Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય—૧ : મેઘકુમાર
શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ધર્મશ્રવણ કર્યું છે અને તે ધર્મની મેં ઇચ્છા કરી છે, વારંવાર ઇચ્છા કરી છે. મને તે ધર્મ ગમ્યો છે.
૫૩
८२ तए णं तस्स मेहस्स अम्मापियरो एवं वयासी- धण्णो सि तुमं जाया ! संपुण्णो सि तुमं जाया ! कयत्थो सि तुमं जाया ! कयलक्खणो सि तुमं जाया ! जंणं तुमे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य ते धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए । ભાવાર્થ :- ત્યારે મેઘકુમારના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! તું ધન્ય છો, હે પુત્ર ! તું પૂરેપૂરો પુણ્યવાન છો, હે પુત્ર ! તું કૃતાર્થ છો, હે પુત્ર ! તું કૃતલક્ષણી છો કે તેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મશ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇષ્ટ, પુનઃપુનઃ ઇષ્ટ અને રુચિકર પણ થયો છે.
હે
८३ णं हे कुमारे अम्मापियरो दोच्चं पि तच्चं पि एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य णं मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए । तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समा समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता णं अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને બીજીવાર અને ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મશ્રવણ કર્યું છે. તે ધર્મની મેં ઈચ્છા કરી છે, વારંવાર ઇચ્છા કરી છે, તે ધર્મ મને રુચિકર થયો છે. હે માતા-પિતા ! હું આપની અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહવાસ ત્યાગીને અણગાર થવાની(સાધુપણાની) પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ८४ त णं सा धारिणी देवी तमणिट्टं अकंतं अप्पियं अमणुण्णं अमणामं अस्सुयपुव्वं फरुसं गिरं सोच्चा णिसम्म इमेणं एयारूवेणं मणोमाणसिएणं महया पुत्तदुक्खेणं अभिभूया समाणी सेयागयरोमकूवपगलंत किलीणगाया सोयभरपवेवियंगी णित्तेया दीण-विमण-वयणा करयलमलियव्व कमलमाला तक्खणओलुग्गदुब्बलसरीरा लावण्णसुण्ण णिच्छायगयसिरीया पसिढिलभूसण-पडंतखुण्णिय-संचुण्णिय-धवलवलया पब्भट्ठउत्तरिज्जा सूमाल-विकिण्णकेसहत्था मुच्छावसणट्ठचेयगरुई परसुणियत्त व्व चंपगलया णिव्वत्तमहिम व्व इंदलट्ठी विमुक्कसंधिबंधणा कोट्टिमतलंसि सव्वंगेहिं धसत्ति पडिया ।
ભાવાર્થ :- તે ધારિણીદેવી આ અનિષ્ટ[અનિચ્છિત] અપ્રિય, અમનોજ્ઞ(અપ્રશસ્ત) અને અણગમતી, પહેલાં ક્યારે ય પણ ન સાંભળેલી, કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, પુત્ર વિયોગના માનસિક મહા દુઃખથી પીડિત થઈ ગઈ. તેના રોમેરોમથી પસીનો નીતરવા લાગ્યો, તેનું સંપૂર્ણ શરીર પરસેવાથી તરબોળ બની ગયું, શોકના કારણે તેનું શરીર ધ્રૂજવા લાગ્યું, તે નિસ્તેજ થઈ ગઇ, અત્યંત દુઃખી વ્યક્તિની જેમ તેનું મોઢું ઝાંખું પડી ગયું. હાથથી મસળેલી કમળમાળાની જેમ તે કરમાયેલી દેખાવા લાગી. તત્ક્ષણ (મેઘકુમારના ‘હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું,” તે શબ્દ સાંભળતા જ) તે દુઃખી અને દુર્બલ થઈ ગઇ, લાવણ્ય રહિત, કાંતિ હીન અને શોભા વિહીન થઈ ગઇ. તે શોકથી એટલી દુર્બલ થઈ ગઇ કે તેના અલંકારો ઢીલા થઈ ગયા, ઉત્તમ શ્વેત વલય હાથમાંથી સરીને, ભૂમિ પર પડીને ‘ખણણ...’ અવાજ કરતાં તૂટી ગયા, ઉત્તરીય વસ્ત્ર સરકી ગયું, સુકોમળ કેશપાસ છૂટી ગયો અને તે બેહોશ બની ગઇ. કુહાડાથી