Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત ફટકડીના ચૂર્ણથી લિપ્ત હાથથી લાવતું ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |६१ जे भिक्खू कुक्कुससंसद्रुण हत्थेण वा जावपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીલી વનસ્પતિના બારીક છીલકા, ટુકડાદિથી લિપ્ત હાથથી થાવત્ ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
६२ जे भिक्खू उक्कुट्ठसंसद्रुण हत्थेण वा जावपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીલી વનસ્પતિના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ६३ जे भिक्खू असंसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલિપ્ત હાથથી થાવ ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં આહાર ગ્રહણ સમયે વિવિધ પ્રકારે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની વિરાધના થઈ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
૪૯મા સૂત્રમાં અપ્લાયની વિરાધના, ૫૦ થી ૬૦ સુધીના સૂત્રોમાં પૃથ્વીકાયની વિરાધના અને ૬૧-દરમા સૂત્રમાં વનસ્પતિકાયની વિરાધનાની અપેક્ષાએ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. કિયા :- સાધારણ માટી, ચીકણી માટી, કાચું મકાન બનાવવામાં, માટીના માટલા બનાવવામાં જે માટી વપરાય છે. અલ- ૩ઃ પશુવારઃ- દશવૈકાલિકચૂર્ણિ, ઉખર ભૂમિ ઉપર ખારો જામેતે વસશાકભાજીને સુધારતાં જે બારીકમાં બારીક ટુકડા, છીલકાદિ હાથ વગેરે ઉપર ચોંટી જાય તેને જીવન સંસદુ કહે છે. ૩૬૦૬- કોથમીર વગેરેને અત્યંત પીસીને ચટણી બનાવવામાં આવે, તે તત્કાલ સચિત્ત હોય છે, તેનાથી ખરડાયેલા હાથ વગેરેને ૩૬ સંસદ કહે છે.
આ સૂત્રોમાં “સચિત્ત' શબ્દનો પ્રગટ પ્રયોગ નથી. તે અધ્યાહાર છે, માટે આ સૂત્રોમાં સચિત્ત પાણી, સચિત્ત માટી તેમ સમજવું આવશ્યક છે. પાણી-માટી વગેરે શસ્ત્ર-પરિણત થયા પછી અચિત્ત કહેવાય છે અને તેવા અચિત્ત પાણીવાળા હાથ આદિ હોય તેવા ગૃહસ્થ પાસેથી સાધુ આહાર ગ્રહણ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. સચિત્ત પાણી આદિવાળા હાથથી અપાતા આહારને ગ્રહણ કરે તો તેમાં જીવ વિરાધના થાય છે.
૩માં સૂત્રમાં પશ્ચાત્ કર્મની અપેક્ષાએ અસંસૃષ્ટિનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ભિક્ષા દાતાના હાથ અલિપ્ત એટલે કોઈ પણ સચિત્ત કે અચિત્ત પદાર્થથી ખરડાયેલા ન હોય, તેવા હાથથી ખાદ્ય સામગ્રી સાધુને આપે તો દાતાના હાથ તે ખાદ્ય વસ્તુથી લિપ્ત થાય અને સાધુના ગયા પછી દાતા સચિત્ત પાણીથી તે હાથ ધુએ, તો સાધુને પશ્ચાત્ કર્મ દોષ લાગે; તે જ અપેક્ષાએ અહીં અસંસૃષ્ટ–અલિપ્ત હાથથી આહાર ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પરંતુ કેટલીક વાર સાધુ અસંતૃષ્ટ હાથથી ભિક્ષા ગ્રહણ કરી શકે છે. આગામોમાં