Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૧૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ચૌદમું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક
ક .
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ તેતલિપુત્ર છે. તેમાં તેતલિપુત્ર નામના પ્રધાનનું જીવન કથાનક છે.
તેતલિપુર નામના નગરમાં કનકરથ રાજા અને તેતલિપુત્ર પ્રધાન રહેતા હતા. તે જ નગરમાં કલાદ નામનો સોની રહેતો હતો. તેની રૂપ અને યૌવનથી યુક્ત પોટ્ટિલા નામની કન્યા એક દિવસ અગાસી ઉપર સોનાના દડાથી રમતી હતી. અશ્વક્રીડા માટે નીકળેલા તેતલિપુત્ર પ્રધાનની નજર એકાએક તેના ઉપર પડી. તેણે રૂપમાં મુગ્ધ બની, સોની પાસે પોટ્ટિલાની માંગણી કરાવી અને તેની સાથે લગ્ન કર્યા.
કનકરથ રાજા પોતાના રાજ્યાદિમાં અતિ આસક્ત હતા. વિકલાંગ વ્યક્તિ રાજા ન બની શકે તે રાજનિયમને લક્ષમાં રાખી કનકરથ રાજા પોતાના પુત્રો રાજ્ય સત્તા છીનવી ન લે તે માટે જન્મજાત બધા જ પુત્રોના આંગળી, કાનની બુટ વગેરે કોઈપણ અવયવ કપાવી નાંખી વિકલાંગ બનાવી દેતો હતો. એકવાર પદ્માવતી રાણીએ પોતાના નવજાત પુત્રને ગુપ્ત રીતે તેતલિપુત્ર પ્રધાનને ઉછેર માટે આપી દીધો. તેતલિપુત્ર પ્રધાને તેનું કનકધ્વજ નામ રાખી, પુત્રવત્ મોટો કર્યો.
કાલક્રમે તેતલિપુત્રને પોટ્ટિલા અપ્રિય બની ગઈ, તેથી તે શોકમગ્ન બની આર્તધ્યાનમાં રહેવા લાગી. તેતલિપુત્ર પ્રધાને તેના માટે દાનશાળા ખોલાવી દીધી. પોઢિલા ત્યાં ભોજન વગેરેના દાનકાર્યમાં સમય પસાર કરવા લાગી. એકદા સુવ્રતા નામના સાધ્વીજી સપરિવાર નગરમાં પધાર્યા અને તેના ઘરે ગોચરી અર્થે પધાર્યા. પોટ્ટિલાએ પતિને પ્રિય બનવાનો ઉપાય પૂછ્યો. બ્રહ્મચારી એવા સાધ્વીજીઓએ પોતાના નિયમાનુસાર તેવો કોઈ ઉપાય ન જણાવતા ધર્મોપદેશ આપ્યો. પોઢિલા ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બની અને શ્રાવકના બારવ્રતો અંગીકાર કર્યા. કાલાંતરે તેણી દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે તેતલિપુત્રે દેવગતિમાંથી પ્રતિબોધિત કરવા આવવાની શરતે દીક્ષાની આજ્ઞા આપી. શરત સ્વીકારીને પોટ્ટિલાએ દીક્ષા લીધી, આરાધના કરીને, દેવલોકમાં પોટ્ટિલ દેવ બની.
કનકરથ રાજા મૃત્યુ પામ્યા ત્યારે તેના પુત્ર કનકધ્વજનો રાજ્યાભિષેક થયો. તે રાજા માતાના સૂચન પ્રમાણે તેતલિપુત્ર પ્રધાનનો ખૂબ આદર, સત્કાર કરતો હતો. સંસારમાં સર્વ પ્રકારની સુખ સામગ્રી વચ્ચે તેતલિપુત્ર જીવન વ્યતીત કરી રહ્યો હતો.
પોટ્ટિલ દેવે પૂર્વે આપેલા વચનાનુસાર તેતલિપુત્ર પ્રધાનને પ્રતિબોધ પમાડવા અનેકવિધ પ્રયત્નો કર્યા પરંતુ તેતલિપુત્ર પ્રધાન અનુકૂળતા અને સુખ સગવડતામાં લીન હોવાથી પોટ્ટિલ દેવના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે પોટ્ટિલ દેવે કનકધ્વજ રાજાને તેટલીપુત્રથી વિમુખ કરી દીધા. ત્યારે રાજા આદિ દ્વારા આદર સન્માન ન મળતાં, અપમાનના દુઃખથી દુઃખી થઈને તેણે વિષભક્ષણ, ગળા ફાંસો વગેરે વિવિધ ઉપાયો વડે આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે ઉપાયો દેવના પ્રભાવે નાકામયાબ બની ગયા. આવી અપમાન અને નિરાશાજનક અવસ્થામાં દેવે તેને ધર્મોપદેશ આપ્યો ત્યારે તે પ્રતિબોધ પામ્યો અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વભવમાં લીધેલી દીક્ષાનું સ્મરણ થતાં તે સ્વયમેવ દીક્ષિત થયો અને પૂર્વે ભણેલા ૧૪ પૂર્વના સ્મરણે ૧૪ પૂર્વના જ્ઞાતા બની, સંયમ-તપની આરાધનાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરીને તેમણે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી.