Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય–૧: પેશકુમાર
૪૫ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મેઘકુમારના કળા શિક્ષણના માધ્યમે પુરુષોની ૭ર કળાઓના નામનો નિર્દેશ છે. આ કળાઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. તેમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસની ક્ષમતા રહેલી છે. તેમાં ગીત, નૃત્ય જેવા મનોરંજનના વિષયો, કારીગરી સંબંધી સમસ્ત શાખાઓ, યુદ્ધ સંબંધી સર્વ વિગતો, ગણિતાદિ સર્વ વિષય તેમાં સમાવિષ્ટ છે.
આગમ સાહિત્યમાં શ્રી અંતગડસૂત્ર, શ્રી અનુત્તરૌપપાતિક સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર તથા આ જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં ૭૨ કળાઓના નામનિર્દેશ છે. પાંચે આગમમાં ૭૨ સંખ્યા સમાન છે પરંતુ તેના નામ અને ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. શ્રી અંતગડસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં સમાન પાઠ છે તથા શ્રી અનુત્તરોપપાતિકસૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્રમાં સમાન પાઠ છે. મેઘકુમારનું પાણિગ્રહણઃ६७ तए णं तस्स मेहकुमारस्स अम्मापियरो मेहं कुमारं बावत्तरिकलापंडियं जाव वियालचारी जायं पासंति पासित्ता अट्ठ पासायवडिसए कारैति अब्भुग्गयमूसिय-पहसिए विव मणि-कणगरयण-भत्तिचित्ते वाउद्धयविजय-वेजयंती-पडाग-छत्ताइच्छत्तकलिए तुंगे गगणतलमभिलंघमाणसिहरे जालंतररयणपंजरुम्मिल्लियव्व मणिकणगथूभियाए वियसियसयपत्तपुंडरीएतिलयरयणद्धचंदच्चिए णाणामणिमयदामालंकिए अंतो बहिं चसण्हे तवणिज्ज रुइलवालुयापत्थरे सुहफासे सस्सिरीयरूवे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ મેઘકુમારને બોંતેર કલાઓમાં પારંગત થાવ વિકાલચારી થયેલો જોઈને (તેમના માટે) આઠ ઉત્તમ પ્રાસાદ મહેલ તૈયાર કરાવ્યા. તે મહેલો ઘણા ઊંચા હતા. પોતાની ઉજ્જવલ કાંતિના સમૂહથી હસતા હોય તેવું પ્રતીત થતું હતું, મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર હતા, વાયુથી ફરકતી અને વિજયને સુચિત કનારી વૈજયંતી પતાકાઓથી તથા છત્રાતિછત્ર (છત્ર ઉપર રહેલા છત્રો)થી યુક્ત હતા. તે એટલા ઊંચા હતા કે તેના શિખર આકાશતલનું ઉલ્લંઘન કરતા હોય, તેવું લાગતું હતું. તેના ઝરૂખાઓમાં વચ્ચે રત્નો જડેલા હતા તેથી તે રત્નના પાંજરા જેવા લાગતા હતા. તેમાં મણિ અને સુવર્ણની સ્તુપિકાઓ-નાના શિખરો હતા. તેના ઉપર વિકસિત એકસો પત્રવાળા પંડરીક કમળો ચિત્રિત હતા. આ મહેલો અર્ધ ચંદ્રાકાર તિલક રત્નોથી શોભતા હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી તે અલંકૃત હતા. તે અંદર અને બહારથી ચમકતા હતા. તેના આંગણામાં સુવર્ણમય રેતી પાથરેલી હતી. તે સુખદાયી સ્પર્શવાળા, શ્રીસંપન્ન, જોનારાના ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, સુંદર, પ્રતિરૂપ અને અત્યંત મનોહર હતા. ६८ एगचणंमहंभवणंकारैति-अणेगखंभसयसण्णिविटुंलीलट्ठियसालभंजियागंअब्भुग्गय सुकय-वइरवेइया-तोरण-वररइक्सालभंजिया-सुसिलिट्ठ-विसिठ्ठलठ्ठसंठिय-पसत्थ वेरुलिय खंभणाणामणिकणगरयणखचियउज्जलंबहुसमसुविभत्तणिचियरमणिज्जभूमिभागंईहामिय जावभत्तिचित्तं खंभुग्गयवइर-वेइयापरिगयाभिरामं विज्जाहरजमल जुयलजुत्तं पिव अच्चीसहस्समालणीयं रूवगसहस्सकलियं भिसमाणं भिब्भिसमाण चक्खुल्लोयणलेसं सुहफासं