Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
अध्य० - १५ : अमरडंडा द्रौपट्टी
७० तत्थ णं चंपाए णयरीए देवदत्ता णामं गणिया होत्था - सुकुमाला, (वण्णओ) जहा अंडणाए । तए णं तीसे ललियाए गोट्ठीए अण्णया पंच गोट्ठिल्लपुरिसा देवदत्ता गणिया सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुब्भवमाणा विहरंति । तत्थ णं गोट्ठिल्लपुरिसे देवदत्तं गणियं उच्छंगे धरइ, एगे पिटुओ आयवत्तं धरेइ, एगे पुप्फपूरयं रएइ, एगे पाए रएइ, एगे चामरुक्खेवं करे ।
૩૭૫
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાલ હતી. તેનું વર્ણન ત્રીજા ‘અંડક’ અધ્યયનમાં વર્ણિત દેવદત્તા ગણિકા સમાન જાણવું જોઈએ.
એકવાર તે લલિતા ટોળીના પાંચ પુરુષો દેવદત્તા ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની શોભાનો અનુભવ કરતાં ઉદ્યાનમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમાંથી કોઈ એક પુરુષે દેવદત્તા ગણિકાને પોતાના ખોળામાં બેસાડી હતી, એકે પાછળથી તેના ઉપર છત્રને ધારણ કર્યું હતું, એક તેને પુષ્પોથી સજાવતો હતો, એક તેના પગમાં રંગ લગાડતો હતો અને એક તેના પર ચામર ઢોળતો હતો.
७१ तए णं सा सूमालिया अज्जा देवदत्तं गणियं तेहिं पंचहिं गोट्ठिल्लपुरिसेहिं सद्धि उरालाई माणुस्सगाइं भोगभोगाई भुंजमाणि पासइ, पासित्ता इमेयारूवे संकप्पे समुप्पज्जित्था - अहो णं इमा इत्थिया पुरापोराणाणं जाव विहरइ, तं जइ णं केइ इमस्स सुचरियस्स तव णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तो णं अहम आगमिस्सेणं भवग्गहणेणं इमेयारूवाई उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरिज्जामि त्ति कट्टु णियाणं करेइ, करिता आयावणभूमीओ पच्चोरुहइ ।
ભાવાર્થ :- દેવદત્તા ગણિકાને લલિતા ટોળીના પાંચ પુરુષોની સાથે મનુષ્ય સંબંધી વિશિષ્ટ ભોગો ભોગવતાં જોઈને તે સુકુમાલિકા આર્યાને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો– અહો ! આ સ્ત્રી પૂર્વ આરિત શુભકર્મોનું ફળ અનુભવી રહી છે. જો મારા સમ્યક પ્રકારે આચરેલા આ તપ નિયમ અને બ્રહ્મચર્યનું કાંઈપણ કલ્યાણકારી ફળ-વિશેષ હોય, તો હું પણ આગામી ભવમાં આ જ પ્રમાણે મનુષ્ય સંબંધી વિશિષ્ટ ભોગોને ભોગવતી વિચરું, તેણીએ આ પ્રમાણે નિદાન(નિયાણું) કર્યું, નિદાન કરીને આતાપના ભૂમિથી પાછી ફરી.
સુકુમાલિકાનો શિથિલાચાર :
७२ तणं सा सूमालिया अज्जा सरीरबउसा जाया यावि होत्था, अभिक्खणं- अभिक्खणं हत्थे धोवेइ, पाए धोवेइ, सीसं धोवेइ, मुहं धोवेइ, थणंतराइं धोवेइ, कक्खंतराइं धोवेइ, गोज्झतराइं धोवेइ, जत्थ णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ तत्थ वि य णं पुव्वामेव उदणं अब्भुक्खेत्ता तओ पच्छा ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા શરીરબકુશા થઈ ગઈ અર્થાત્ શરીર સંસ્કારની પ્રવૃત્તિમાં આસક્ત થઈ ગઈ. તે વારંવાર હાથ, પગ, મસ્તક, મુખ, છાતી, બગલ તથા ગુપ્તાંગ આદિને ધોવા લાગી. જે સ્થાન ઉપર ઊભી રહેતી, સૂતી કે બેસતી ત્યાં પણ પહેલાં જમીન પર પાણી છાંટતી અને પછી ઊભી રહેતી, સૂતી કે जेसती.