Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મહારાજા મંત્રીવરાદિ લોકો આવશે લળીલળી વંદના કરશે ત્યારે લોભ કષાય આવીને તમારામાં પૂજાવાની એક ભાવના જાગૃત કરશે અને તેમને વશીકરણ કરવાની લબ્ધિપ્રયોગ કરવાની પ્રેરણા આપશે, તો તે પ્રેરણામાં પડી વશીકરણ કરવાની કોઈ ક્રિયામાં ઝંપલાવતા નહીં. જો ઝંપલાવશો તો તમે જંગલમાં જ અટવાઈને મહાપાપરૂપી પક્ષીઓની ચાંચથી ચૂંથાઈ જશો. આ ૧૨૮ સૂત્રો વશીકરણની વિદ્યાદિના પ્રયોગ ન કરવા માટેના છે અને જો તેમ કરી જ બેસો, કંટ્રોલ ગૂમાવી દીઓ, તો તમારે બીજી જડીબુટ્ટીનો ઉપયોગ કરવો એક એકાસણાથી લઈને ૨૭ એકાસણા કરી લઈને બીમારી દૂર કરવી. શિક્ષાપાઠ–૫:- મુમુક્ષુ મુનિવર ! તમો વિહાર કરતા થાકી જાઓ તો કોઈ વૃક્ષ નીચે ઊભા રહેવાની, બેસવાની, સૂવાની, આહાર કરવાની, મળમૂત્ર ત્યાગવાની, સ્વાધ્યાય કરવાની ભાવના જાગે, તો સચિત્ત વૃક્ષની આજુબાજુની સચિત્ત ભૂમિ પર આ ક્રિયાઓ કરતા નહીં, પછેડી ઓઢવા માટે કોઈ ગૃહસ્થ પાસે ન સીવડાવતા, લીમડા આદિ વૃક્ષોના સૂકા અચિત્ત પાંદડાઓને ધોઈને ન ખાતાં વગેરે શિખામણના ૧ થી લઈને ૫૩ સૂત્રો છે. તેને સાવધાનીથી સંયમ જડીબુટ્ટીમાં સાચવી રાખજો. રખેને તમારી પાસે મોહરાજાનો આળસ નામનો અનુચર આવીને આ કાર્યમાં વિલંબ કરાવે તો તેને જીતી લેજો અને તમે જીતાય જાઓ, તો એક એકાસણથી લઈને ૨૭ એકાસણ સુધી શાંતિ પકડી આ તપાનુષ્ઠાનની જડીબુટ્ટીનું અનુપાન કરી પાછા સાવધાન બની જજો. શિક્ષાપાઠ-૬, ૭:- અહો મુમુક્ષુ મુનિવર ! નિરોગી બનીને તમો આગળ વધશો જંગલ પાર કરવા જાઓ ત્યારે મધ્ય જંગલમાંથી વાસના દેવી પધારશે અને તમારી સંયમરૂપી જડીબુટ્ટી ચોરી લેવાની કોશીષ કરશે. તે તમારા પ્રત્યેક અંગઉપાંગમાં એવી તો રતિક્રીડા ઉત્પન્ન કરશે અને મૂછનો મદિરા પીવડાવશે. તમે જે સ્થિતિમાં હતા તેના કરતા બીજી જ સ્થિતિમાં આવી જશો. વિકૃતિ ભાવોના ૧૨૦ સૂત્રો જ્ઞાની પરમાત્માએ દર્શાવ્યા છે. જો કદાચ તમે તેમાં આવી જશો તો વાસનામાંથી ઉપાસનામાં પાછા આવવા માટે એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ સૂધી ભૂખ્યું રહેવું. તે તપાનુષ્ઠાનથી જ તમારી મૂછ ઉતરશે અને પાછા સંયમની ઉપાસના કરી શકશો. સાવધાની રાખવી બહુ જરૂરી છે. ભલભલા લોકો આ વાસનાના જગતમાં ફસાઈ જાય છે, પણ મંગલ આત્મા શોધવો જ હોય તો પાછા મૂછ રહિત બની પુરુષાર્થ કરી આગળ
40