Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 527
________________ બીજો શ્રુતસ્કંધ: અધ્યયન સાર [ ૪૬૭ ] બીજો શ્રુતસ્કંધ અધ્યયન સાર R = = = = = ૯ ક ક ક ક ક ક હક પ્રસ્તુત દ્વિતીય શ્રુતસ્કંધનું નામ ધર્મકથા' છે. જ્ઞાત(જ્ઞાતા) નામના પ્રથમ શ્રુત સ્કંધમાં જીવન કથાઓ અને દષ્ટાંતો દ્વારા ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જ્યારે આ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ૨૦૬ અગ્રમહિષી-ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવનકથાનકોનું નિરૂપણ છે. પૂર્વભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત થઈ હતી અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ તે (૨૦૬) સાધ્વીઓ કાળધર્મ પામીને દેવીરૂપે ઉત્પન્ન થઈ છે. આ(૨૦૬) બસો છ આત્માઓના જીવનમાં અત્યંત સામ્યતા હોવાથી પ્રસ્તુત શ્રુતસ્કંધના પ્રથમ વર્ગમાં એક કાલીદેવીનું વિસ્તૃત વર્ણન કરી, શેષ સર્વનો અતિદેશાત્મક(કાલીદેવી પ્રમાણે વૃત્તાંત જાણવાનો) નિર્દેશ છે. આ શ્રુતસ્કંધના દસ વર્ગમાંથીપ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષીઓનું પાંચ અધ્યયનો દ્વારા વર્ણન છે. બીજા વર્ગમાં બલીન્દ્રની પાંચ અગ્રમહિષીઓનું પાંચ અધ્યયનો દ્વારા વર્ણન છે. ત્રીજા વર્ગમાં ધરણેન્દ્ર આદિ નવનિકાયના ઇન્દ્રોની છ-છ અગ્રમહિષીઓનું(૯૪૬=૫૪) ચોપન અધ્યયનો દ્વારા વર્ણન છે. ચોથા વર્ગમાં નવનિકાયના ભૂતાનેન્દ્ર આદિની છ-છ અગ્રમહિષીઓના(૯૪૬=૫૪) ચોપન અધ્યયન છે. પાંચમા વર્ગમાં દક્ષિણદિશાના કાલેન્દ્ર આદિ આઠ વ્યંતરેન્દ્રોની ચાર-ચાર અગ્રમહિષીઓના(૮૪૪=૩ર) ૩ર અધ્યયન છે. છઠ્ઠા વર્ગમાં ઉત્તરદિશાના મહાકાલેદ્રાદિ આઠ વ્યંતરેન્દ્રોની ચાર-ચાર અગ્રમહિષીઓના (૮૪૪=૩૨) ૩ર અધ્યયન છે. સાતમા વર્ગમાં સૂર્યેન્દ્રની ચાર અગ્રમહિષીઓનું ચાર અધ્યયનો દ્વારા વર્ણન છે. આઠમા વર્ગમાં ચંદ્રન્દ્રની ચાર અગ્રમહિષીઓનું ચાર અધ્યયનો દ્વારા વર્ણન છે. નવમા વર્ગમાં શક્રેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું આઠ અધ્યયનો દ્વારા વર્ણન છે. દસમા વર્ગમાં ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું આઠ અધ્યયનો દ્વારા વર્ણન છે. આ રીતે પ+૫+૫૪+૫૪+૩૨+૩+૪+૪+૮+૮ = ૨૦૬ ઇન્દ્રાણીઓનું ૨૦૬ અધ્યયનો અને દસ વર્ગ દ્વારા વર્ણન છે.

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564