउरो, वत्थे पाए य कंबले चेव ।
पाउंछणगा य तहा, अट्ठविहो रायपिंडो उ ॥२५००॥ અર્થ:-અશનાદિ ચાર પ્રકારનો આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રચ્છન, આ આઠ પ્રકારના રાજપિંડ છે.
પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં રાજપિંડ ગ્રહણનો નિષેધ છે, મધ્યના ર૪ તીર્થકરના શાસનમાં અને મહાવિદેહના સાધુ માટે રાજપિંડ ગ્રહણનો નિષેધ નથી.
રાજા સંબંધિત આહાર અતિ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને મદવર્ધક હોય અને વસ્ત્રાદિ વસ્તુઓ મન મોહક હોય છે. રાજપિંડ ગ્રહણ કરવાથી મોહની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. મોહક રાજપિંડની પ્રાપ્તિ માટે રાજાની પ્રશંસા-સ્તુતિ કરે, તેમજ ભાટ-ચારણની જેમ રાજાની પ્રશંસા કરવા જતાં અસત્યનો દોષ લાગે બહુમૂલ્ય વસ્તુ ગ્રહણ કરવાથી પરિગ્રહ(આસક્તિ)નો દોષ લાગે અને મર્યાદાભંગની સંભાવના રહે, અપરિમિત વસ્તુ ભેગી થવાથી અસમાધિ થાય, મૂલ્યવાન વસ્તુ રાખવાથી સતત ચોરીનો ભય રહે, વસ્ત્ર-પાત્રાદિના અતિ લાભથી લોભની વૃદ્ધિ થાય, એષણા સમિતિનો નાશ થાય. તે વસ્તુના રક્ષણમાં સમય વ્યતીત થતાં સ્વાધ્યાય-સૂત્રાર્થની હાનિ થાય છે વગેરે અનેક દોષોની સંભાવનાના હોવાથી અહીં રાજપિંડ ગ્રહણ કરવાનું અને ભોગવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અંતઃપુરમાંથી આહાર ગ્રહણઃ| ३ जे भिक्खू रायंतेपुरं पविसइ, पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે,