Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય–૮: મલી.
[ ૨૫૩ ]
ભાવાર્થ - મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઊંચા હતા, તેમના શરીરનો વર્ણ પ્રિયંગુની સમાન(નીલો) હતો, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણ હતું, મધ્યદેશમાં સુખપૂર્વક વિચરીને સમેત શિખર પર્વત ઉપર આવીને તેઓએ પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. १८३ मल्ली णं एगं वाससयं आगारवासंमज्झे पणपण्णं वाससहस्साई वाससयऊणाई केवलिपरियागं पाउणित्ता, पणपण्णं वाससहस्साई सव्वाउयं पालइत्ता जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत्तसुद्धे, तस्स णं चेतसुद्धस्स चउत्थीए पक्खेणं भरणीए णक्खत्तेणं अद्धरत्तकालसमयंसि पंचहिं अज्जियासएहिं अभितरियाए परिसाए पंचहिं अणगारसएहिं बाहिरियाए परिसाए, मासिएणं भत्तेणं अपाणएणं, वग्घारियपाणी, खीणे वेयणिज्जे आउए णामे गोए सिद्धे । एवं परिणिव्वाणमहिमा भाणियव्वा जहा जंबुद्दीवपण्णत्तीए, गंदीसरे अट्ठाहियाओ, पडिगयाओ । ભાવાર્થ:- મલ્લી અરિહંત એક્સો વર્ષ ગૃહવાસમાં રહ્યા. સો વર્ષ જૂન પંચાવન હજાર વર્ષ(૫૪,૯૦૦ વર્ષ) કેવલી પર્યાયમાં રહીને, કુલ પંચાવન હજાર(૫૫,000) વર્ષનું આયુષ્ય ભોગવીને, ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ અને બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્રમાસના શુક્લ પક્ષમાં અને ચૈત્રમાસના શુક્લ પક્ષની ચોથ તિથિમાં, ભરણી નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હતો ત્યારે અર્ધરાત્રિના સમયે, આત્યંતર પરિષદની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે, એકમાસના નિર્જલ અનશનપૂર્વક બને હાથ લાંબા હોય તેવી અવસ્થામાં વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર અઘાતિ કર્મો ક્ષીણ થતા સિદ્ધ થયા. ઇન્દ્રોએ મલ્લી અરિહંતનો પરિનિર્વાણ મહોત્સવ કર્યો. તે નિર્વાણ મહોત્સવનું વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષ–૨(પેજ નં.૯૦થી ૯૯) પ્રમાણે જાણવું. દેવો નંદીશ્વર દ્વીપમાં અણહ્નિકા મહોત્સવ કરીને પોત-પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. १८४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स णायज्झयणस्स अयमढे પUQા ત્તિ વેમ ! ભાવાર્થ:- શ્રી સધર્મા સ્વામી કહે છે કે – આ પ્રમાણે હે જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ પ્રરૂપ્યો છે. મેં જે સાંભળ્યું તે જ હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મલ્લી અરિહંતના નિર્વાણનું વર્ણન છે.
સામાન્ય રીતે સાધ્વીઓ નગર અને ઉપાશ્રયમાં ભક્તપ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરે છે. મલ્લી પ્રભુ સ્ત્રી તીર્થકર હતા. તેઓએ પાંચસો સાધ્વીઓ અને પાંચસો સાધુઓ સાથે સમેત શિખર પર્વત પર પાદપોપગમન સંથારો ગ્રહણ કર્યો હતો અને તેમનો તે સંથારો એક મહીના સુધી ચાલ્યો હતો.
આ અધ્યયનમાં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનની જીવન ઘટનાના દાંતે માયાનું સેવન ન કરવાનો બોધ આપ્યો છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ બોધનું કથન કર્યું છે. યથા
उग्गतवसंजमवओ, पगिट्टफलसाहगस्स वि जियस्स । धम्मविसए वि सुहुमा वि, होइ माया अणत्थाय ॥१॥