Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं अज्जाओ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी चंपाओ बहिं सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं सूराभिमुही आयावेमाणी विहरित्तए । ભાવાર્થ - એક વાર સુકુમાલિકા આર્યાએ ગોપાલિકા આર્યાની પાસે જઈને, તેઓને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે આર્યા(સાધ્વીજી) ! હું આપની આજ્ઞા મેળવીને ચંપાનગરીની બહાર, સુભૂમિ ભાગ ઉદ્યાનથી ન અતિ દુર ન અતિ નજીક(ઉદ્યાનની સમીપે) નિરંતર છઠ-છઠની તપશ્ચર્યા કરતાં, સૂર્યની સન્મુખ આતાપના લેવા ઇચ્છું છું.' ६७ तए णं ताओ गोवालियाओ अज्जाओ सूमालियं एवं वयासी- अम्हे णं अज्जे! समणीओ णिग्गंथीओ ईरियासमियाओ जावगुत्तबंभचारिणीओ । णो खलु अम्हं कप्पइ बहिया गामस्स वा जाव सण्णिवेसस्स वा छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं सूराभिमुहीणं आयावेमाणीणं विहरित्तए । कप्पइणं अम्हं अंतो उवस्सयस्स वइ(वेइया) परिक्खित्तस्स संघाडिपडिबद्धियाए णं समतलपाइयाए आयावित्तए। ભાવાર્થ :- ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! આપણે શ્રમણી નિગ્રંથીઓ છીએ, ઈર્ષા સમિતિથી યુક્ત યાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ, તેથી આપણને ગામ થાવત સન્નિવેશ(વસતી)થી બહાર જઈને છઠ-છઠની તપસ્યા કરીને, સૂર્યાભિમુખ થઈને આતાપના લેતાં વિચરવું કલ્પતું નથી પરંતુ ચારે બાજુ ભીંત હોય તેવા ઉપાશ્રયની અંદર જ, પછેડીથી પોતાના શરીરને સારી રીતે ઢાંકીને, પડદો બાંધીને, સમતલ પગે સ્થિત રહીને આતાપના લેવી કલ્પ છે. ६८ तए णं सा सूमालिया गोवालियाए अज्जाए एयमटुं णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ, एयमटुं असद्दहमाणी अपत्तियमाणी अरोएमाणी सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते छटुंछट्टेणं जावविहरइ । ભાવાર્થ:- ત્યારે સુકમાલિકાને ગોપાલિકા આર્યાજીની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ ન થઈ. આ રીતે શ્રદ્ધા પ્રતીતિ કે રુચિ ન કરતાં તે સુભૂમિભાગ ઉદ્યાનની નજીકમાં નિરંતર છઠ-છઠનો તપ કરતી થાવત્ આતાપના લેતી વિચારવા લાગી. સુકુમાલિકા દ્વારા પાંચ પતિનું નિદાન - ६९ तएणं चंपाए णयरीए ललिता णामं गोट्ठी परिवसइ- णरवइदिण्णवियारा, अम्मापिइ णियकणिप्पिवासा, वेसविहा-कणिकेया, णाणाविहअविणयप्पहाणा अड्डा जाव अपरिभूया। ભાવાર્થ:- ચંપા નગરીમાં લલિતા નામની(ક્રીડામાં સંલગ્ન રહેનારી) એક ટોળી નિવાસ કરતી હતી. તે ટોળીએ કોઈપણ પ્રસંગથી રાજાને પ્રસન્ન કર્યા હતા અને રાજાએ તેને ઇચ્છાનુસાર વિચરણ કરવાની છટ આપી હતી. તે ટોળીએ માતા-પિતા આદિની પરવા કર્યા વિના સ્વચ્છંદપણે વેશ્યાના ઘરને જ પોતાનું ઘર કર્યું હતું. વિવિધ પ્રકારના અવિનય, અનાચાર કરવા તે જ તેમનું કામ હતું. તેઓ પાસે ધનની ખોટ ન હતી અને તેવી જ વૃત્તિવાળા અનેક લોકો માટે તે ટોળી આધારભૂત હતી.