Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૪૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
(પ્રાતઃકાલીન ભોજન)ના સમય સુધી અર્થાત્ બે પ્રહર સુધી મધ્યાહ્ન પર્યત ઘણા ઘણા સનાથોને, અનાથોને, નિત્ય રસ્તે ચાલનારા પથિકોને, કયારેક રસ્તે ચાલનારા પથિકોને, ખપ્પરધારીઓને, કંથાધારીઓને એક કરોડ અને આઠ લાખ સુવર્ણમહોરો દાનમાં દેવાનો પ્રારંભ કર્યો. १५० तए णं से कुंभए राया मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहिं तहिं देसे देसे बहूओ महाणससालाओ करेइ । तत्थणं बहवेमणुया दिण्णभइभत्तवेयणा-विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडेति । जे जहा आगच्छंति तं जहा- पंथिया वा पहिया वा करोडिया वा कप्पडिया वा पासंडत्था वा गिहत्था वा; तस्सयतहा आसत्थस्सवीसत्थस्ससुहासणवरगयस्स तं विपुलं असणं पाणं खाइमं साइमं परिभाएमाणा परिवेसेमाणा विहरति । ભાવાર્થ - ત્યાર પછી કુંભરાજાએ પણ મિથિલા રાજધાનીમાં તે-તે, સ્થાને-સ્થાને(વિભિન્ન મોહલ્લા, ઉપનગરો આદિ અનેક સ્થાનોમાં ઘણી ભોજનશાળાઓ બનાવી. તે ભોજન શાળાઓમાં ઘણા મનુષ્યોને દૈનિક કે માસિક વેતન આપીને અને માત્ર ભોજન આપવારૂપ વેતનથી રાખ્યા હતા. તે માણસો વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આદિ ચારે પ્રકારનું ભોજન બનાવતા હતા; બનાવીને જે પથિક, પથિક, કરોટિકા ખપ્પરધારી, કંથાધારી, પાખંડી સાધુ, બાવા, સંન્યાસી અને ગૃહસ્થો ત્યાં આવતા, તેઓને થાક ઉતરી જાય તે રીતે આશ્વસ્થ કરીને, વિશ્રાંત કરીને અને સુખદ આસન પર બેસાડીને વિપુલ અશનાદિ ચારે પ્રકારના ભોજન દ્વારા જમાડતા હતાં. १५१ तए णं मिहिलाए सिंघाडग जाव बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ- एवं खलु देवाणुप्पिया ! कुंभगस्स रण्णो भवणंसि सव्वकामगुणियं किमिच्छियं विपुलं असणं पाणं खाइमं साइमं बहूणं समणाय य जाव परिवेसिज्जइ ।
वरवरिया घोसिज्जइ, किमिच्छियं दिज्जए बहुविहीयं ।
સુર-અસુર-વ-વાવ-નીલ-મદિયાણવિરામ | ભાવાર્થ:- ત્યાર પછી મિથિલા રાજધાનીના શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! કુંભ રાજાના ભવનમાં સર્વકામગુણિત એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે પ્રકારનો આહાર, ભાત-ભાતની વાનગીઓ ઘણા શ્રમણો આદિને ઇચ્છાનુસાર આપવામાં આવે છે. (કુંભરાજા તરફથી ભોજનશાળાઓ ખોલવાની અને કોઈપણ વ્યક્તિને ભોજન કરાવવાની સુંદર વ્યવસ્થાની લોકોમાં ચર્ચા થવા લાગી.) અર્થ– વૈમાનિક, ભવનપતિ, જયોતિષ્ક અને વ્યંતર દેવો તથા નરેન્દ્રો અર્થાતુ ચક્રવર્તી આદિ રાજાઓ દ્વારા પૂજિત તીર્થકરોની દીક્ષાના અવસર પર વર વરિકા-યાચકોને આવો, માંગો તેવી ઘોષણા કરાય છે અને તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ છે? આ પ્રમાણે પૂછી-પૂછીને યથેષ્ટ દાન દેવાય છે. આ રીતે યાચકની ઇચ્છા અનુસાર દાન દેવામાં આવે છે. १५२ तए णं मल्ली अरहा संवच्छरेणं तिण्णि कोडिसया अट्ठासीइं च होति कोडीओ असिइं च सयसहस्साई इमेयारूवं अत्थसंपयाणं दलइत्ता णिक्खमामि त्ति मणं पहारेइ ।