Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૩
[ પ
]
४९ जे भिक्खू इक्खुवर्णसि वा सालिवणंसि वा कुसंभवर्णसि वा कप्पासवणंसि वा उच्चारपासवणं परिडेवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શેરડી, ડાંગર, કસુંબા, કપાસ વગેરેના વન-ખેતરોમાં મળ-મૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू असोगवणंसि वा सत्तिवण्णवणंसि वा चंपगवणंसि वा चूय-वणंसि वा अण्णयरेसु वा तहप्पगारेसु, पत्तोववेएसु, पुप्फोववेएसु, फलोववेएसु, बीओववेएसु उच्चार-पासवणं परिटुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અશોકવન, સપ્તપર્ણ વન, ચંપકવન, આમ્રવન તથા તેવા પ્રકારના પત્ર, પુષ્પ, ફળ અને બીજયુક્ત અન્ય વનોમાં મળ-મૂત્ર પરઠે અથવા પરઠનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને પરડવાના અવિવેક સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે.
આ સૂત્રોમાં ૩qીર-સવા આ બંને શબ્દોનો પ્રયોગ સાથે થયો છે પણ તેમાં ૩ળ્યાવડીનીતની મુખ્યતા સમજવી. વ્યાખ્યાકારે પણ વડીનીતની મુખ્યતાથી જ વ્યાખ્યા કરી છે. યાતિ - પશુઓના રોગના ઉપશમ માટે, ડામ દઈને ઉપચાર કરવામાં આવે તેવું નિયત સ્થાન. સલાલિ-મુલાસિ:- ધાન્ય ઉપરના ફોતરાને તુસ કહે છે, ધાન્યના પૂળાઓનો સંપૂર્ણ કચરો અથવા અનાજના ફોતરાને ભૂસું કહેવાય છે, તેને બાળવાના સ્થાનના બે પ્રકાર છે– (૧) ખેતરની સમીપમાં બાળવાનું સ્થાન અને (૨) કુંભારના નીંભાડા- જ્યાં ફોતરા-ભેંસાને બળતણના રૂપે બાળવામાં આવે છે. નિશીથ સૂત્રમાં પાઠાંતર રૂપે તુલસિ વા, મુસ કારિ વા આવો પાઠ પણ જોવા મળે છે, આ બંને શબ્દનો અર્થ થાય છે કે ખેતરની પાસે સંગ્રહ માટેનું સ્થાન–ખળું. રેયાવલિ :- કીચડ વધુ હોય અને પાણી ઓછું હોય તેવા સ્થાન “રેયાય' કહેવાય છે. વર્ષા થવાથી કીચડ થઈ જાય છે તથા ત્યાં લીલફૂગ થઈ જાય છે, તે જીવોની વિરાધનાનું કારણ જાણી તેવી જગ્યાએ પરાઠવા જવું નહીં. આવિયાણ નોળિયાક્ષ - તાજી ખેડેલી ભૂમિ. ગો – બળદ આદિના દ્વારા હળથી ઇખેડાયેલી ભૂમિ. તાજી ખેડાયેલી અર્થાત્ ૧–રદિવસની હોય તો તે સચેત હોય છે, માટે તેનું વર્જન આવશ્યક છે.
વરસાદ થવાના થોડા સમય પહેલાં ખેડૂત ખેતરને ખેડે છે, ત્યાં તાજી ખેડેલી તે ભૂમિ સચિત્ત કે મિશ્ર હોવાની સંભાવના છે, તેથી ત્યાં સાધુએ જવું ન જોઈએ. નક્રિયા હાળા :- જ્યાંથી માટી ખોદીને કાઢવામાં આવે તે માટીની ખાણ. તે પણ તાજી ખોદેલી હોય ત્યાં સુધી સચિત્ત, અચિત્ત કે મિશ્રિત હોવાની સંભાવના છે.
કોઈના ઘર, ઘરમુખ વગેરે સ્થાનોમાં મળ-મુત્ર પરઠવાથી માલિક રોષે ભરાય અને સાધુનો તિરસ્કાર કરે, તેનાથી સાધુની અને પ્રવચનની હીલના થાય. સ્મશાનાદિ સ્થાનો પર વ્યંતર દેવાના સ્થાન