Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય—૧૨ : ઉદક
૨૯૯
આમંત્રિત કરીને, જ્યેષ્ઠ પુત્રને રાજ સિંહાસન ઉપર સ્થાપિત કરીને આપની પાસે દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઉપજે તેમ કરો.
ત્યાર પછી જિતશત્રુ રાજાએ પોતાના ઘેર આવીને સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને કહ્યું– મેં સ્થવિર ભગવંત પાસેથી ધર્મ સાંભળ્યો છે યાવત્ હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ઇચ્છા કરું છું. તમે શું કરશો ? તમારી શું ઇચ્છા છે ? ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુને કહ્યું– આપના સિવાય મારો બીજો કોણ આધાર છે? યાવત્ હું પણ સંસાર ભયથી ઉદ્વિગ્ન થયો છું, હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.
२८ तणं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी- तं जइ णं देवाणुप्पिया ! जाव पव्वयाहि; गच्छह णं देवाणुप्पिया ! जेटूपुत्तं कुटुंबे ठावेहि, ठावित्ता सीयं दुरुहित्ता णं ममं अंतिए जाव पाउब्भवह । तए णं सुबुद्धी अमच्चे तहेव जाव पाउब्भवइ ।
तणं जियसत्तु कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! अदीणसत्तुस्स कुमारस्स रायाभिसेयं उवटुवेह । जाव अभिसिंचंति जाव पव्वइए । ભાવાર્થ:- જિતશત્રુ રાજાએ કહ્યું– હે દેવાનુપ્રિય ! જો તમારે દીક્ષા અંગીકાર કરવી હોય તો તમે જાઓ અને તમારા જ્યેષ્ઠ પુત્રને કુટુંબભાર સોંપીને, શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાને રાજાના કથન પ્રમાણે કરીને યાવત્ રાજા પાસે આવી ગયા.
ત્યારે જિતશત્રુ રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અદીનશત્રુ કુમારના રાજ્યભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. કર્મચારી પુરુષોએ સામગ્રી તૈયાર કરી યાવત્ કુમારનો અભિષેક કર્યો યાવત્ જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી. २९ जियत्तु रायरिसी एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूणि वासाणि सामण्ण परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता जाव सिद्धे ।
तणं सुबुद्धी अणगारे वि एक्कारस अंगाई अहिज्जित्ता, बहूणि वासाणि सामण्ण परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता जाव सिद्धे । ભાવાર્થ:- દીક્ષા અંગીકાર કર્યા પછી જિતશત્રુ રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળીને અંતે એક માસની સંલેખના દ્વારા કષાયોને કૃશ કરી, કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા.
તે જ રીતે દીક્ષા અંગીકાર કર્યા પછી સુબુદ્ધિ અણગારે પણ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા કષાયોને કૃશ કરી, કર્મોનો ક્ષય કરી
સિદ્ધ થયા.
| ३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं बारसमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે । । ત્તિ નેમિ
ભાવાર્થ:- હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બારમા અધ્યયનનો આ (ઉપર્યુક્ત) અર્થ કહ્યો છે. મેં જે રીતે સાંભળ્યું છે તે પ્રમાણે કહ્યું છે.