Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય–૧: મેઘકુમાર
)
ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, સિલા, પરવાળા લાલરત્ન વગેરે ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું. જે સાત પેઢી સુધી દાન દેવા માટે, ભોગવવા માટે, ઉપયોગ કરવા માટે અને વહેંચણી કરીને દેવા માટે પર્યાપ્ત હતું. ७१ तए णं से मेहे कुमारे एगमेगाए भारियाए एगमेगं हिरण्णकोडिं दलयइ जाव ए गमेगं पेसकारिंदलयइ, अण्णं च विपुलं धण-कणग जाव परिभाएउं दलयइ । ભાવાર્થ - ત્યારપછી તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને તે સામગ્રીમાંથી એક કરોડ ચાંદીની મુદ્રા યાવત્ એક-એક પ્રેણકારી દાસી આપી. આ પ્રમાણે પ્રીતિદાનમાં પ્રાપ્ત ધન, કનક વગેરે બધી વસ્તુઓ સમભાગે દરેક પત્નીને વહેંચી આપી યથાવત તે ધન તેઓને પોતાની ઇચ્છા પ્રમાણે ભોગવવામાં અને દાન કરવા વગેરેમાં પર્યાપ્ત હતું. ७२ तए णं से मेहे कुमारे उणि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं वरतरुणि संपउत्तेहिं बत्तीसइबद्धएहिं णाडएहिं उवगिज्जमाणेउवगिज्जमाणे उलालिज्जमाणे-उलालिज्जमाणे सद्द फरिसरसरूवगंध-विउले माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમાર શ્રેષ્ઠ મહેલના ઉપરના ભાગમાં રહીને મૃદંગોના મધુર ધ્વનિને સાંભળતો; ઉત્તમ સ્ત્રીઓ દ્વારા કરાયેલા બત્રીસ પ્રકારના નાટકોને જોતો; ક્રીડાઓ કરતો; શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ અને મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો રહેવા લાગ્યો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યૌવનને પ્રાપ્ત મેઘકુમારના આઠ કન્યાઓ સાથે લગ્ન થયા તેનું વર્ણન છે અને તેઓ માટેના આઠ પ્રાસાદો તથા મેઘકુમાર માટેનું એક ભવન, તેમ કુલ નવ મહેલોનું વર્ણન છે. તેમજ આઠ-આઠની સંખ્યામાં અનેક પદાર્થોના પ્રીતિદાનનું સંક્ષિપ્ત કથન છે. ભગવતી સૂત્ર શતક–૧૧ ઉ.-૧૧ મહાબલના વર્ણનમાં તેનું વિસ્તૃત કથન છે.
પ્રતોમાં સંક્ષિપ્ત પાઠ સાથે નાહાબુલારે માળિયળં = ગાથાઓ અનુસાર કહેવું જોઈએ, આ રીતે કથન છે. તે ગાથાઓ સુત્રપાઠમાં નથી પરંતુ ટીકાકાર શ્રી અભયદેવ સૂરીએ અન્યત્રથી સંકલન કરીને ચૌદ ગાથાઓ ટીકામાં આપી છે. તે ગાથાઓ મહાબલ કુમારના વર્ણનનો જ પદ્યાનુવાદ હોય તેમ જણાય છે. તે ગાથાઓ અર્થ સહિત આ પ્રમાણે છે
अट्ठहिरण्णसुवण्णय कोडीओ, मउलकुंडला हारा ।
अट्ठद्धहार एकावली, मुत्तावली उ अट्ठट्ठ ॥१॥ અર્થ– આઠ કોટી ચાંદી, આઠ કોટી સુવર્ણ, આઠ-આઠ મુગટ, આઠ કુંડલ યુગલ, અઢારસરોહાર, નવસરો અર્ધહાર અને આઠ-આઠ મણિઓથી નિર્મિત એકાવલીહાર તથા મોતીઓથી નિર્મિત મુકતાવલી હાર;
कणगावलिरयणावलि, कडगजुगा तुडियजोय खोमजुगा।
वडजुगपट्टजुगाणदुकूलजुगलाई अट्ठट्ठ ॥२॥ અર્થ- આઠ-આઠ સુવર્ણ નિર્મિત કનકાવલી, રત્નાવલી માળાઓ, કડાની જોડ, બાજુ બંધ, વસ્ત્રની જોડ, ટસાર(ટીયુ)ના વસ્ત્રની જોડ, રેશમી વસ્ત્રની જોડ, ઝીણા બારીક વસ્ત્રની જોડ;