Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦ |
શ્રી નિશીથ સૂત્ર
હોય અને ત્યાં મળ-મૂત્ર પરઠવાથી વ્યંતર દેવ કુપિત થાય અને હેરાન કરે તો આત્મવિરાધના, સંયમ વિરાધના થાય. અગ્નિ દ્વારા લાકડામાંથી કોલસા બનાવવા વગેરે અગ્નિ સંબંધી સ્થાનો; માટી, પાણી સંબંધી સ્થાનો; વનસ્પતિ, વન, શાકભાજી આદિ સંબંધી સ્થાનોમાં જીવવિરાધના-સંયમ વિરાધનાની સંભાવના હોવાથી સાધુને તેવા સ્થાનોમાં પરઠવાની આજ્ઞા નથી. અવિધિએ પરડવું:५१ जे भिक्खू दिया वा राओ वा वियाले वा उच्चार-पासवणेणं उब्बाहिज्जमाणे सपायं गहाय, परपाय वा जाइत्ता, उच्चा-पासवणं परिटुवेत्ता अणुग्गए सूरिए एडेइ, एडतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દિવસે, રાત્રે કે સંધ્યા સમયે ઉચ્ચાર-પ્રસવણની બાધા થાય ત્યારે પોતાના પાત્રને ગ્રહણ કરીને અથવા અન્ય સાધુના પાત્રની યાચના કરીને, તેમાં ઉચ્ચાર, પ્રસવણ કરીને
જ્યાં સૂર્યનો તાપ પહોંચતો ન હોય તેવા સ્થાનમાં પરઠે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૮૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :અgroણ સૂરિપઃ- આ શબ્દનો અર્થ સૂર્યોદયની પહેલાં પરઠવું નહિ તેવો થાય છે, પરંતુ તે અર્થ સુસંગત નથી. “દિવસે મળવિસર્જિત કરનાર સાધુ દિવસ ઉગ્યા પહેલા પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે” આવી અસંગત વાત બની જાય, માટે તેનો અર્થ જ્યાં સૂર્યનો તાપ પહોંચતો નથી, તેવા છાયાવાળા સ્થાનમાં પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે, તે પ્રમાણે કરવો જોઈએ.
પાત્રમાં ઉચ્ચાર-પ્રસવણ કરી પરઠવાની વિધિનો નિર્દેશ આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૦માં છે, છતાં પણ યોગ્ય સમય અને યોગ્ય ડિલ ભૂમિ સુલભ હોય તો સાધુએ ઈંડિલ ભૂમિનો જ ઉપયોગ કરવો જોઈએ.
સૂત્રકમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા સૂત્ર ક્રમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧થી ૪ |
૪ ૫ થી ૮ |
૪ ૯ થી ૧૨ ૧૩ ૧૪ ૧૫ |
૧
| ૧૬ થી ર૧ | ૬ |