Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય–૭: રોહિણી ઘાત .
[ ૧૮૭ ] देवाणुप्पिया ! धण्णे सत्थवाहे, जस्स णं रोहिणिया सुण्हा, जीए णं पंच सालिअक्खए सगङसागडिएणं णिज्जाइए। ભાવાર્થઃ- ત્યાર પછી ધન્ય સાર્થવાહે રોહિણીને ઘણા ગાડા-ગાડી આપ્યા. રોહિણી તે ઘણા ગાડા-ગાડીઓ લઈને પોતાના કુલગ્રહ(પિયર) ગઈ અને કોઠાર ખોલીને, પલ્યના મુખ ઉપરના લેપ દૂર કરી, શાલિના દાણાથી ગાડી-ગાડા ભરીને રાજગૃહ નગરમાં થઈને પોતાને ઘેર(સાસરે) ધન્ય સાર્થવાહની સમીપે આવી.
ત્યારે રાજગુહ નગરમાં શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહીને પ્રશંસા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહને ધન્ય છે કે જેની રોહિણી જેવી પુત્રવધૂછે, જે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડીમાં ભરીને પાછા આપે છે.
२७ तएणं से धण्णे सत्थवाहे ते पंच सालिअक्खए सगङसागडेणं णिज्जाइए पासइ, पासित्ता हट्ठतुढे पडिच्छइ, पडिच्छित्ता तस्सेव मित्तणाइ जावचउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ रोहिणीयं सुहं तस्स कुलघरवग्गस्स बहुसुकज्जेसु य कारणेसु य कुडुंबेसु यमंतेसु य गुज्झेसु य रहस्सेसु य आपुच्छणिज्जं जाव वड्डावियं पमाणभूयं ठावेइ ।। ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે તે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડી દ્વારા આવતાં જોયા, જોઈને પ્રસન્ન–સંતુષ્ટ થઈને, તેનો સ્વીકાર કરીને, તે જ મિત્રો અને જ્ઞાતિજનો તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સમક્ષ રોહિણી પુત્રવધૂને કુટુંબના અનેક કાર્યોમાં વાવત રહસ્યોમાં સલાહ લેવા યોગ્ય યાવત ઘરની અધિષ્ઠાત્રી (સંચાલક) અને પ્રમાણભૂત (સર્વે સર્વારૂપે) નિયુક્ત કરી. २८ एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा पंच महव्वया संवड्डिया भवंति, से णं इह भवे चेव बहूणं समणाणं जाव वीईवइस्सइ, जहा व सा रोहिणीया । ભાવાર્થ:- તે જ પ્રમાણે હે આયુષ્મન શ્રમણો! આપણા જે સાધુ-સાધ્વી પાંચ મહાવ્રતોમાં વૃદ્ધિ કરે છે, તેને ઉત્તરોત્તર નિર્મલ બનાવે છે, તે આ ભવમાં ઘણા શ્રમણો આદિ દ્વારા પ્રશંસાને પાત્ર બને છે યાવત્ સંસારથી મુક્ત થાય છે, જેમ કે તે રોહિણી ઘણા લોકોની પ્રશંસા પાત્ર બની.
२९ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तमस्स णायज्झयणस्स अयम? પણ II રિ વેરિ II ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ મેં તને કહ્યો છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂઓના દષ્ટાંત દ્વારા શાલી-કમોદની વૃદ્ધિની જેમ શ્રમણો માટે સંયમ ભાવની વૃદ્ધિનું વિધાન છે. વૃત્તિકારે દષ્ટાંત-દાંતિકને ઘટિત કરતી ૧૪ ગાથાઓ આપી છે. જેમ કે
जइ सेट्ठी तह गुरुणो, जह णाइजणो तहा समणसंघो । जह बहुया तह भव्वा, जह सालिकणा तह वया ई ॥१॥