Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય—૧: મેઘકુમાર
મેઘમુનિએ આ ત્રીજા પ્રકારના અનશનનો સ્વીકાર કર્યો હતો. અનશનનું વિસ્તૃત વર્ણન શ્રી આચારાંગસૂત્ર, અધ્યયન-૮માં છે. તેમજ અનેક શાસ્ત્રોના વિવેચનમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વડા થë - કડાયા સ્થવિર. કોઈ પણ શ્રમણ જ્યારે પર્વત ઉપર જઈને પાદપોગમન અનશન-સંથારો ગ્રહણ કરે ત્યારે તેમની આત્મસાધનામાં કે દિનચર્યામાં સહાયક થવા જે સાધુ તેમની સાથે જાય, સાથે રહે તેને કડાયા સ્થવિર કહેવામાં આવે છે. તેઓ ઉત્તમ સંહનન અને શ્રેષ્ઠ મનોબલથી સંપન્ન હોય છે, પરીષહઉપસર્ગોને સહન કરવામાં સમર્થ અને નિદ્રા વિજેતા હોય છે અને સ્થવિરોના સર્વગુણે કરી યુક્ત હોય છે. તેઓ સ્વયં સંથારા કાળ સુધી તપસ્યા કરે છે. સામેવ પરમહબયારું સારુદે - જૈનધર્મ વિનયપ્રધાન ધર્મ છે. મેઘમુનિએ પ્રભુની આજ્ઞાપૂર્વક જ અનશન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. અનશન માટે પ્રયાણ કરતાં પૂર્વે પ્રભુની આજ્ઞાથી જ પ્રભુની સમક્ષ સ્વયં પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો અને વિપુલ પર્વત ઉપર પણ કડાયા સ્થવિરોની હાજરીમાં સંથારાના પ્રત્યાખ્યાન પણ સ્વયં કર્યા. જીવનમાં અંતિમ આરાધનાનું મહત્ત્વ વિશેષ છે. તે સમયે સાધક સ્વયં જાગૃતિપૂર્વક પોતાની મેળે જ પ્રત્યાખ્યાન કરે તે અતિ મહત્ત્વનું છે. મેઘમુનિએ પણ આ રીતે પ્રભુની આજ્ઞા મેળવીને મહાવ્રત તથા અનશનના પ્રત્યાખ્યાન પોતાની મેળે કરીને વિનયમૂલ ધર્મનું જ પાલન કર્યું. આજ્ઞાપૂર્વક કાર્ય થાય તેમાં કોઈ પણ પ્રકારનો અવિનય થતો નથી. મેઘ અણગારની ગતિઃ ભાવિ ભવઃ१५७ भंते !त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी मेहे णामं अणगारे, सेणं भंते मेहे अणगारे कालमासे कालं किच्चा कहिं गए? कहि उववण्णे? ભાવાર્થ :- તત્પશ્ચાતુ ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવાન! આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણગાર હતા. હે ભગવન્! તે મેઘ અણગાર મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા? १५८ गोयमा !त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा! मम अंतेवासी मेहे णाम अणगारे पगइभहए जावविणीए.सेणं तहारूवाणंथेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बारस भिक्खु पडिमाओ, गुणरयणसंवच्छरं तवोकम्मं कारणं फासेत्ता जाव किट्टेत्ता मए अब्भणुण्णाए समाणे गोयमाइ थेरे खामेइ खामित्ता तहारूवेहिं कडाईहिं थेरेहिं सद्धिं सणियंसणियं विउलं पव्वयं दुरुहइ, दुरुहित्ता दब्भसंथारगं संथरइ संथरित्ता दब्भसंथारोवगए सयमेव पंचमहव्वए उच्चारेइ, बारस वासाइं सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सढि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कंते उद्धरियसल्ले समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे चंदिमसूरगहगणणक्खक्ततारारूवाणं बहूई जोयणाई बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साइं, बहूइं जोयण सयसहस्साई, बहूई जोयण कोडीओ, बहूई जोयणकोडाकोडीओ उड्डे दूरं उप्पइत्ता सोहम्मीसाण-सणंकुमास्माहिंद-बंभलोय-लंतग