Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૬ ]
શ્રી નિશીથ સૂત્ર
(૫) ક્યા શય્યાતર છોડવા યોગ્ય ગણાય? - એક મંડળમાં બેસીને આહાર કરનાર શ્રમણો જો અનેક મકાનોમાં રહ્યા હોય, તો તે બધા મકાન માલિકોને શય્યાતર સમજવા જોઈએ. જો કોઈ શ્રમણ પોતાનો લાવેલો આહાર જ કરતાં હોય, તો તે પોતાના મકાન માલિકને અને આચાર્યના મકાન માલિકને પોતાના શય્યાતર સમજે છે. () શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં શું દોષ?- સાધુના દશ કલ્પમાં શય્યાતરપિંડનો ત્યાગ, તે સ્થિત કલ્પ છે, ચોવીસે તીર્થકરોના સાધુને તેનું પાલન કરવું અનિવાર્ય છે, તેથી સાધુ જો ગ્રહણ કરે તો તીર્થકરોની આજ્ઞાનો ભંગ થાય, શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં ઉદ્ગમાદિ દોષોની સંભાવના રહે, સાધુને શય્યા-સ્થાન પ્રાપ્ત થવા દુર્લભ છે, તેમાં જો શય્યાતરના ઘેરથી આહાર લે, તો શય્યા-સ્થાન પ્રાપ્ત થવા અતિદુર્લભ બની જાય, શય્યાતરની ભાવનામાં ઓટ આવવાની સંભાવના રહે, આ રીતે અનેક દોષોની સંભાવના છે. (૭) અનેક માલિકમાંથી કોને શય્યાતર માનવા?:- કોઈ મકાનના અનેક માલિક હોય અને સાધુ તેમાંથી કોઈ એકની આજ્ઞા લે તો તે એક માલિક જ શય્યાતર કહેવાય છે. શય્યાતરનું અને અન્ય માલિકના ભોજનગૃહ અલગ-અલગ હોય તો, શય્યાતર સિવાયના અન્ય માલિકોને ત્યાંથી આહાર લઈ શકે છે પરંતુ જો શય્યાતર અને અન્ય માલિકના ભોજનગૃહ સાથે જ હોય તો ત્યાંથી આહાર ગ્રહણ કરી શકતા નથી. સાગારિક કુળની માહિતીનો અભાવ -
४८ जे भिक्खू सागारियकुलं अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव पिंडवाय-पडियाए अणुपविसइ अपुविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતરના ઘર વિષયક જાણકારી, પૃચ્છા, ગષણા કર્યા પહેલાં જ ગોચરી માટે ઘરોમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના ઘરની જાણકારી માટે ત્રણ શબ્દોનો પ્રયોગ છે. ગાય- શય્યાતરનું નામ શું છે, તેનું ઘર ક્યાં છે? વગેરે સામાન્ય જાણકારી મેળવ્યા વિના. અપુછિય- શય્યાતરના નામ-ગોત્રના નામવાળી એક વ્યક્તિ છે કે અનેક છે? તથા તેનું ઘર ક્યાં છે? તેવી પૃચ્છા કરીને વિશેષ જાણકારી મેળવ્યા વિના.
જિ- શય્યાતરને તથા તેના ઘરને પ્રત્યક્ષ જોયા વિના, તેના વય, વર્ણ, ચિહ્ન આદિની જાણકારી મેળવ્યા વિના.
પરિચિત ક્ષેત્રમાં નામ-ગોત્ર અને ઘરની જાણકારી પૂછવા માત્રથી થઈ જાય છે, પરંતુ અપરિચિત ક્ષેત્રમાં વ્યક્તિને પ્રત્યક્ષ જોઈને, તેની વય, વર્ણ, આકૃતિ તથા મકાનની આસપાસનું સ્થળ જોઈને વ્યક્તિ અને મકાન તથા તેના પરિવારવાળાને સ્મૃતિમાં રાખવા આવશ્યક હોય છે. ત્યાર પછી જ કોઈ પણ ભિક્ષુ ગોચરી જઈ શકે છે. પૂર્વદરે પૃચ્છા, અપૂર્વદષ્ટ નવેષા પૂર્વ પરિચિત ક્ષેત્રમાં પૃચ્છા કરવાથી અને અપરિચિત ક્ષેત્રમાં ગવેષણાથી શય્યાતરની જાણકારી મેળવી શકાય છે. fપંડવાવ-પડિયાપ:- પાત એટલે ગૃહસ્થ દ્વારા અપાયેલા, પિંડ એટલે અશનાદિ આહારને અને પ્રતિજ્ઞયા એટલે ગ્રહણ કરવા માટે ગોચરીએ નીકળવું.