Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અગિયારમું અધ્યયન
દાવદ્રવા
અધ્યયન પ્રારંભઃ| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं दसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, एक्कारसमस्सणं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો દસમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! અગિયારમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ? દેશવિરાધક :| २ | एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गोयमे समणं भगवं महावीरं एवं वयासी- कहं णं भंते ! जीवा आराहगा वा विराहगा वा भवंति? ભાવાર્થ - હે જંબૂ!તે કાલે અને તે સમયે રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે–પ્રશ્ન- હે ભગવન્! જીવ કેવી રીતે આરાધક અથવા કેવી રીતે વિરાધક થાય છે?
३ गोयमा ! से जहाणामए एगंसि समुद्दकूलंसि दावद्दवा णामं रूक्खा पण्णत्ताकिण्हा जावणिउरंबभूया; पत्तिया पुफिया फलिया हरियगरेरिज्जमाणा-रेरिज्जमाणा सिरीए अईव-अईव उवसोभेमाणा चिट्ठति।। ભાવાર્થ - ઉત્તર- હે ગૌતમ! જેમ કે કોઈ સમુદ્રના કિનારે દાવદ્રવ નામના વૃક્ષો હોય છે. તે કૃષ્ણવર્ણન વાળા યાવત મહામેઘના સમૂહ જેવા, પત્ર, પુષ્પ, ફળોથી યુક્ત લીલાછમ હોવાથી અત્યંત શોભાયમાન થાય છે. | ४ जया णं दीविच्चगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायंति, तया णं बहवे दावद्दवा रूक्खा पत्तिया जाव चिट्ठति । अप्पेगइया दावद्दवा रूक्खा जुण्णा झोडा परिसडियपंडुपक्तपुप्फ-फला-सुक्करूक्खओ विव मिलायमाणा-मिलायमाणा चिटुंति । ભાવાર્થ - જ્યારે દ્વીપ સંબંધી પૂર્વદિશામાંથી વાતો ઈષતુ પુરોવાત(પૂર્વીવાયુ), પશ્ચિમદિશામાંથી વાતો પશ્ચાતુવાત (પશ્ચિમીવાયુ), ધીમે-ધીમે વાતો મંદવાત (મંદવાયુ) અને પ્રચંડ પવનરૂપે ફૂકાતો મહાવાતા (મહાવાયુ) વાવા લાગે ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો પત્ર, પુષ્પથી યુક્ત શોભાવાળા હોય છે અને તેવા જ (તે જ સ્વરૂપે ઊભા) રહે છે. તેમાંથી કેટલાક દાવદ્રવવૃક્ષો કે જે જીર્ણ થઈ ગયા હોય, મૂળ-થડ જૂના થઈ ગયા હોય, પત્ર, પુષ્પ, ફળ ક્ષીણ થઈને પીળા થઈ ગયા હોય, તે વૃક્ષોના પીળા થઈ ગયેલા પત્ર, પુષ્પાદિ(વાયુથી) ખરી જાય છે અને હૂંઠા જેવા તે વૃક્ષો પ્લાન અને શોભા રહિત થઈ જાય છે.