Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १८ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજર્ષિની આજ્ઞા લઈને, પાઢીયારા પીઢ, ફલક, શય્યા અને સંસ્કારક પાછા સોંપીને, પંથક અણગારને શૈલક અણગારની વૈયાવૃત્ય કરવા માટે સ્થાપિત કરીને (સેવામાં નિયુક્ત કરીને) બહાર જનપદમાં અપ્રમત્તભાવે, તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર વિચરણ કરીએ. તે મુનિઓએ આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે શૈલક રાજર્ષિની પાસે જઈને, તેમની આજ્ઞા લઈને, પાઢીયારા પીઢ, ફલક, શય્યા, સંસ્તારક પાછા સોંપીને, પંથક અણગારને વૈયાવૃત્ય માટે નિયુક્ત કરીને બહાર દેશ-દેશાંતરમાં વિચરવા લાગ્યા. |६४ तएणं से पंथए सेलगस्स सेज्जा-संथारय उच्चास्पासवणखेलसिंघाणमत्तग ओसहभेसज्जभक्तपाणएणं अगिलाए विणएणं वेयावडियं करेइ।
तएणं से सेलए अण्णया कयाई कत्तियचाउम्मासियंसि विउलं असणपाण-खाइम साइमं आहारमाहारिए पच्चावरणहकाल-समयंसि सुहप्पसुत्ते । ભાવાર્થ - ત્યારે તે પંથક અણગાર શૈલક રાજર્ષિની શય્યા, સંસ્તારક, ઉચ્ચાર, પ્રસવણ, કફ અને બળખા માત્રક- અશુચિ પરઠવાની ક્રિયા દ્વારા તેમજ ઔષધ, ભેષજ, આહાર, પાણી આદિથી અગ્લાનભાવે, વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા.
ત્યાર પછી કોઈ સમયે શૈલક રાજર્ષિ કાર્તિકી ચૌમાસીના દિવસે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો અધિક પ્રમાણમાં આહાર કરીને સાયંકાલના સમયે આરામથી સૂતા હતા. પંથકનું ચાતુર્માસિક પ્રતિક્રમણ અને ક્ષમાપના :६५ तएणं से पंथए कत्तियचाउम्मासियंसिकयकाउस्सग्गे देवसियं पडिक्कमणं पडिक्कते चाउम्मासियं पडिक्कमिउकामे सेलयं रायरिसिं खामणट्ठयाए सीसेणं पाएसुसंघट्टेइ ।।
तएणं से सेलए पंथएणं सीसेण पाएसुसंघट्टिए समाणे आसुरुत्ते जावमिसमिसेमाणे उढेइ, उद्वित्ता एवं वयासी-से केसणं भो ! एस अपत्थियपत्थिए जावपरिवज्जिए जेणं ममं सुहपसुत्तं पाए संघट्टेइ ? ભાવાર્થ - પંથકમુનિએ કાર્તિકી ચૌમાસીના દિવસે કાયોત્સર્ગ કરીને દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી શૈલક રાજર્ષિને ખમાવવા માટે પોતાના મસ્તકથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો.
પંથકના મસ્તકનો ચરણોમાં સ્પર્શ થતાં શૈલક રાજર્ષિ એકદમ ગુસ્સે થયા યાવત ક્રોધથી ધૂવા પૂવા થતાં ઊઠી ગયા અને બોલ્યા “અરે, મોતની ઇચ્છા કરનારો યાવતુ લજ્જાથી શૂન્ય આ કોણ છે કે જે સુખપૂર્વક સૂતેલા મારા પગનો સ્પર્શ કરી રહ્યો છે?” ६६ तए णं से पंथए सेलएणं एवं वुत्ते समाणे भीए तत्थे तसिए करयलपरिग्गहियं एवं वयासी- अहंणंभंते ! पंथए कयकाउस्सग्गेदेवसियंपडिक्कमणंपडिक्कते, चाउम्मासियं खामेमाणे देवाणुप्पिय वंदमाणे सीसेणं पाएसुसंघट्टेमि । तं खामेमिणं तुब्भे देवाणुपिया! तं खमंतु णं देवाणुप्पिया ! मे अवराहं, तुम णं देवाणुप्पियाणं णाइभुज्जो एवं करणयाए त्ति कटु सेलयं अणगारं एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खामेइ ।