Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
। ४०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વિધિઓ પૂર્ણ કરો-કરાવો અને કાર્ય થઈ જાય તેની ખબર આપો. શ્રેણિક રાજાનો આ આદેશ સાંભળીને તેઓએ તે પ્રમાણે કરીને રાજાને કામ થઈ ગયાની જાણ કરી. ६१ तए णं सेणिए राया बाहिरियाए उवट्ठाणसालाए सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे सइएहि य साहस्सिएहि यसयसाहस्सिएहि य जाएहिं दाएहिं भाएहिंदलयमाणे दलयमाणे पडिच्छेमाणे-पडिच्छेमाणे एवं चणं विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિકરાજા બહારની ઉપસ્થાનશાલા(સભા ભવન)માં પૂર્વ તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા અને જન્મદિનની ખુશાલીમાં સેંકડો, હજારો અને લાખોની કિંમતના દ્રવ્ય સમૂહ વાચકોને, મિત્ર-પરિજનોને તથા કુટુંબીઓને દાન-ભાગ વગેરે રૂપે આપવા લાગ્યા અને હર્ષાનુમોદનરૂપ ભેટનો સ્વીકાર કરવા લાગ્યા. ६२ तएणं तस्सदारगस्स अम्मापियरो पढमे दिवसे जायकम्मं करेंति, करित्ता बिइयदिवसे जागरियं करेंति, तइयदिवसे चंदसूरदंसणियं कारेंति । एवामेव निव्वत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहेदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडार्वति, उवक्खडावित्ता मित्तणाइणियग-सयण-संबंधि-परिजणं बलं च बहवे गणणायगदंडणायग जाव आमंतेइ ।
तओ पच्छा व्हाया जावसव्वालंकारविभूसिया महइमहालयंसि भोयणमंडवंसितं विउलंअसणंपाणंखाइमं साइमं मित्तणाइ जावसद्धिं आसाएमाणा विसाएमाणा परिभाएमाणा परिभुंजेमाणा एवं च णं विहरइ ।
जिमियभुत्तुत्तरागया वि यणं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मिक्तनाइ नियग सयण-संबंधि-परियणं, बलं च बहवे गणणायग जावसंधिवाले विउलेणं पुप्फ-गंधमल्लालंकारेणं सक्कारेंति, सम्माणेति, सक्कारेत्ता सम्माणेत्ता एवं वयासी- जम्हा णं अम्हं इमस्स दारगस्स गब्भत्थस्स चेव समाणस्स अकालमेहेसु दोहले पाउब्भूए, 'तं होउ णं अम्हं दारए मेहे नामेणं ।' तएणं तस्स दारगस्स अम्मापियरो अयमेयारूवं गोण्णं गुणणिप्फण्णं नामधेज करेंति 'मेहा' त्ति । ભાવાર્થ:- ત્યાર પછી તે બાળકના માતા-પિતાએ પહેલા દિવસે જાતકર્મ કર્યું, બીજા દિવસે રાત્રિ જાગરણ કર્યું, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરાવ્યા; આ રીતે અશુચિ જાત કર્મની ક્રિયા પૂર્ણ થયા પછી બારમા દિવસે વિપુલ પ્રમાણમાં આહાર, પાણી, મેવા અને મુખવાસાદિ ચારે પ્રકારના આહાર તૈયાર કરાવીને મિત્રજનો, બંધુ આદિ જ્ઞાતિજનો પુત્રાદિ નિજકજનો, કાકાદિ સ્વજનો, શ્વસુરાદિ સંબંધીજનો, દાસાદિ પરિજનો, સેનાઓ, ઘણા સામંત રાજાઓ, ગણનાયકો, દંડનાયકો વગેરેને આમંત્રણ આપ્યું.
ત્યાર પછી રાજા-રાણી સ્નાન કરીને યાવત સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને, પછી ઘણા વિશાળ ભોજનમંડપમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના ભોજનને મિત્ર, જ્ઞાતિજનો આદિ સાથે આસ્વાદન, વિશેષ આસ્વાદન, પરસ્પર વિભાજન અને પરિભોગ કરતાં વિચરવાં લાગ્યાં.
આ પ્રમાણે ભોજન કર્યા પછી તેઓએ શુદ્ધ જલથી કોગળા કર્યા, હાથ-મુખ ધોઈને સ્વચ્છ અને