Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૪
શ્રી નિશીથ સૂત્ર
પાંચમો ઉદ્દેશક
પરિચય ORRORRORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં પર પ્રકારના લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
વૃક્ષના થડની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર ઊભા રહેવું, બેસવું, સૂવું આહાર કરવો સ્વાધ્યાયાદિ કરવા, પોતાની પછેડી આદિ ગૃહસ્થ પાસે સીવડાવવી, નાની પછેડી આદિને બાંધવાની દોરીઓ લાંબી રાખવી, લીમડાદિના અચિત્ત પાંદડાઓને પાણીથી ધોઈને ખાવા, શય્યાતરના અથવા અન્યના પાદપ્રોંચ્છન અને દંડ આદિ નિર્દિષ્ટ સમયે પાછા ન દેવા, શય્યા-સંસ્તારકને પાછા આપી દીધા પછી ફરીવાર આજ્ઞા લીધા વિના વાપરવા; ઊન, સૂતર આદિ કાંતવા; સચિત્ત, રંગીન તથા વિવિધ રંગયુક્ત કે આકર્ષક દંડ બનાવવા કે રાખવા, નવા વસેલા ગ્રામાદિમાં અથવા નવી ખાણોમાં ગોચરી માટે જવું મુખ આદિથી વીણા બનાવવી, તે વીણા વગાડવી તથા અન્ય વાદ્ય જેવા અવાજ મુખાદિથી કાઢવા; ઔદેશિક, સપ્રામૃત, સપરિકર્મ શય્યામાં પ્રવેશ કરવો, અથવા રહેવું, સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગવાનો નિષેધ કરવો, ઉપયોગમાં હોય તેવા પાત્રને વસ્ત્ર, કંબલ, પાદપ્રĪચ્છનના ટુકડા કરીને પરઠી દેવા; દંડ, લાકડીના ટુકડા કરીને પરઠી દેવા; પ્રમાણથી મોટો રજોહરણ બનાવવો કે રાખવો. દેશીઓ નાના નાકાની બનાવવી, દેશીઓને પરસ્પર સંબદ્ધ કરવી, રજોહરણને અવિધિથી બાંધવા, રજોહરણને એક બંધનથી બાંધવો, રજોહરણને ત્રણથી વધારે બંધન બાંધવા, પાંચ પ્રકાર સિવાય અન્ય જાતિના રજોહરણ બનાવવા, પોતાના સ્થાનથી રજોહરણને દૂર રાખવો, રજોહરણ ઉપર પગ મૂકવા, માથા નીચે રાખવો. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
܀܀܀܀܀