Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 535
________________ |जी त२४५ : प्रथम (०-१थी ५) | ४७५ । पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जाव पुरओ कालियं दारियं सेयापीएहिं कलसेहिं ण्हावेइ, ण्हावित्ता सव्वालंका-विभूसियं करेइ, करित्ता पुरिससहस्सवाहिणीयं सीयं दुरुहेइ, दुरुहित्ता मित्तणाइ जाव सद्धिं संपरिवुडा सव्वड्डीए जाव आमलकप्पंणयरिं मझमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव अंबसालवणे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थगराइसए पासइ, पासित्ता सीयं ठवेइ, ठवित्ता कालियंदारियं सीयाओ पच्चोरुहेइ । तए णं तं कालिंदारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी एवं खलु देवाणुप्पिया ! काली दारिया अम्हं धूया इट्ठा कंता जाव किमंग पुण पासणयाए? एसणंदेवाणप्पिया ! संसारभउव्विग्गा इच्छइ देवाणप्पियाणं अंतिए मंडा भवित्ता णं जाव पव्वइत्तए । तं एयं णं देवाणुप्पियाणं सिस्सिणिभिक्खं दलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया! सिस्सिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया! मा पडिबंध करेह। ભાવાર્થ:- ત્યાર પછી કાલ નામના ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, વગેરેને આમંત્રિત કર્યા. ત્યાર પછી સ્નાન કર્યું યાવતું વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી તેઓના સત્કાર સન્માન કર્યા. ત્યાર પછી તે જ જ્ઞાતિજનો, મિત્રો આદિની સામે કાલી બાલિકાને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું યાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને એક હજાર પુરુષોથી ઉપાડી શકાય તેવી શિબિકા પર બેસાડીને, મિત્રો, જ્ઞાતિજનોથી પરિવત્ત થઈને ઠાઠમાઠ સાથે આમલકલ્પા નગરીમાં થઈને નીકળ્યા અને આમ્રશાલવનની સમીપે આવતાં, તીર્થકર ભગવાનના છત્ર આદિ અતિશયો પર દષ્ટિ પડતાં શિબિકાને ઊભી રાખી. માતા-પિતાએ કાલી કુમારીને શિબિકામાંથી નીચે ઉતારી. પછી તેને આગળ કરીને પુરુષાદાનીય પાર્થ અરિહંત પ્રભુ બિરાજમાન હતા ત્યાં જઈને, વંદના નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ અમારી પુત્રી કાલી મારી છે. તે અમને ઇષ્ટ છે અને પ્રિય છે યાવત તેનું દર્શન પણ દુલર્ભ છે. હે દેવાનુપ્રિય ! તે આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને યાવતુ પ્રવ્રજિત થવા ઇચ્છે છે, તેથી અમે આ શિષ્યાની ભિક્ષા આપી દેવાનુપ્રિયને પ્રદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! અમારી શિષ્યારૂપી ભિક્ષાનો સ્વીકાર કરો. ત્યારે ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિયો! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ ન કરો. |१९ तए णं सा काली कुमारी पासं अरहं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव लोयंकरेइ, करित्ता जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासं अरहं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए, एवं जहा देवाणंदा जाव सयमेव पव्वावेउं । ભાવાર્થ:- ત્યાર પછી કાલી કુમારી પાર્શ્વ અરિહંતને વંદના-નમસ્કાર કરીને ઈશાન દિશામાં ગઈ. ત્યાં

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564