Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૪]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पंचमे संवच्छरे इमस्स मित्तणाइ जाव वियराहि । तए णं अहं तुब्भं एयमटुं पडिसुणेमि, ते पंच सालिअक्खए गेण्हामि, एंगंतमवक्कमामि ।
तएणंमम इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु तायाणंकोट्ठागारंसि जाव सकम्मसंजुत्ता । तं णो खलु ताओ ! ते चेव पंच सालिअक्खए, एए णं अण्णे । ભાવાર્થ - ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પૂર્વે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધુઓના પિયર વર્ગની સામે આપશ્રીએ પાંચ દાણા આપીને તેનું સંરક્ષણાદિ કરવાનું કહ્યું હતું. તે સમયે મેં આપની વાત સાંભળી હતી અને તે શાલિના પાંચ દાણા ગ્રહણ કર્યા અને એકાંતમાં ચાલી ગઈ.
ત્યારે મને એવો વિચાર આવ્યો કે પિતાજીના કોઠારમાં ઘણા ચોખા ભર્યા છે, જ્યારે માગશે ત્યારે આપી દઈશ. એવો વિચાર કરીને મેં તે દાણા ફેંકી દીધા હતા. તેથી હે તાત! આ તે જ શાલિના દાણા નથી, બીજા છે. १७ तएणंसेधण्णे उज्झियाए अंतिए एयमटुं सोच्चा णिसम्म आसुरत्ते जावमिसिमिसेमाणे उज्झिइयं तस्स मित्तणाइणियग-चउण्ह-सुण्हाणं कुलघरवग्गस्स यपुरओ तस्स कुलघरस्स छारुज्झियं च छाणुज्झियं च कयवरुज्झियं च संपुच्छियं च सम्मज्जियं च पाओवदाइयं च ण्हाणोवदाइयं च बाहिस्पेसणकारियं च ठवेइ । ભાવાર્થ :- ત્યાર પછી ઉજિઝકા પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, ક્રોધિત થઈને, ગુસ્સામાં દાંત કચકચાવતા, ધૂવા પૂવા થઈને તેમણે ઉજિઝકાને, તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે, કુલગૃહની રાખ ફેંકનારી, વાસીદુ વાળનારી, કચરો કાઢનારી, ફળિયામાં પાણી છાંટનારી, સાવરણીથી ઘરને વાળીને સાફ કરનારી, પગ ધોવા માટે કે સ્નાન માટે પાણી દેનારી અને સંદેશવાહક દાસીના રૂપમાં નિયુક્ત કરી. १८ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए पंच य से महव्वयाई उज्झियाई भवंति, सेणं इहभवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ । जहा सा उज्झिया । ભાવાર્થ - એ પ્રમાણે હે આયુષ્યમાનું શ્રમણો! આપણા જે સાધુ અથવા સાધ્વી યાવતુ પ્રવ્રજ્યા લઈને પાંચ(દાણાની સમાન પાંચ) મહાવ્રતોનો પરિત્યાગ કરે છે, તે ઉજિઝકાની જેમ આ ભવમાં ઘણા શ્રમણોશ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારાહીલનીય, નિંદનીય બને છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. જેમ કે ઉક્ઝિકા १९ एवं भोगवइया वि णवरं तस्स कुलघरस्स कंडेंतियं कोटेंतियं पीसंतियं च एवं रुंधतियं चरंधतियं च परिवेसंतियं च परिभायंतियं च अभितरियं पेसणकारिं महाणसिणि હવેડૂ I ભાવાર્થ:- એ જ પ્રમાણે ભોગવતીના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે પાંચદાણાને પ્રસાદ