Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ભગવંતોએ ઉપાંગ સૂત્રોની રચના કરી છે, તે કૃતરચના છે. (ર) નિસ્પૃહણ રચનાપૂર્વ શ્રુતમાંથી નિર્મૂઢ(ઉદ્ભૂત) કરી, જે આગમોની રચના થઈ છે, તે નિસ્પૃહણ રચના કહેવાય છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ નવમાં પ્રત્યાખ્યાન પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્રને ઉઠ્ઠત કર્યા છે. શ્રી શય્યભવાચાર્યે પૂર્વશ્રુતમાંથી દશવૈકાલિક સૂત્રનું નિર્મૂહણ કર્યું છે. તે નિસ્પૃહણ રચના છે.
શ્રી નિશીથ સૂત્ર કૃત રચના છે. અંગ સૂત્રોની રચના અત્થાગમે–અર્થરૂપે તીર્થકર પ્રરૂપિત છે અને સૂત્રરૂપે ગણધર ભગવાન રચિત છે. પહેલાં નિશીથ સૂત્ર પ્રથમ અંગ સૂત્ર-આચારાંગ સૂત્રના અધ્યયન રૂપે હતું અને કાળક્રમે તે આચારાંગ સૂત્રથી અલગ નિશીથ સૂત્રરૂપે પ્રસિદ્ધ થયું છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં સાધુ માટે અધ્યયન ક્રમ દર્શાવ્યો છે, ત્યાં નિશીથ સૂત્રનું નામ નથી. ત્યાં આચાર પ્રકલ્પનું કથન છે. નિશીથ અધ્યયન સહિતના આચારાંગ સૂત્ર જ આચારપ્રકલ્પ રૂપે પ્રસિદ્ધ હતું. આચાર પ્રકલ્પનો પરિચય વ્યાખ્યા ગ્રંથો ભાષ્ય, ચૂર્ણિ, ટીકા(વૃત્તિ) વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. (૧) ઠાણાંગ સૂત્ર, સ્થાન-૫, ઉદ્દે.-૨, સૂત્ર-૪૬માં પાંચ પ્રકારના આચાર પ્રકલ્પ કહ્યા છે અને તેની ટીકામાં આચાર પ્રકલ્પની વ્યાખ્યા આપી છે કે
आयारस्य प्रथमांगस्य पदविभाग समायारी लक्षण प्रकृष्ट कल्पाभिधायकत्वात् प्रकल्प आचार प्रकल्प निशीथाध्ययनम् । सच पंचविधः પંવિધ પ્રશ્વત્તfમથાયબ્રુવાત – સ્થાનાંગ ટીકા. આચાર પ્રકલ્પમાં આચાર એટલે પ્રથમ અંગ(આચારાંગ) સૂત્રનો પદ વિભાગ, પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલ્પ, આ આચાર પ્રકલ્પ નિશીથ અધ્યયન રૂપ છે. પ્રાયશ્ચિત્તના પાંચ પ્રકાર હોવાથી આચાર પ્રકલ્પના પણ પાંચ પ્રકાર છે. (૨) શ્રી સમવાયાંગ સૂત્રના ૨૮ના સમવાયમાં આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર કહ્યા छ. आचारः प्रथमांगः तस्य प्रकल्पो अध्ययन विशेषो निशीथम् इति अपराभि ધાનાણા સમવાયાંગ ટીકા. આચાર એટલે પ્રથમ અંગ(આચારાંગ) સૂત્ર અને પ્રકલ્પ એટલે તેનું અધ્યયન વિશેષ કે જેનું બીજું નામ નિશીથ છે.
54