Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૨
| ૨૩ |
બીજા મહાવ્રતમાં દોષ સેવન - १९ जे भिक्खू लहुसगं मुसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અલ્પમાત્રામાં પણ મૃષાવાદ(અસત્ય) બોલે કે બોલનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
ઉપયોગ શૂન્યતા, વિચાર શૂન્યતા, ભય કે સંદિગ્ધતાને કારણે અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય તો તે અલ્પ અસત્ય ભાષા કહેવાય છે.
(૧) કોઈથી કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય અને તેના સંબંધમાં કાંઈ પૂછવામાં આવે ત્યારે ભયથી કહી દે કે મેં નથી કર્યું અથવા જે કાર્ય નથી કર્યું તેના સંબંધમાં પૂછે ત્યારે વિચાર કર્યા વિના જવાબ આપી દે કે હા, મેં કર્યું છે. (૨) ઊંઘતી વ્યક્તિને પૂછવામાં આવે ત્યારે કહે કે હું ઊંઘતો નથી. (૩) અંધારામાં કોઈ બીજાની વસ્તુને પોતાની વસ્તુ કહેવી. આ પ્રમાણેના લઘુ મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં કહ્યું છે. પંચક વૃત્તિથી અથવા કોઈનું અહિત કરવા માટે કહેલા અસત્ય વચનોનું પ્રાયશ્ચિત્ત અધિક હોય છે. ત્રીજા મહાવતમાં દોષ સેવન:
२० जे भिक्खू लहुसगं अदत्तं आइयइ, आइयंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલ્પપણ અદત્ત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
સાધુએ દરેક વસ્તુ યાચના કરીને જ ગ્રહણ કરવાની હોય છે, પરંતુ ઉપયોગ શૂન્યતાથી આજ્ઞા લીધા વિના ગ્રહણ થઈ જાય, તો તે અલ્પ અદત્ત કહેવાય છે. અ૫ અદાના ઉદાહરણ :- (૧) વાંસ, અવલેહનિકા (પગનો કાદવ ઉખેડવાની વાંસની ખપાટ) લાકડી વગેરે આજ્ઞા વિના ગ્રહણ કરે. (૨) આજ્ઞા લીધા વિનાની ભૂમિ પર વડીનીત, લઘુનીત વગેરે પરઠે. (૩) ભિક્ષા, વિહાર કે વર્ષા સમયે રસ્તામાં આજ્ઞા લીધા વિના વૃક્ષ નીચે ઊભા રહે, બેસે કે સૂવે વગેરે. માલિક વિનાના સ્થાન કે વસ્તુ માટે શકેન્દ્ર મહારાજાની આજ્ઞા લેવાનું વિધાન શ્રી ભગવતી સૂત્રમાં છે. (૪) અવિવેક કે ભૂલથી અદત્ત ગ્રહણ કરે તે.
શ્રી આચા. શ્ર.-૨, અ.-૭માં અદત્ત વિવેકના વિધાન પ્રસંગે કહ્યું છે કે પોતાના સાથી શ્રમણોના નાના મોટા ઉપકરણ પણ આજ્ઞા લઈને જ ગ્રહણ કરવા જોઈએ. પ્રસ્તુત સૂત્ર-૧૯ થી ૨૧માં ત્રણ મહાવ્રત દોષનું કથન છે. આ ત્રણ મહાવ્રતોનું વર્ણન દશ. સૂત્ર અ.-૪ તથા આચા. સૂત્ર, શ્ર.-૨, અ.-૧૫માં છે. ચોથા મહાવ્રતમાં દોષ સેવન - २१ जे भिक्खू लहुसएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा हत्थाणि वा पायाणि वा कण्णाणि वा अच्छीणि वा दंताणि वा णहाणि वा मुहवा