Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 551
________________ બીજો શ્રુતસ્કંધ: આઠમો વર્ગ(અ-૧ થી ૪) [ ૪૯૧] આઠમો વર્ગ અધ્યયન - ૧ થી ૪ ચંદ્રપ્રભા આદિ ચાર અગ્રમહિષીઓ:| १ अट्ठमस्स उक्खेवओ । एवं खलु जंबू ! जाव चत्तारि अज्झयणा पण्णत्ता, तंजहाचंदप्पहा दोसिणाभा अच्चिमाली पभंकरा । ભાવાર્થ :- આઠમા વર્ગનો ઉપોદ્દાત કહેવો જોઈએ. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા વર્ગના ચાર અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્રપ્રભા, (૨) જ્યોત્સાભા (૩) અર્ચિમાલી, (૪) પ્રભંકરા. | २ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો પ્રારંભ પૂર્વવત્ કહેવો. સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! તે કાલે અને તે સમયે ભગવાન રાજગૃહ નગરમાં પધાર્યા યાવત્ પરિષદ તેમની પર્યાપાસના કરવા લાગી. | ३ | तेणंकालेणंतेणंसमएणंचंदप्पभा देवी, चंदप्पभंसिविमाणंसिचंदप्पभंसि,सीहासणंसि। सेसंजहा कालीए, णवरं पुव्वभवे महुराए णयरीए, चंडवडेंसए उज्जाणे, चंदप्पभेगाहावई, चंदसिरी भारिया, चंदप्पभा दारिया, चंदस्स अग्गमहिसी, ठिई अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहि अब्भहियं । एवं सेसाओ विमहुराएणयरीए । मायापियरो विधूया-सरिसणामा। ભાવાર્થ - તે કાલે તે સમયે ચંદ્રપ્રભા દેવી, ચંદ્રપ્રભ વિમાનમાં, ચંદ્રપ્રભ સિંહાસન પર બેઠી હતી. શેષ સર્વ વર્ણન કાલીદેવીની સમાન છે. વિશેષતા એ છે કે પૂર્વભવમાં તે મથુરા નગરીમાં રહેતી હતી. ત્યાં ચંદ્રાવતસક ઉધાન હતું. ત્યાં ચંદ્રપ્રભ ગાથાપતિ, તેમની પત્ની ચંદ્રશ્રી અને ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી. તે ચંદ્રપ્રભા પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ અને આયુષ્ય પૂર્ણ કરી ચંદ્ર નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષી થઈ. ત્યાં તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. શેષ સર્વ વર્ણન કાલીદેવીની સમાન જાણવું. તે જ રીતે શેષ ત્રણે દેવીઓ પૂર્વભવમાં મથુરા નગરીમાં હતી. માતા-પિતા અને પુત્રીઓના નામ એક સમાન હતા. | | અધ્યયન ૧ થી ૪ સંપૂર્ણ | ! ! આઠમો વર્ગ સંપૂર્ણ છે

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564