Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तंसि तारिसगंसि सयणिज्जंसि-सालिंगणवट्टिए, उभओ विब्बोयणे, दुहओ उण्णए मज्झेणयगंभीरे, गंगापुलिणवालुयउद्दालसालिसए ओयवियखोमदुगुल्लपट्टपडिच्छिण्णे, अत्थरयमलयणवतय-कुसत्तलिबसीहकेसरपच्चुत्थिए सुविरइयरयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आइणगरुय-बूस्णवणीयतुल्लफासे;
पुव्वरत्तावरक्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी-ओहीरमाणी एग महं सत्तुस्सेहं रययकूड सण्णिभं, णहतलंसि सोमं सोमाकारं लीलायत जंभायमाणं मुहमइगयं गयं पासित्ता
પડિવુહા ! ભાવાર્થ:- તે શ્રેણિકરાજાની ધારિણી નામની રાણી હતી. અહીં રાણીનું વર્ણન જાણવું યાવત તે શ્રેણિક રાજાને ઈષ્ટ, કાંત હતી યાવત સુખપૂર્વક રહેતી હતી. તે ધારિણીદેવી કોઈ એક સમયે પૂર્વોપાર્જિત પુણ્યને યોગ્ય ઉત્તમ મહેલમાં સૂતી હતી. તે મહેલના પ્રવેશદ્વારો- મનોજ્ઞ, ચમકતા, કમનીય દરવાજાઓ તથા આકર્ષક પૂતળીઓવાળા થાંભલાઓથી શોભિત હતા. તે મહેલ ઉજ્જવલ મણિઓ, સુવર્ણ અને રત્નોના શિખરો, કપોતપાળી, ઝરૂખા, અર્ધ ચંદ્રાકાર પગથિયાઓ, નિસ્પૃહક– દ્વાર પાસેના રત્નજડિત ટોડલાઓ, મસ્યાદિથી ચિત્રિત ટોડલાની વચ્ચેનો ભાગ અને ચંદ્રશાળા(અગાશી) વગેરે સુનિર્મિત વિભાગોથી યુક્ત હતો. તેનો અંદરનો ભાગ સ્વચ્છ, ગેરુ, દગ્ધપાષાણ–ચૂનો, પીળી માટી વગેરે વિવિધ રંગોથી રંગાયેલો હતો. તેનો બહારનો ભાગ ચૂનાથી ઘોળેલો અને પત્થર ઘસવાથી ચમકતો બનાવાયેલો હતો. તેમાં પ્રેક્ષકોના મનને ગમે તેવા પ્રશસ્ત, સુંદર અને વિશિષ્ટ પ્રકારના ચિત્રો આલેખિત હતા. તેની ભૂમિ વિવિધ પ્રકારના પંચરંગી મણિઓ અને રત્નોથી જડેલી હતી. તેની છત પઘલતાઓ, વેલો અને ઉત્તમ પ્રકારના માલતી આદિ પુષ્પોથી આકર્ષક રીતે ચિતરેલી હતી. તેના દ્વાર ભાગમાં ચંદન ચર્ચિત સુવર્ણ કળશોથી નિર્મિત વિકસિત પદ્મ-કમળો સ્થાપિત કરેલા હતા, તેના દ્વાર કમળોથી અને સુવર્ણના તારથી સૂત્રિત મણિ-મોતીઓની માળાઓથી સુશોભિત હતા. તેમાં આકડાના રૂ જેવી સુકોમળ, શ્રેષ્ઠ સુગંધી પુષ્પોથી તૈયાર કરવામાં આવેલી શપ્યા હતી. તે મહેલ, મન અને હૃદયને આનંદિત કરનારો હતો. તે મહેલ કપૂર, લવિંગ, મલય, ચંદન, કાલાગુરુ, પ્રવર કુન્દુષ્ક, લોબાન વગેરે અનેક સુગંધિત દ્રવ્યોથી નિષ્પન્ન ધૂપની સુગંધથી મઘમઘાયમાન હતો. જાણે સુગંધની ગોળી ન હોય! તેવો તે સુગંધિત હતો. મણિઓના પ્રકાશના કારણે ત્યાંથી અંધકાર નાશ પામી ગયો હતો. વધુ શું કહેવું? પોતાની કાંતિ અને ગુણ વડે તે મહેલ દેવવિમાનની શોભાને પણ ઉલ્લંઘન કરનાર હતો.
મહાપુણ્યોદયે પ્રાપ્ત એવી એક ઉત્તમ શય્યા ઉપર શરીર પ્રમાણ લાંબું ગાદલું પાથરેલું હતું. તેના ઉપર ઓશીકે અને પાંગતે, તેમ બંને બાજુએ તકિયા(ગાલ મસૂરિયા) રાખ્યા હતા તેથી તે શય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચે નમેલી (ઊંડી) દેખાતી હતી. ગંગાનદીના કિનારાની રેતીમાં પગ મૂકતા, પગ ખેંચી જાય તેમ આ શયામાં શયન કરનાર ઊંડા ઉતરી જાય, તેવી તે કોમળ હતી. તે શય્યા વિવિધ રંગના રૂ અને અળસીમાંથી બનાવેલા(જરી ભરત ભરેલા સુંદર) ઓછાડથી આચ્છાદિત હતી. તે શય્યા આસ્તરણ, મલય, નવતક, કુશક્ત, લિંબ અને સિંહકેશર(ગાલીચા)થી ઢંકાયેલી હતી. જ્યારે તેનો ઉપયોગ ન હોય ત્યારે ધૂળથી તેનું રક્ષણ કરવા રજસ્ત્રાણ–વસ્ત્રથી તે સુંદર રીતે ઢંકાયેલી રહેતી હતી. તેના ઉપર લાલરંગની મચ્છરદાની સદા બંધાયેલી રહેતી હતી. સુરમ્ય એવી આ શય્યા આજિનક(મૃગચર્મ), કપાસનું રૂ, બૂર(વનસ્પતિ વિશેષ), માખણ અને આકડાના રૂ જેવી મુલાયમ સ્પર્શવાળી હતી.