Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નવમા ઉદ્દેશકના સૂત્ર–૫માં પ્રયુક્ત રાયતેપુરિયા શબ્દથી અંતઃપુર રક્ષક અને અંતઃપુર રક્ષિકા બંને અર્થ ગ્રાહ્ય છે, તેથી તેના ક્રિયા વિશેષણ રૂપે વયંત અને વયંતિ બંને ગ્રહણ કરી શકાય છે, તેથી પ્રસ્તુતમાં વયંતિ ને કૌંસમાં ઇટાલિયન ટાઈપથી ગ્રહણ કરેલ છે.
આ રીતે ભાષ્ય અને ચૂર્ણિને આધારભૂત બનાવીને સૂત્રપાઠ સ્વીકાર્યો છે અને । ભાવાર્થ તથા સંક્ષિપ્ત વિવેચન દ્વારા ગ્રંથનું સંપાદન કાર્ય પૂર્ણ કર્યું છે, તે સાધકોને
સૂત્રના સંયમી જીવનમાં સમાચારી પાલનમાં અપ્રમત્ત બનાવી શકે તેમ છે.
સમાપનની ક્ષણે અભિવાદન :–
આજે અમ હૃદયમાં આનંદનો મહાસાગર ઉછળી રહ્યો છે કે નવ વર્ષ પૂર્વે પ્રારંભ કરેલું આગમ અનુવાદનું કાર્ય આજે પૂર્ણ થયું છે. આગમ પ્રકાશન અર્થે શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી અને શ્રી રમણિકભાઈ શાહ તથા ચંદ્રકાંતભાઈ શેઠ આદિના અથાગ સહકારે અમારું તથા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનનું ધ્યેય પરિપૂર્ણ થયું છે.
આ ગુરુપ્રાણ આગમ બત્રીસીના સમાપનની આ પાવન પળે પુણ્ય પુરુષ, પૂજ્યવાદ પૂ. શ્રી પ્રાણગુરુદેવ તથા કાર્ય પૂર્ણતા માટે સતત આશિષ વરસાવતા પૂ. રતિગુરુદેવના ચરણોમાં ભાવવંદના
આગમ અનુવાદ માટે કઠિનતમ નિયમોને ધારણ કરી, શરીરની ખેવના રાખ્યા વિના વિગય ત્યાગ, તપ-જપ સાધનાને સ્વીકારી, આગમમાં ઓતપ્રોત રહી, વિશાળ પરિવારના ડિલ હોવા છતાં ક્ષેત્ર સંન્યાસ, વ્યવહાર સંન્યાસ જેવા અભિગ્રહો ધારણ કરી કાર્યને સિદ્ધિ સુધી પહોંચાડનારા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ની મહતી કૃપાએ અમો સંપાદન કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ. આ ક્ષણે તેઓશ્રીને તથા તેઓશ્રીના પાવન સંયમને કોટી-કોટી વંદના.
અમારા પુરુષાર્થના પ્રેરણા શ્રોત, મૂક સહયોગી, અમારા કાર્ય ધગશમાં પ્રાણ પુરનારા અને આગમજ્ઞાનને હૃદયમાં પચાવવાની સતત પ્રેરણા આપતા ગુરુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. તથા પૂ. બિંદુબાઈ મ. આદિ અમ ગુરુકુળવાસી સર્વ સતિવૃંદના સહકારનું અભિવાદન કરીએ છીએ.
51