Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 480
________________ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર ગયો. ત્યાર પછી યાવત્ પાંડવોએ અને દ્રૌપદીએ પાંડુસેન રાજાની પાસે દીક્ષાની અનુમતિ માંગી. ત્યારે પાંડુસેન રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર દીક્ષા-મહોત્સવની તૈયારી કરો અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ તૈયાર કરાવો યાવત્ તેઓ શિબિકા પર આરૂઢ થઈને સ્થવિર મુનિ સમીપે પહોંચીને શિબિકા પરથી નીચે ઊતર્યા અને સ્થવિર મુનિની પાસે જઈને તેમને નિવેદન કર્યું– હે ભગવન્ ! આ સંસાર બળી રહ્યો છે, ઈત્યાદિ વચનો દ્વારા પોતાના ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવોને પ્રગટ કરીને યાવત્ પાંચ પાંડવો દીક્ષિત થઈ શ્રમણ બની ગયા. ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણા વર્ષો સુધી છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા તથા અર્ધ માસખમણ, માસખમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૪૨૦ २१० तए णं सा दोवई देवी सीयाओ पच्चोरुहइ जाव पव्वइया । सुव्वयाए अज्जाए सिस्सिणीयत्ताए दलयंति, इक्कारस अंगाई अहिज्जइ, बहूणि वासाणि छट्ठट्ठमदसम दुवालसेहिं जाव विहरइ । ભાવાર્થ :- દ્રૌપદીદેવી પણ શિબિકા પરથી ઉતર્યા યાવત્ દીક્ષિત થયા. તેને સુવ્રતા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપવામાં આવ્યા. તેણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી છઠ, અક્રમ, ચોલા અને પંચોલા આદિ તપ કરતાં વિચરવા લાગ્યા. २११ तए णं थेरा भगवंतो अण्णया कयाई पंडुमहुराओ णयरीओ सहस्संबवणाओ उज्जाणाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरंति । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે સ્થવિર ભગવંતો પાંડુ-મથુરા નગરીના સહસ્રામ્રવન નામના ઉધાનમાંથી બહાર નીકળીને બહારના જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. ભગવાન અરિષ્ટનેમિનું મોક્ષગમન : २१२ तेणं कालेणं तेणं समएणं अरिहा अरिटुणेमी जेणेव सुरट्ठाजणवए तेणेव उवागच्छड्, उवागच्छित्ता सुरट्ठाजणवयंसि संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ - एवं खलु देवाणुप्पिया ! अरहा अरिट्ठणेमी सुरट्ठाजणवए जाव विहरइ । तए णं से जुहिट्ठिल्लपामोक्खा पंच अणगारा बहुजणस्स अंतिए एमट्ठ सोच्चा अण्णमण्णं सद्दावेंति, सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुप्पिया ! अरहा अरिट्ठणेमी पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जावविहरइ । तं सेयं खलु अम्हं थेरे भगवंते आपुच्छित्ता अरहं अरिणेमिं वंदणाए गमित्तए, अण्णमण्णस्स एयमट्टं पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदंति, णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामो णं तुब्भेहिं अब्भणुण्णाया समाणा अरहं अरिट्ठणेमिं वंदनाए गमित्त । अहासुहं देवाणुप्पिया । ભાવાર્થ :- તે કાલે અને તે સમયે અરિહંત અરિષ્ટનેમિ સોરઠ દેશમાં પધાર્યા અને તે સોરઠ દેશમાં

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564