Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बालवयंसगे आपुच्छामि, बलभदं च कुमार रज्जे ठावेमि जाव छप्पिय बालवयंसए आपुच्छड़।
तए णं ते छप्पिय बालवयंसए महब्बलं रायं एवं वयासी- जइ णं देवाणुप्पिया! तुम्भे पवयह, अम्हं के अण्णे आहारे वा ? जाव आलंबे वा ? अम्हे वि य णं पव्वयामो।
तए णं से महब्बले राया ते छपि य बालवयंसए एवं वयासी- जइ णं तुब्भे मए सद्धिं पव्वयह, तं गच्छह, जेट्टपुत्तं सएहिं सएहिं रज्जेहिं ठावेह, पुरिससहस्सवाहणीओ सीयाओ दुरुढा समण्णा मम अंतिए पउब्भवह । ते वि तहेव जाव पाउब्भवंति । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર ઇન્દ્રકુંભ ઉધાનમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા માટે ગઈ. મહાબલ રાજા પણ ગયા. ધર્મ શ્રવણ કરતાં મહાબલ રાજાને વૈરાગ્ય ભાવ જાગૃત થયો. વિશેષતા એ છે કે રાજાએ કહ્યું- હું મારા છ એ બાલમિત્રોને પૂછીને, બલભદ્રકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું યાવતુ તેમણે છએ બાલમિત્રોને પૂછ્યું.
ત્યારે તે છએ બાલમિત્રોએ મહાબલ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે પ્રવ્રજિત થવા ઇચ્છો તો અમારા માટે અન્ય કોણ આધારરૂપ યાવતું આલંબનરૂપ છે? અમે પણ દીક્ષિત થઈએ છીએ.
- ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ બાલમિત્રોને કહ્યું– જો તમે મારી સાથે પ્રવ્રજિત થવા ઈચ્છતા હો તો, તમે જાઓ અને પોત-પોતાના મોટા પુત્રને રાજ્ય પર સ્થાપિત કરીને, હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને અહીં આવો યાવત છ એ બાલમિત્રો મહાબલ રાજાની પાસે આવ્યા. | ९ तए णं से महब्बले राया छप्पि य बालवयंसए पाउब्भूए पासइ, पासित्ता हट्ठतुटे कोडुंबियपुरिसे सद्दावेइ जाव बलभद्दस्स अभिसेओ । जाव बलभदं रायं आपुच्छइ । ભાવાર્થ-મહાબલ રાજાએ છ એ બાલમિત્રોને આવતા જોઈને, હર્ષિત અને સંતુષ્ટ થઈને, કર્મચારી પુરુષોને બોલાવ્યા યાવત્ બલભદ્ર રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો અને બલભદ્ર રાજાને પ્રવ્રજ્યા માટે પૂછ્યું. १० तए णं से महब्बले जाव महया इड्डीए पव्वइए । एक्कारस अंगाई अहिज्जित्ता बहूहिं चउत्थ जाव अप्पाणं भावेमाणा जावविहरंति। ભાવાર્થ :- ત્યાર પછી મહાબલ આદિ સાતે ય બાલમિત્રો મહાદ્ધિ સાથે દીક્ષિત થયા. અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણા ઉપવાસ આદિ કરતાં વિચરવા લાગ્યા. મહાબલ મુનિ દ્વારા તપશ્ચર્યામાં માયા-કપટઃ११ तए णं तेसिं महब्बलपामोक्खाणं सत्तण्हं अणगाराणं अण्णया कयाइ ए गयओ सहियाणं इमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था- जं णं अम्हं देवाणुप्पिया ! एगे तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं णं अम्हेहिं सव्वेहि सद्धिं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेइ, पडिसुणेत्ता बहूहिं चउत्थ जाव विहरति । ભાવાર્થ:- ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારો કોઈ એક સમયે ભેગા થઈને બેઠા હતાં, તે સમયે