________________
૧/-/૫/૬૧,૬૨
બહુવચનાંતથી બીજો ભંગ, તે બંનેમાં માયાને બહુવચનાંતથી બીજા બે ભંગ, એમ કુલ ચાર ભંગ થયા. એ રીતે માનના બહુત્વથી-૪. આઠને ક્રોધના બહુત્વથી-આઠ, એમ કુલ ૧૬ ભંગ થતાં ૪-૪-૨૪-૩૨-૧૬-૮૦ થાય.
એકાદિ સમયથી સંખ્યાત સમય સુધીના વધારાવાળી જઘન્યસ્થિતિમાં પૂર્વોક્ત ૮૦ ભંગ આદિ પૂર્વવત્ જાણવું.
હવે અવગાહના દ્વાર કહે છે –
૯૩
• સૂત્ર-૬૩ ઃ
૭ ભગવન્ ! આ રત્નપા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક-એક નકાવાસમાં નૈરયિકોના અવગાહના સ્થાન કેટલા છે? ગૌતમ ! અસંખ્યાત અવગાહના સ્થાનો છે. તે આ - જઘન્ય અવગાહના, પ્રદેશાધિક જઘન્ય અવગાહના, દ્વિદેશાધિક જઘન્ય અવગાહના યાવત્ અસંખ્યાત પ્રદેશાધિક જઘન્યાવગાહના, તેને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના.. - ભગવન્ ! આ રત્નપભા પૃથ્વીના ૩૦ લાખ નકાવાસોમાં એક એક નકાવાસમાં જઘન્યાવગાહનામાં વર્તતો નૈરયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! અહીં ૮૦ ભંગ જાણવા એ પ્રમાણે યાવત્ સંખ્યેયપદેશાધિક જઘન્ય અવગાહના, અસંખ્યય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તદુચિત ઉત્કૃષ્ટ અવગાહના વડે વર્તતા નૈરયિકોના અર્થાત્ તે બંનેના ૨૭ ભંગ જાણવા.
૭ ભગવન્ ! આ રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નકાવાસમાં વસતા નૈરયિકોને કેટલાં શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ શરીર કહ્યા છે વૈક્રિય, તૈજસ, કામણ.
-
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નકવાસમાં વસતા અને વૈક્રિયશરીર નૈરયિક શું ક્રોધ ઉપયુક્ત છે? ગૌતમ ! અહીં ૨૭-ભંગ કહેવા. આ જ ગમ વડે ત્રણ શરીરો કહેવા. - - ∞ ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ વસતા નૈરયિકોના શરીરનું કયું સંઘયણ છે ? ગૌતમ! તેઓને છ માંથી એક પણ સંઘયણ નથી, તેમને શિરો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપિય, અશુભ, અમનોજ્ઞ, અમનોમ છે, તે પુદ્ગલો તેમના શરીર સંઘાતપણે પરિણમે છે.
ભગવન્ ! રત્નપ્રભામાં વસતા અને અસંઘયણી એવા નૈરયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! શરીર બે ભેદ-ભવધારણીય અને ઉત્તરૈક્રિય. જે ભવધારણીય છે. તે કુંડક સંસ્થાનવાળા છે અને જે ઉત્તરવૈક્રિય પણ હુડક સંસ્થાન છે . ભગવન્ ! આ સભામાં ચાવત્ હુંડક સંસ્થાનવાળા નૈયિક શું ક્રોધોપયુક્ત છે ? ગૌતમ ! અહીં ૨૭ ભંગ કહેવા.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની કેટલી વેશ્યાઓ છે ? ગૌતમ ! એક કાપોતલેશ્યા... ભગવન્ ! આ રત્નપ્રભામાં ચાવત્ કાપોતલેશ્યાવાળા ક્રોધોપયુક્ત છે ? - ૨૭ ભંગ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૬૩ :
જેમાં જીવ રહે તે - અવગાહના એટલે શરીર કે શરીરનું આધારભૂત ક્ષેત્ર. તેના જે સ્થાનો - પ્રદેશ વૃદ્ધિ વડે વિભાગો તે અવગાહના સ્થાનો. તેમાં બધાં નાકોમાં જઘન્ય શરીર અંગુલના અસંખ્યય ભાગ માત્ર છે. તે વિવક્ષિત નરક યોગ્ય
જે ઉત્કર્ષાવગાહના તે તત્વાયોગ્યોત્કર્ષિકા અવગાહના. જેમ કે તેરમાં પ્રસ્તટમાં શરીર ૐ ધનુપ્, ત્રણ હાથ, ૬ આંગળ છે... એકથી સંખ્યાત પ્રદેશ અધિક જઘન્ય અવગાહનામાં વર્તતા નૈરયિકો અલ્પ હોવાથી ક્રોધાદિમાં ઉપયુક્ત એક જીવ પણ હોઈ શકે, માટે ૮૦-ભંગ પૂર્વવત્ જાણવા.
୧୪
અસંખ્ય પ્રદેશાધિકવાળી અને તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઘણાં નૈરયિકો હોય છે - x - તેથી ક્રોધમાં બહુવચન અને માનાદિમાં એકવચન, બહુવચન રહે છે તેથી ૨૭-ભંગ થાય.
શંકા - જે જઘન્ય સ્થિતિ, જઘન્યાવગાહનાવાળા છે, તેમને જઘન્ય સ્થિતિકત્વથી ૨૭ ભંગ, જઘન્યાવગાહનામાં ૮૦ કેમ ?
સમાધાન - જઘન્યસ્થિતિવાળાની જઘન્યાવગાહના કાળે તો ૮૦ ભંગ જ હોય. કેમકે જઘન્ય અવગાહના ઉત્પત્તિ કાળે જ હોય, જઘન્યાવગાહનાને ઓળંગી ગયેલ જઘન્ય સ્થિતિક વૈરયિકોને આશ્રીને ૨૭-ભંગ કહ્યા છે.
શરીરદ્વાર - જો કે આ સૂત્રથી વૈક્રિયશરીરમાં ૨૭-ભંગ કહ્યા છે, તો પણ સ્થિતિ અને અવગાહના આશ્રીને જે ભંગો પ્રરૂપ્યા છે, તે તેમજ જાણવા. - x + x - આ રીતે અન્યત્ર પણ જાણવું.
આ ગમ વડે ત્રણે શરીર કહેવા. - વૈક્રિય, તૈજસ, કાર્મણ. ત્રણેમાં ૨૭ ભંગ કહેવા. [શંકા વિગ્રહગતિમાં માત્ર તૈજસ, કાર્મણ બે શરીર જ હોય. તેવા જીવો અલ્પ હોવાથી તેમના ૮૦ ભંગો પણ સંભવે, તે કેમ ન કહ્યા? ૨૭-જ કેમ કહ્યા ? [સમાધાન] સાચું, પણ અહીં વૈક્રિયશરીર સાથે આ બે શરીર લેવાના છે, માટે ૨૭ ભંગ કહ્યા. વળી ત્રણે શરીર એવો અતિદેશ કર્યો, કેમકે ત્રણે શરીના ગમનું અતિ સાદૃશ્ય દેખાડવાનું છે. - - હવે સંહનનદ્વાર જણાવે છે
–
વજ્રવર્ષભનારાય આદિ છ માંથી એક પણ સંઘયણ નથી માટે અસંઘયણી છે. કેમકે - નૈરયિકોને હાડકાં આદિ હોતા નથી અને હાડકાંનો સંચય જ સંહનન કહેવાય. - - ઈચ્છાય નહીં તેવું તે અનિષ્ટ, અનિષ્ટ પણ ક્યારેક સુંદર હોય, માટે કહ્યું અકાંત, અકાંત વસ્તુ પરત્વે પણ કારણે પ્રીતિ થાય, માટે કહ્યું અપ્રિય. તેને અપ્રિય કેમ કહ્યું ? અશુભ સ્વભાવવાળા છે, અશુભત્વ સામાન્ય પણ હોય, તેથી કહે છે – મન દ્વારા શુભપણે ન જણાય તેવું અમનોજ્ઞ અમનોજ્ઞ પણ કદાચ હોય માટે
કહે છે મનોમ - વારંવાર સ્મરણમાં આવવા છતાં પણ મનને ગ્લાનિ આપે. અથવા આ શબ્દો એકાર્યક છે. અત્યંત અનિષ્ટતા દર્શાવવા પ્રયોજ્યા છે. અથવા તેવા જ
પુદ્ગલો છે.
મવારળીય - જેનું પ્રયોજન
હવે સંસ્થાન - જેઓનું કેવું સંસ્થાન છે તે.
-