Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧
સિવાળતા:- ભોજન સામગ્રીના રક્ષણ માટેના શીકાનાં ઢાંકણને સિક્કગણંતગ કહેવામાં આવે છે. રિમિતિ – શીલરક્ષા માટે અથવા આહાર અર્થે બેસવા યોગ્ય સુરક્ષિત સ્થાન ન મળે, માખી, મચ્છર કે સંપાતિમ જીવો વધુ હોય ત્યારે તેઓની રક્ષા માટે એક દિશામાં વસ્ત્રનો પડદો બનાવવામાં આવે અથવા ચારે દિશામાં તથા ઉપર, આ રીતે પાંચ દિશામાં વસ્ત્રનો પડદો નાંખીને ઓરડી જેવું સ્થાન બનાવવામાં આવે, તેને ચિલમિલિ કહે છે અર્થાતુ પડદાને તથા મચ્છરદાનીને ચિલમિલિ કહે છે. ચિલમિલિ એ ઔપગ્રહિક ઉપધિ છે. ચિલમિલિ રાખવાનું કથન તથા તેના ઉપયોગનું બૃહત્કલ્પ, ઉદ્દે.-૧, સૂત્ર-૧૮માં છે. સૂત્રમાં સૂતર અને દોરી, આ બે શબ્દનો ઉલ્લેખ છે. ઉપક્ષણથી અન્ય ઉન, વલ્કલ, ઝાડની છાલ વગેરેની ચિલમિલિકાનું પણ ગ્રહણ થઈ જાય છે.
ઉપરોક્ત પદમાર્ગ વગેરે સર્વકાર્ય ગૃહસ્થ વિવેકપૂર્વક કે યતનાથી કરે નહિ, તેનાથી વધુ જીવોની વિરાધના થાય, માટે તે કાર્યો ગૃહસ્થો કે અન્યતીર્થિકો પાસે કરાવે તો ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જો અત્યંત જરૂર જણાય, તો સાધુ સ્વયં તે કાર્ય વિવેકપૂર્વક, અલ્પતમ હિંસા થાય તેમ કરે, તો બીજા ઉદ્દેશકમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ દ્વારા સોય, કાતર આદિ વગેરેનું ઉત્તરકરણ - |१५ जे भिक्खू सूईए उत्तरकरणं अण्णउत्थिएण वा गारथिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયને સમી કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू पिप्पलगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કાતરને સમી કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. १७ जे भिक्खू णहच्छेयणगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નખોદનકને સમું કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. १८ जे भिक्खू कण्णसोहणगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारथिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કર્ણશોધનકને સમું કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ ચાર સૂત્રમાં સોય, કાતર, નખછેદનક, કર્ણશોધનક, આ ચાર ઔપગ્રહિક ઉપકરણના ઉત્તરકરણના પ્રાયશ્ચિત્તનું કથન છે. ૩૨૨v :- કોઈ પણ ઉપકરણને સમા કરાવવા, તેની ધાર કઢાવવી વગેરે ક્રિયાને ઉત્તરકરણ કહેવાય