Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૧/૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સંજ્ઞી-સમનક પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાક, તે હૈમવત-રણયવત હોગમાં ઉત્પન્ન થયેલા યુગલિક, તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. (૮) એ પ્રમાણે મનુષ્યસૂત્ર જાણવું પણ વિશેષ એ - ગર્ભાશયમાં જેમની ઉત્પત્તિ તે ગર્ભવ્યક્રાંતિક-સમૂઈન નહીં. (૯) વાણવ્યંતર દેવ એટલે દેવી નહીં, કેમકે દેવીની સ્થિતિ અર્ધપલ્યોપમની છે. (૧૦) જ્યોતિક દેવોમાં ચંદ્રવિમાનના દેવો છે, સૂર્યાદિ દેવો નહીં, ચંદ્રાદિ દેવી પણ નહીં, કેમકે ચંદ્રવિમાનના દેવોનું જ આયુ સાધિક પચે છે. (૧૧) સૌધર્મકક્ષે દેવ-દેવી બંને લેવા, કેમકે સૌધર્મકો જઘન્યથી પણ પલ્યોપમથી ઓછી સ્થિતિ નથી. આ સ્થિતિ પ્રથમ પ્રતટે જાણવી. (૧૨) સૌધર્મ કહ્યું કેટલાંક દેવોની સ્થિતિ સાગરોપમ છે, ત્યાં દેવીનું ગ્રહણ ન જાણવું, કેમકે તેણીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦-પલ્યોપમ છે. દેવોની સાગરોપમ સ્થિતિ મધ્યમ સ્થિતિ અપેક્ષાએ છે, કેમકે ઉત્કૃષ્ટથી ત્યાં બે સાગરોપમ સ્થિતિ છે. આ મધ્યમ સ્થિતિ સાતમા પ્રતટે છે. (૧૩) ઈશાન કલ્પે જઘન્ય સ્થિતિ સાધિક પલ્યોપમ કહી તે દેવ-દેવી બંનેની જાણવી, કેમકે તે સિવાયની જઘન્ય સ્થિતિ નથી. (૧૪) ઈશાનકો કેટલાક દેવોની સાગરોપમ સ્થિતિ કહી તે દેવોની જ કહેવી, દેવીની નહીં કેમકે દેવીની ઉત્કૃષ્ટ ૫૫-૫૦ છે. (૧૫) જે દેવો સાગર, સુસાગર - x - આદિ નામે છે, આ નામના વિમાનદેવ નિવાસ સ્થાન પામીને - x - જેઓ દેવપણે ઉપજ્યા છે. પણ દેવીપણે નહીં, કેમકે દેવીઓની સાગરોપમ સ્થિતિ સંભવતી નથી. તે દેવોની સાગરોપમ સ્થિતિ છે, આ સર્વ વિમાનો સાતમા પ્રતટે છે. (૧૬) સ્થિતિ અનુસાર દેવોને ઉચ્છવાસાદિ હોય છે. તેથી તેને બતાવે છે – જે દેવોની સ્થિતિ સાગરોપમ છે, તે દેવો અર્ધમાસાંતે આનપ્રાણ લે છે. આ શબ્દોનું જ ક્રમશઃ વ્યાખ્યાન કરતા કહે છે - ઉચ્છવાસ કે નિઃશ્વાસ લે છે. (૧૭) તે જ દેવોને ૧૦૦૦ વર્ષને અંતે આહારનું પ્રયોજન છે એટલે કે આભોગથી આહાર પુદ્ગલોનું ગ્રહણ થાય છે, અનાભોગથી તો વિગ્રહગતિ સિવાય અન્યત્ર દરેક સમયે આહારનું ગ્રહણ થાય છે. કહ્યું છે - જેની જેટલી સ્થિતિ તેને તેટલા પખવાડીએ ઉચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય... (૧૮) જેમની સિદ્ધિ થવાની છે તે ભવસિદ્ધિક જીવોમાંના કેટલાંક, જેઓ એક મનુષ્યભવના ગ્રહણ વડે આઠ પ્રકારે સમૃદ્ધિ પામીને સિદ્ધ થશે, કેવળજ્ઞાનથી તવને જાણશે, કર્મશિથી મુક્ત થશે, કર્મવિકાર સહિત થતાં શીતળ થશે. સમવાય-૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | @ સમવાય-૨ $ – X - X –– • સૂત્ર-૨ : (૧) દંડ ને કહ્યા છે – અર્થદંડ, અનર્થદંડ, (૨) રાશિ બે કહી છે – જીવરાશિ, અજીવરાશિ, (૩) બાંધન બે છે - રાગબંધન, હેષાબંધન. () પૂવ ફાલ્ગની નામના બે તારા છે, ઉત્તરાફાગુની નામના બે તારા છે, પૂવભિાદ્રપદનક્ષત્રના બે તારા છે, ઉત્તરાભાદ્રપદના પણ બે છે. આ રનપભા પૃથ્વીમાં કેટલાંક નૈરયિકની બે પલ્યોપમ સ્થિતિ છે... બીજી પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમ છે. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... અસુકુમારેન્દ્રને વજીને બીજ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમ છે. અસંખ્યાતા વયુિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંના કેટલાકની બે પલ્યોપમ સ્થિતિ છે... અસંખ્યાત વષયુક સંજ્ઞી [પંચેન્દ્રિય ગજ કેટલાક મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમ છે. સૌધર્મકર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમ છે... સૌધર્મકર્ભે કેટલાક કેટલાક દેવોની સ્થિતિ બે સાગરોપમ છે... ઈશાનકલે દેવોની સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... રાનકુમાકર્ભે દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે... મહેકશે દેવોની જદાન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે... જે દેવો શુભ, શુભકાંત, શુભવમાં, શુભગંધ, શુભલેશ્ય, શુભસ્પર્શ, સૌધર્માવલંસક વિમાનમાં દેવપણે ઉપન્યા, તેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે..... તે દેવો બે અર્ધમાસાંતે આન-પાણ એટલે. શ્વાસોચ્છવાસ લે છે... તેમને ર૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો છે જે બે ભવગ્રહણ કરીને સિદ્ધ-બુ-મુકત થશે, પરિનિવણિ પામશે, સર્વ દુઃખનો અંત કરશે. • વિવેચન-૨ : ઉકત બધાં સૂત્રો સુગમ છે. વિશેષ - દંડ, રાશિ, બંધનાર્થ ત્રણ સૂત્ર છે, નક્ષત્રાર્થ ચાર સૂત્રો છે, સ્થિતિ અર્થવાળા ૧૩ સુણો, ઉપવાસ આદિના ત્રણ સુત્રો છે.. તેમાં અર્થથી સ્વ-પર ઉપકાર લક્ષણથી પ્રયોજન વડે જે દંડ-હિંસા તે અર્થદંડ, તેથી વિપરીત તે અનર્થદંડ છે. રનપભામાં બે પલ્યોપમસ્થિતિ ચોથા પ્રતટમાં મધ્યમ છે, બીજીમાં બે સાગરોપમ છઠ્ઠા પ્રતટમાં મધ્યમા છે, અસુરેન્દ્ર વજીને બીજા ભવનવાસીની દેશોન બે પલ્યોપમ સ્થિતિ ઉત્તર તરફના નાગકુમારદિને આશ્રીને જાણવી. • x • અસંખ્યાત વપયુક પંચેન્દ્રિય તિર્યય-મનુષ્યો હરિવર્ષ અને રમ્ય વર્ષના જન્મેલાની બે પલ્યોપમ સ્થિતિ છે. સિમવાય-૨-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120