Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪ ]
શ્રી નિશીથ સૂત્ર
નથી તો સમીપમાં ક્યાંય સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ, અપારિવારિક સાધુ વિદ્યમાન હોય, તો તેમને પડ્યા વિના, આમંત્રણ આપ્યા વિના તે આહારને જે સાધુ-સાધ્વી પરઠે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધર્મિક સાધુને પૂછ્યા વિના અધિક થયેલા આહારને પરઠવાનું પ્રાયશ્ચિત્તનું કથન છે.
સામાન્ય રીતે ભિક્ષાચર્યા તથા ગવેષણામાં કુશળ, સમયજ્ઞ, આહારની માત્રાના જ્ઞાતા સાધુ ગોચરી માટે જાય છે અને તે મુનિ પોતાની અને સહવર્તી સાધુઓની આવશ્યકતા અનુસાર આહાર ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક આહાર કરી લીધા પછી થોડો આહાર વધે, તો તે આહારનો ઉપયોગ કરવાની વિધિ આ સૂત્રમાં પ્રદર્શિત કરી છે.
સમીપના કોઈ ઉપાશ્રયમાં સાધર્મિક, સાંભોગિક કે સમનોજ્ઞ સાધુ હોય, તો ત્યાં તે આહાર લઈને જાય અને તેઓને કહે કે અમારે આ આહાર વધારે છે, આપ તેનો ઉપયોગ કરો. જો તે ન લે, તો તેને એકાંતમાં લઈ જઈને પ્રાસુક ભૂમિ ઉપર પરઠી શકાય છે. સમીપવર્તી ક્ષેત્રમાં રહેલા સાધુઓને વધેલો આહાર દેખાડ્યા વિના તથા ઉપયોગમાં લેવાનું નિમંત્રણ આપ્યા વિના સાધુ તે આહાર પરઠે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આચા, શ્ર–૨, અ-૧, ઉ–૯, સૂ-૭ કથિત નિષેધનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
સૂત્રમાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ આવા ત્રણ વિશેષણ પ્રયુક્ત છે. () સાહનિમય – સાધર્મિક સમાન ધર્મનું પાલન કરનારા, જૈન શ્રમણ પરંપરાના નિયમોનું, આચારવિચારનું પાલન કરનારા સર્વ શ્રમણો સાધર્મિક કહેવાય છે. (૨) સંબો:- સાંભોગિક. સંભોગ એટલે સાધુઓનો પરસ્પરનો વ્યવહાર. આગમોમાં સાધુને માટે બાર પ્રકારના સંભોગનું નિરૂપણ છે. તેમાંથી મુખ્ય રૂપે પોતાના ગચ્છની પરંપરા અનુસાર અન્ય જે-જે ગચ્છના સાધુઓ સાથે પરસ્પર આહાર-પાણીનું આદાન-પ્રદાન થતું હોય, તે સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. જૈન શ્રમણ પરંપરાના સર્વ સાધુઓ સાધર્મિક છે, પરંતુ બધા સાંભોગિક હોતા નથી. (૨) સમપુણ:- સમનોજ્ઞ. શાસ્ત્રાનુકૂલ સમાન સમાચારીવાળા સાધુ.
આ ત્રણે પ્રકારના સાધુઓમાં સાંભોગિકની પ્રમુખતા છે. શય્યાતર પિંડ :४६ जे भिक्खू सागारियपिंडं गिण्हइ, गिण्हतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શય્યાતરપિંડ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४७ जे भिक्खू सागारियपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શય્યાતરપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.