Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
પર |
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર આદિ મોટી પરિષદની મધ્યમાં સ્થિત થઈને વિભિન્ન પ્રકારે ધર્મનું કથન કર્યું. જેમ કે- જીવ કેવી રીતે કર્મોથી બંધાય છે? કેવી રીતે કર્મોથી મુક્ત થાય છે અને કેવી રીતે જીવસંસારમાં સંક્લેશને પ્રાપ્ત થાય છે? તે સંબંધી ધર્મોપદેશ આપ્યો. ઔપપાતિક સૂત્ર અનુસાર અહીં સંપૂર્ણ ધર્મકથાનું વર્ણન કરવું યાવત્ ધર્મદેશના સાંભળીને જનસમૂહ પાછો ફર્યો. મેઘકુમારનો વૈરાગ્ય અને માતા સાથે સંવાદ - ८० तए णं मेहे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे, समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, एवं पत्तयामि णं, रोएमिणं, अब्भुट्टेमिणं भंते!णिग्गंथं पावयणं । एवमेयं भंते ! तहमेयं भंते ! अवितहमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छिय-पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह । णवरंदेवाणुप्पिया ! अम्मापियरो आफुच्छामि। तओ पच्छा मुंडे भवित्ता णंपव्वइस्सामि। अहासुहं देवाणुप्पिया !मा पडिबंधं करेह । ભાવાર્થઃ- ત્યારપછી મેઘમારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને, તેને હૃદયમાં ધારણ કરીને, હૃષ્ટતુષ્ટ થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા પૂર્વક વંદન નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હું તેના પર પ્રતીતિ કરું છું, મને નિગ્રંથ પ્રવચન રુચે છે, હે ભગવન ! હું નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઇચ્છું છું, હે ભગવનું ! આ નિગ્રંથ પ્રવચન એ જ પ્રમાણે છે (જે રીતે આપ કહો છો), તે સત્ય છે, હે ભગવન્! તે દોષ રહિત છે; હે ભગવન્! મેં તેની ઇચ્છા કરી છે, પુનઃ પુનઃ ઇચ્છા કરી છે, હે ભગવન્! આ ઇચ્છિત અને વારંવાર ઇચ્છિત છે. તે તેમ જ છે જે રીતે આપ કહો છો. વિશેષ વાત એ છે કે હે દેવાનુપ્રિય! હું માતા-પિતાની આજ્ઞા લઈને આવું ત્યારપછી મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, તેમાં વિલંબ ન કરો. ८१ तए णं से मेहे कमारे समणं भगवं महावीरं वंदड णमंसह. वंदित्ता णमंसित्ता जेणामेव चाउग्घंटे आसरहे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता महया भङचडगरपहकरेणं रायगिहस्स णयरस्समज्झमज्झेणं जेणेव सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटाओ आसरहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणामेव अम्मापियरो तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापिऊणं पायवंदणं करेइ, करित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए। ભાવાર્થઃ- ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને ચાર ઘંટાવાળા અશ્વરથ પાસે આવીને, ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયા અને મહાન સુભટો અને મોટા સમૂહવાળા પરિવારની સાથે રાજગૃહ નગરમાં થઈને પોતાના ઘેર આવ્યા. ચાર ઘંટાવાળા અશ્વરથ પરથી નીચે ઉતરીને, માતા-પિતા સમીપે આવીને તેમણે માતા-પિતાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! મેં