Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
.
[ ૩૨૫ ]
पोट्टिलाए पासाओ तं विणिहायमावण्णियंदारियं गेण्हइ, गेण्हित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहित्ता, अंतेउरस्स अवदारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमावईए देवीए पासे ठावेइ जावपडिणिग्गए । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીએ તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું – તમને ખબર છે કે કનકરથ રાજા યાવતુ બધા બાળકોને વિકલાંગ કરી નાંખે છે. “હે દેવાનુપ્રિય! મેં બાળકને જન્મ આપ્યો છે, તમે આ બાળકને ગ્રહણ કરો, સંભાળો યાવતુ આ બાળક ક્રમશઃ યુવાન થતાં તમારા અને મારા માટે ભિક્ષાનું ભાજન થશે.” તેમ કહીને તેણીએ તે નવજાત પુત્રને તેતલિપુત્રના હાથમાં સોંપી દીધો.
- ત્યાર પછી તેતલિપુત્રે પદ્માવતીના હાથે તે બાળકને ગ્રહણ કર્યું અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધું, ઢાંકીને ગુપ્તરૂપે અંતઃપુરના પાછલા દરવાજેથી બહાર નીકળીને પોતાના ઘેર પોટ્ટિલા પાસે આવ્યા અને પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજા રાજ્ય આદિમાં અત્યંત આસક્ત થઈને યાવતુ પોતાના પુત્રોને વિકલાંગ કરી નાખે છે. આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતીનો આત્મજ છે. તેથી હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાને જાણ ન થાય તેમ છૂપી રીતે આ બાળકનું તમે અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરો. આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થશે ત્યારે તમારા માટે, મારા માટે અને પદ્માવતી દેવી માટે આધારભૂત થશે. આ પ્રમાણે કહીને તેતલિપુત્રે તે બાળક પોટ્ટિલાને આપી દીધો અને પોટ્ટિલાની પાસેથી મૃત બાલિકાને લઈ, તેને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને, પાછળના નાના દ્વારેથી અંતઃપુરમાં પ્રવિષ્ટ થઈને, પદ્માવતી દેવીની પાસે ગયા અને મરેલી પુત્રી પદ્માવતી દેવી પાસે રાખી દીધી યાવતુ પાછા ચાલ્યા ગયા. १९ तए णं तीसे पउमावईए अंगपडियारियाओ पउमावइं देवि विणिहायमावण्णियं च दारिय पयायं पासति, पासित्ता जेणेव कणगरहे राया तेणेव उवागच्छति, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु सामी ! पउमावई देवी मएल्लियं दारियं पयाया। ભાવાર્થ - ત્યાર પછી પદ્માવતીની અંગપરિચારિકાઓએ પદ્માવતી દેવીને અને નવજાત મૃત બાલિકાને જોઈને કનકરથ રાજા પાસે જઈને બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! પદ્માવતી દેવીએ મૃતબાલિકાને જન્મ આપ્યો છે. २० तए णं कणगरहे राया तीसे मएल्लियाए दारियाए णीहरणं करेइ, बहूणि लोइयाई मयकिच्चाई करेइ, कालेणं विगयसोए जाए। ભાવાર્થ - ત્યાર પછી કનકરથ રાજાએ તે મૃત બાલિકાનું નીહરણ કાર્ય કર્યું અર્થાત્ તેની અંત્ય ક્રિયા કરી અને મૃતક સંબંધી અન્ય લૌકિક કાર્યો કર્યા. કાળક્રમે રાજા શોક રહિત થયા. २१ तएणं तेयलिपुत्ते कल्लं कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव चारगसोहणं करेह जावठिइवडियंदसदेवसियं करेह, कारवेह यएयमाणत्तियं पच्चप्पिणह।
जम्हा णं अम्हं एस दारए कणगरहस्स रज्जे जाए, तं होउ णं दारए णामेणं कणगज्झए जाव अलं भोगसमत्थे जाए।