Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्या-७ : शBिeland
| १८५ ।
માની ખાઈ ગઈ હતી, તેથી તેને સાર્થવાહે ખાંડનારી, કૂટનારી, દળનારી, ધાન્યના ફોતરા દૂર કરનારી અથવા કઠોળની દાળ બનાવનારી, રાંધનારી, પીરસનારી, પીરસણા મોકલનારી, ઘરની અંદર દાસીનું કામ કરનારી અને રસોયાણીરૂપે નિયુક્ત કરી. २० एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा पंच य से महव्वयाई फोडियाई भवंति, सेणं इह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ; जहा व सा भोगवइया । ભાવાર્થ:- એ જ પ્રમાણે હે આયુષ્યમનું શ્રમણો ! આપણા જે સાધુ કે સાધ્વી રસનેન્દ્રિયને વશીભૂત થઈ પાંચ મહાવ્રતોનું ખંડન કરે છે તે આ જ ભવમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા નિંદનીય, અવહેલણીય બને છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, જેમ કે તે ભોગવતી.
२१ एवं रक्खिया वि, णवरं-जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मंजूसं विहाडेइ, विहाडित्ता रयणकरंडगाओ ते पंच सालिअक्खए गेण्हइ, गेहित्ता जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंच सालिअक्खए धण्णस्स सत्थवाहस्स हत्थे दलयइ। ભાવાર્થ:- એ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે(પાંચ દાણા માગ્યા ત્યારે) તેણે નિવાસગૃહમાં જઈને પેટી ખોલીને રત્નની ડબ્બીમાંથી તે પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાર્થવાહ પાસે આવીને તેમના હાથમાં તે શાલિના પાંચ દાણા આપી દીધા. २२ तए णं से धण्णे सत्थवाहे रक्खियं एवं वयासी- किं णं पुत्ता ! ते चेव एए पंच सालिअक्खए, उदाहु अण्णे ? तए णं रक्खिया धण्णं सत्थवाहं एवं वयासी- ते चेव ताया! एए पंच सालिअक्खया, णो अण्णे । कहं णं पुत्ता? एवं खलु ताओ ! तुब्भेइओ पंचमे संवच्छरे जाव भवियव्वं एत्थ कारणेणं ति कटु ते पंच सालिअक्खए सुद्धे वत्थे जावतिसंझं पडिजागरमाणी यावि विहरामि । तओ एएणं कारणेणं ताओ ! ते चेव एए पंच सालिअक्खए, णो अण्णे। ભાવાર્થ:- તે સમયે ધન્ય સાર્થવાહે રક્ષિકાને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! શું આ તે જ પાંચ શાલિ છે કે બીજા? રક્ષિકાએ ધન્ય સાર્થવાહને ઉત્તર આપ્યો- હે તાત ! આ તે જ શાલિ-અક્ષત છે, બીજા નથી.
धन्य सार्थवाडे ५७यं-पत्री!वीशत (सत्य ) ? २क्षिणोली-हतात! आपआ४थी પાંચ વર્ષ પૂર્વે પાંચ દાણા આપ્યા હતા. ત્યારે દાણા આપવામાં કોઈ કારણ હોવું જોઈએ. તેમ વિચારીને આ પાંચ શાલિના દાણાને શુદ્ધ વસ્ત્રમાં બાંધી, રત્નની ડબ્બીમાં રાખી, તેની ત્રણે સંધ્યાઓમાં સાર-સંભાળ કરતી રહી છું. તેથી હે પિતા ! આ તે જ શાલિના દાણા છે, બીજા નહીં. २३ तएणं से धण्णे सत्थवाहे रक्खियाए अंतिए एयमढे सोच्चा हट्ठतुढे तस्स कुलघरस्स हिरण्णस्स य कंसदूसविउलधण जावसावएज्जस्स य भंडागारिणिं ठवेइ । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહ રક્ષિકા પાસેથી આ અર્થ સાંભળીને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેણે