Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય–૧: મેઘકુમાર .
| ૧૭ |
વિમળ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, વિશિષ્ટ સંધિવાળા, પ્રશંસનીય આકારવાળા, સુંદર વિજય કંકણને ધારણ કર્યા. વધુ શું કહેવું? આ રીતે અલંકાર યુક્ત અને વેશભૂષા યુક્ત તે નરેન્દ્ર કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યા. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરાયેલા, બંને બાજુ વીંઝાતા ચાર ચામરના વાળથી સ્પશાયેલા, રાજાનો લોકોએ મંગલકારી જયનાદ કર્યો અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઇશ્વરઐશ્વર્યયુક્ત, તલવર, ૫00 ગામના અધિપતિ જેવા માંડલિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાલ અમાત્ય, સેવક, પીઠમર્દ–મિત્ર, નગરજનો, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત અને સંધિપાલ વગેરેથી વીંટળાયેલા ગ્રહ સમૂહમાં, ઝળહળતા નક્ષત્રો અને તારા-ગણો વચ્ચે ચંદ્રની જેમ શોભતાપ્રિયદર્શની તે રાજા, મહામેઘમાંથી નીકળતા ચંદ્રની જેમ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળા(સભા)માં આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. રાજસભામાં રાણી અને સ્વપ્ન પાઠકોના ભદ્રાસન - २१ तएणं से सेणिए राया अप्पणो अदूरसामंते उत्तरपुरस्थिमे दिसीभागे अट्ठ भदासणाई सेयवत्थपच्चुत्थुयाई सिद्धत्थमंगलोवयास्कयसंतिकम्माइंरयावेइ,रयावेत्ता णाणामणिरयण मंडियं-अहियपेच्छणिज्जरूवं महग्घवरपट्टणुग्गयं सह बहुभत्तिसयचित्तट्ठाणं ईहामियउसभ तुरय-णर-मगर-विहग-वालग-किण्णरुरु-सरभचमर-कुंजर-वणलय-पउमलय-भत्तिचित्तं सुखचिय-वरकणग-पवरपेरंतदेसभागं अभितरियं जवणियं अंछावेइ, अंछावेत्ता अच्छेरगमउयमसूरग-ओत्थइयं धवलवत्थपच्चत्थुयं विसिटुं अंगसुहफासयं सुमउयं धारिणीए देवीए भद्दासणं रयावेइ, रयावेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अटुंगमहाणिमित्तसुत्तत्थपाढए विविह-सत्थकुसले सुविणपाढए सद्दावेह, सद्दावेत्ता एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ પોતાની સમીપે ઈશાન કોણમાં સફેદ વસ્ત્રથી ઢાંકેલા તથા બેસનારના વિન દૂર થાય તે માટે મંગલ ઉપચાર રૂપ સફેદ સરસવ જેના ઉપર મૂકવામાં આવ્યા હતા તેવા આઠ
ભદ્રાસનો મુકાવ્યા અને સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. તે પડદો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી સુશોભિત, અત્યંત દર્શનીય, બહુમૂલ્ય અને શ્રેષ્ઠ નગરમાં નિર્મિત સુકોમળ હતો અને તે પડદો ઈહામૃગ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ જાતિના મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ સેંકડો પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતો. શ્રેષ્ઠ સોનાના તારથી ભરેલો સુશોભિત કિનારીવાળો પડદો સભાના અંદરના ભાગમાં બંધાવ્યો અને તેની અંદરના ભાગમાં ધારિણી દેવી માટે એક ભદ્રાસન મુકાવ્યું. ઓછાડથી આચ્છાદિત અને કોમળ તકિયાથી ઉન્નત આ ભદ્રાસન ઉપર શ્વેત વસ્ત્ર પાથરેલું હતું, તેના ઉપર સુખદાયી સ્પર્શવાળું અને અતિશય કોમળ આસન સ્થાપિત કરાવીને રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! આઠ મહાનિમિત્ત જ્યોતિષ શાસ્ત્રના સૂત્ર-અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્ન પાઠકો(સ્વપ્ન શાસ્ત્રના પંડિતો)ને બોલાવો અને બોલાવીને, શીધ્ર તે કાર્ય થઇ ગયાનું મને સૂચન કરો. २२ तए णं ते कोडुंबियपुरिसा सेणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठ जावहियया करयल-परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु- एवं देवो! तह त्ति आणाए