Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 532
________________ [ ૪૭૨ ] શ્રી શાતાધર્મકથા સૂત્ર ઘણા લોકો રહેતા હોય અને અચાનક વરસાદ આવે તો તે બધા લોકો ટપોટપ ટાગાર શાળામાં ચાલ્યા જાય, તેમાં સમાય જાય, તેમ તે દિવ્ય ઋદ્ધિ વગેરે તેના શરીરમાં સમાઈ ગઈ. કાલી દેવીનો પૂર્વભવઃ१० अहो णं भंते ! काली देवी महिड्डिया जावमहाणुभागा; कालीए णं भंते ! देवीए सा दिव्वा देविड्डी किण्णा लद्धा? किण्णा पत्ता ? किण्णा अभिसमण्णागया ? एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पा णाम णयरी होत्था, वण्णओ । अंबसालवणे चेइए, वण्णओ । जियसत्तु રાયા, વાળો ! ભાવાર્થ - હે ભગવન્! કાલીદેવી મહાઋદ્ધિ, મહાવુતિ આદિથી યુક્ત છે. હે ભગવન્! કાલીદેવીએ તે દિવ્ય દેવર્ષિ વગેરે કેવી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે સ્વાધીન બનાવી? કેવી રીતે ઉપભોગ યોગ્ય બનાવી? ગૌતમ સ્વામીએ જેવી રીતે સૂર્યાભદેવ વિષે પ્રશ્નો પૂછ્યા હતા, તેમજ અહીં કાલીદેવી વિષે પ્રશ્ન પૂછ્યા અને પ્રભુએ તેના ઉત્તરમાં કાલી દેવીના પૂર્વભવનું વર્ણન કર્યું. ભગવાને કહ્યું- હે ગૌતમ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, આમલકલ્પા નામની નગરી હતી. ત્યાં આપ્રશાલવન નામનું ઉધાન હતું તે નગરીમાં જિતશત્રુ નામના રાજા હતા. તે સર્વનું વર્ણન(ઔપપાતિકસૂત્ર પ્રમાણે) જાણવું. |११ तत्थ णं आमलकप्पाए णयरीए काले णाम गाहावई होत्था- अड्डे जाव अपरिभूए । तस्सणं कालस्स गाहावइस्स कालसिरी णामं भारिया होत्था- सुकुमालपाणिपाया जाव सुरूवा । तस्स णं कालगस्स गाहावइस्स धूया कालसिरीए भारियाए अत्तया काली णामंदारिया होत्था- वड्डा वकुमारी जुण्णा जुण्णकुमारी पडियपुयत्थणी णिव्विण्णवरा वरपरिवज्जिया यावि होत्था । ભાવાર્થ:- તે આમલકલ્પા નગરીમાં કાલ નામના ગાથાપતિ(ગૃહસ્થ) રહેતા હતા. તે ધનાઢય હતા થાવત્ અનેક લોકોને માટે આદર્શભૂત હતા. તે કાલ ગાથાપતિની પત્નીનું નામ કાલશ્રી હતું. તેના હાથ-પગ સુકોમળ હતા યાવતુ તે મનોહર રૂપવાળી હતી. તે કાલ ગાથાપતિની પુત્રી અને કાલશ્રી ભાર્યાની આત્મજા કાલી નામની બાલિકા હતી. તે બાલિકા ઉંમરથી મોટી થવા લાગી. એકદમ મોટી થઈ જવા છતાં પણ તે કુમારી (અવિવાહિતા) હતી. તે જીર્ણા–મોટી ઉંમર થઈ જવાના કારણે તેનું શરીર પાકટ થઈ ગયું હતું, તે જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તન, નિતંબ શિથિલ થઈ ગયા હતા. પુરુષો તેને વરણ કરવા રૂપ કાર્યથી વિરક્ત હતા અર્થાત્ કોઈ તેને ઇચ્છતું ન હતું, તેથી તે અવિવાહિતા રહી ગઈ હતી. |१२ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए आइगरे जहा वद्धमाणसामी णवरं णवहत्थुस्सेहे सोलसहिं समणसाहस्सीहिं अट्ठत्तीसाए अज्जियासाहस्सीहिं सद्धिं संपरिवुडे जाव अंबसालवणे समोसढे । परिसा णिग्गया जावपज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે પુરુષાદાનીય(પુરુષોમાં આદેય નામકર્મવાળા) તેમજ ધર્મની આદિ કરનારા પાર્શ્વનાથ અરિહંત હતા. તેઓ વર્ધમાન સ્વામીની સમાન હતા. તેમાં વિશેષતા એ હતી કે તેઓનું

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564