Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૯૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. તેઓ સર્વે પાર્શ્વનાથ તીર્થકરની પાસે દીક્ષિત થઈ હતી અને પુષ્પચૂલા આર્યાની શિષ્યાઓ હતી. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ બની છે. તે આઠેની નવ પલ્યોપમની સ્થિતિ છે. સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. અહીં દસમા વર્ગનો નિક્ષેપ-ઉપસંહાર કહેવો જોઈએ.
' અધ્યયન ૧ થી ૮ સંપૂર્ણ .
|
| દસમો વર્ગ સંપૂર્ણ છે
!
અંતિમ ઉપસંહાર:| ३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थरेणं सयंसंबुद्धेणं पुरिसुत्तमेणं जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं धम्मकहाणं अयमढे पण्णत्ते । धम्मकहासुयक्खंधो समत्तो दसहिं वग्गेहिं । णायाधम्मकहाओ समत्ताओ। ભાવાર્થ:- હે જંબૂ! પોતાના યુગમાં ધર્મની આદિ કરનારા, તીર્થના સંસ્થાપક, સ્વયંબોધ પ્રાપ્ત કરનારા, પુરુષોત્તમ યાવતસિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે. આ રીતે ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના દસ વર્ગો પૂર્ણ થયા અને જ્ઞાતા–ધર્મકથા સૂત્ર સંપૂર્ણ થયું. વિવેચન :
પ્રસ્તુત બીજા શ્રતસ્કંધમાં ૨૦૬ ઈન્દ્રાણીઓના પૂર્વભવનું વર્ણન છે. તે સર્વ ઇન્દ્રાણીઓના જીવનની સમાન-અસમાન વિગતોનું સંક્ષિપ્ત વિવરણ ચાર્ટમાં જુઓ૪૦ ઇન્દ્રોની ર૦૬ અગમહિષીઓ(ઇન્દ્રાણીઓ) :સિમાન વિગતો :- સર્વ અગ્રમહિષીઓના નામની સમાન તેના ભવન અને સિંહાસનના નામ છે. જેમ કે– કાલીદેવી, કાલાવતંસક ભવન, કાલસિંહાસન, શુંભાદેવી, શુંભાવયંસક ભવન, શુંભાસિંહાસન
પૂર્વભવમાં પણ તે જ નામ છે તેમજ માતા-પિતાના નામ પણ સમાન છે. જેમ કે કાલી કન્યા, કાલ પિતા, કાલશ્રી માતા, શુંભા કન્યા, શુંભ પિતા, શુંભશ્રી માતા. સર્વ કન્યાઓએ પાર્શ્વનાથ ભગવાનની પુષ્પચૂલા આર્યા પાસે સંયમ સ્વીકાર કર્યો હતો.] ભવનપતિ જાતિની અગમહિષી દેવીઓ - અગ્ર મહિષીઓ સ્થિતિ
પૂર્વભવ કમ (ઇન્દ્રાણીઓ)
દીક્ષા ગામ | દીક્ષા ઉદ્યાન દક્ષિણ દિશાના પર
આમલકલ્પા | આમ્રપાલવન અસુરકુમારના કાલી, રાજી, રજની
પલ્યોપમ ઇન્દ્ર, અમરેન્દ્ર વિધુતા, મઘા
અઢી