Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 538
________________ [ ૪૭૮ ] શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર કુશીલા, કુશીલ વિહારિણી, અહાછંદા, અહાછંદ વિહારિણી, સંસક્તા, સંસક્ત વિહારિણી થઈને ઘણા વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને, અર્ધ માસની સંલેખના દ્વારા કષાય અને શરીરને ક્ષીણ કરીને, ત્રીસ ભક્ત (ત્રીસવારના) ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરીને, તે પાપકર્મની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના સમયે કાળધર્મ પામીને ચમચંચારાજધાનીમાં, કાલાવતસકનામના વિમાનની ઉપપાત સભામાં, દેવદુષ્ય વસ્ત્રથી ઢંકાયેલી દેવ શય્યામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવી (અગ્રમહિષીદેવી) રૂપે ઉત્પન્ન થઈ. २७ तएणं सा काली देवी अहुणोववण्णा समाणी पंचविहाए पज्जत्तीए जहा सूरियाभो जावभासामणपज्जत्तीए। ભાવાર્થ - ત્યાર પછી કાલીદેવી ઉત્પન્ન થઈને તત્કાલ(અંતર્મુહૂર્તમાં) સૂર્યાભદેવની જેમ યાવત ભાષા અને મન:પર્યાપ્તિ સાથે બાંધીને પાંચ પર્યાપ્તિઓથી યુક્ત થઈ ગઈ. २८ तए णं सा काली देवी चउण्हं सामाणियसाहस्सीणं जाव अण्णेसिं च बहूणं कालवडेंसगभवणवासीणं असुरकुमाराणं देवाण य देवीण य आहेवच्चं करेमाणी जाव विहरइ । एवं खलु गोयमा ! कालीए देवीए सा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुई, दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए । ભાવાર્થ:- ત્યાર પછી તે કાલીદેવી ચાર હજાર સામાનિક દેવો તથા બીજા ઘણા કાલાવતસક નામના ભવનમાં નિવાસ કરનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતી થાવત રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ ! કાલીદેવીએ તે દેવઋદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન બનાવ્યા છે અને ઉપભોગ યોગ્ય બનાવ્યા છે. २९ कालीए णं भंते ! देवीए केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! अड्डाइज्जाई पलिओवमाई ठिई पण्णत्ता । काली णं भंते ! देवी ताओ देवलोगाओ अणंतरं उववट्टित्ता कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ભાવાર્થ - હે ભગવન્! કાલીદેવીની કેટલા કાલની સ્થિતિ કહી છે? ભગવાન- હે ગૌતમ ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે. ગૌતમ- હે ભગવન! કાલીદેવી તે દેવલોકમાંથી દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન થશે? ભગવાન- હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमवग्गस्स પઢમાયણજ્ઞ યમ પરે ! II ત્તિ મ II ભાવાર્થ:- હે જંબુ ! યાવત સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ મેં તમને કહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564