Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૮
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
कण्णगं मम भारियत्ताए वरेहि, जइ वि णं सा सयं रज्जसुंका ।
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી આ વાત સાંભળી, હૃદયમાં ધારણ કરીને અને શ્રીદામકાંડની વાતથી મલ્લીકુમારી પર ઉત્પન્ન રાગયુક્ત થઈને, આનંદથી પ્રેરાઈને દૂતને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! તું મિથિલા રાજધાનીમાં જા. ત્યાં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માગણી કરો. જો તેના શુલ્ક(મૂલ્ય)રૂપે મારું રાજ્ય માગશે, તો પણ હું તે આપવા તૈયાર છું.
४७ णं से दूए पडिबुद्धिणा रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठे पडिसुणेइ, पडिसुणेत्ता जेणेव सए गिहे, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउरघंट आसरहं पडिकप्पावेइ, पडिकप्पावित्ता दुरूढे जाव हयगय जाव महया भडचडगरेणं साकेयाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव विदेहजणवए जेणेव मिहिला रायहाणी तेणेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે દૂત હર્ષિત અને સંતુષ્ટ થયો, તે આજ્ઞા અંગીકાર કરીને પોતાના ઘરે ચાર ઘંટાવાળા અશ્વ-રથ હતો ત્યાં આવ્યો, આવીને(આગળ-પાછળ અને આજુ બાજુમાં તેમ) ચાર ઘંટાવાળા અશ્વ-રથને તૈયાર કરાવ્યો અને તેના પર આરૂઢ થયો યાવત્ ઘોડા, હાથીઓ અને ઘણા સુભટોના સમૂહ સાથે સાકેતનગરમાંથી નીકળીને વિદેહ જનપદ, મિથિલા રાજધાની તરફ જવા માટે પ્રસ્થાન કર્યું.
ચંદ્રચ્છાય રાજા અને અર્જુનક શ્રમણોપાસક ઃ
४८ ते काणं तेणं समएणं अंगे णामं जणवए होत्था । तत्थ णं चंपा णामं णयरी होत्था । तत्थ णं चंपाए णयरीए चंदच्छाए अंगराया होत्था ।
ભાવાર્થ:- તે કાલે અને તે સમયે અંગનામનો દેશ હતો. તેમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રચ્છાય નામના અંગરાજ– અંગદેશના રાજા હતા.
४९ तत्थ णं चंपाए णयरीए अरहण्णगपामोक्खा बहवे संजत्ता णावावाणियगा परिवसंति, अड्डा जाव अपरिभूया । तए णं से अरहण्णगे समणोवासए यावि होत्था, अहिगयजीवाजीवे वण्णओ ।
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં અર્હન્નક આદિ ઘણા દરિયાઈ મુસાફરી કરનારા, નૌકાવણિક રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન અને અનેક લોકોને માટે આદર્શભૂત હતા. તેમાં અર્હન્નક નામના મુખ્ય વણિક શ્રમણોપાસક પણ હતા. તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા હતા, વગેરે શ્રાવકનું વર્ણન જાણવું.
५० तए णं तेसिं अरहण्णगपामोक्खाणं संजत्ता णावावाणियगाणं अण्णया कयाइ एगयओ सहियाणं इमे एयारूवे मिहोकहा- संलावे समुप्पज्जित्था -
सेयं खलु अम्हं गणिमं च धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय