Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧/૪ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-ન્સર્વ દુઃખાંતકર થશે. • વિવેચન-૪ર : ૧૩મું સ્થાનક છે, તે વ્યક્ત છે. વિશેષ એ - સ્થિતિસૂત્ર પૂર્વે દશ સૂત્રો છે • તેમાં જીવકાર્ય અસંયમ - સુંદર સુવર્ણ બહુમૂલ્ય વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ ગ્રહણ કરવા તે.. પ્રેક્ષામાં અસંયમ તે પ્રેક્ષા અસંયમ, તે સ્થાન અને ઉપકરણાદિનું પ્રત્યુપેક્ષણ ન કરવું કે અવિધિએ પ્રત્યપેક્ષણ કરવું તે.. ઉપેક્ષા અસંયમ એટલે અસંયમના યોગોમાં વ્યાપાર કે સંયમયોગોમાં અવ્યાપાર, અપહત્ય અસંયમ એટલે ઉચ્ચારાદિનું અવિધિએ પરિષ્ઠાપન કરવું તે. અપમાર્જના અસંયમ એટલે પાગાદિની અપમાર્જના કે અવિધિથી પ્રમાર્જના. મન-વચન-કાયા સંબંધી અસંયમ એટલે તેની અકુશલ ઉદીરણા કરવી. અસંયમથી વિપરીત તે સંયમ, કહેવાય છે. વેલંધર, અનુવેલંધર દેવોના આવાસ પર્વતોનું સ્વરૂપ ક્ષેત્રસમાસની આ ગાથા વડે જાણવું. - લવણશિખા ચકવાલથી ૧૦,000 યોજન વિસ્તીર્ણ છે, તથા ૧૬,ooo યોજન ઉંચી અને ૧૦૦૦ યોજન અવગાઢ છે. લવણશિખાની ઉપર દેશોન અર્ધયોજના પ્રમાણ જળ બંને કાળ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અત્યંતર વેળાને ૪૨,૦૦૦ નાગકુમારો અને બાહ્ય વેળાને ૭૨,૦૦૦ નાગકુમારો ધારી રાખે છે. સમુદ્રનું સાણોદક ૬૦,૦૦૦ નાગકુમારો ઘારી રાખે છે. વેલંધર દેવોના આવાસો લવણસમુદ્રની ચારે દિશામાં એક-એક છે. તેના નામ-પૂર્વદિશાના અનુકમથી ગોસ્વંભ, દકભાસ, શંખ, દમસીમા. તેમના અધિપતિ દેવો અનુક્રમે ગૌસ્તુભ, શિવ, શંખ અને મન:શીલ નાગરાજ છે. અનુવલંધર આવાસ પર્વતો લવણસમુદ્રમાં વિદિશામાં એક એક હોવાથી કુલ ચાર છે, તે અનુક્રમે કર્કોટક, વિધુતભ, કૈલાસ અને અરુણપભ છે. તેમના અધિપતિ કર્કોટક, કર્દમ, કૈલાસ અને અરુણપ્રભ નામના નાગરાજ છે. આ સર્વે આવાસ પર્વતો ૪૨,૦૦૦ યોજન લવણસમુદ્રમાં જતાં આવે છે. આ સર્વે પર્વતો ૪૩૦ યોજન અને કોશ ભૂમિમાં છે, ૧૨૧ યોજન ઉંચા છે. ચાર - જંઘાચારણ, વિધાચારણ મુનિઓ તિર્ણ ચકાદિ દ્વીપમાં જવા માટે, તિબિંછિકૂટ ઉત્પાત પર્વતે આવીને મનુષ્ય ક્ષેત્ર પ્રતિ જવાને ગતિ કરે છે, તે પર્વત અહીંથી અસંખ્યાતમા અરુણોદય સમુદ્રમાં દક્ષિણે ૪૨,000 યોજન જતાં છે... રુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદય સમદ્રમાં ઉત્તર દિશાએ તેટલો જ દૂર રહેલો છે. આવીચી મરણ - આ - ચોતરફચી, વીfa - આયુષ્ય દળિયા ખરી જાય તેવી અવસ્થા જે મરણમાં હોય છે. અથવા તfa - વિચ્છેદ, તેનો અભાવ તે વીfa - x- પ્રતિક્ષણે આયુષ્યના દળીયા ખરતા જાય, તે રીતે જે મરણ થાય તે આવીસીમરણ કહેવાય છે. ૩fધ - મર્યાદા, તેનાથી મરણ તે અવધિમરણ. નારકાદિ ભવના કારણપણે કરીને જે આયુકર્મના દળિયા અનુભવીને જે મરે છે, ફરીથી તેને અનુભવીને મરશે, ત્યાં સુધીનું અવધિમરણ કહેવાય, કેમકે તે દ્રવ્યની સાપેક્ષાએ તે જ દ્રવ્યનું ફરીથી ગ્રહણ થાય ત્યાં સુધી જીવનું મરણ થાય તે અવધિ કહેવાય છે. આત્યંતિક મરણ-નાકાદિના આયુકપણે કર્મલિકોને અનુભવીને મરણ પામ્યો, મરીને ફરી તેને જ અનુભવીને મરવાનો નથી આવું જે મરણ છે, તે દ્રવ્યાપેક્ષાથી અત્યંત હોવાથી આત્યંતિક છે. વલાયમરણ - સંયમ યોગથી ભગ્નવત પરિણતીથી વળતાં એવા સાધુઓનું જે મરણ તે વલમ્મરણ કહેવાય. વશાઈમરણ • ઈન્દ્રિય વિષયોની પરતંત્રતા વડે જે બાધિત હોય તે વશાd, તેલવાળા દીવાની કલિકાને જોવાથી પતંગીયુ વશાત છે. અંતઃશલ્ય-મનમાં કોઈ શલ્ય-અપરાધ હોય છે. લા કે ગવદિના કારણે અતિયાર ન આલોચ્યા હોય તેવાનું મરણ. | તિર્યચ, મનુષ્ય સંબંધી કોઈ ભવમાં વર્તતો જંતુ ફરીથી તે જ ભવને યોગ્ય આયુ બાંધીને પછી આયુક્ષયથી મરે તે તદ્ભવમરણ. આ મરણ તિર્યંચ, મનુષ્યને જ હોય, દેવો અને નાકોને નહીં. બાળ-અવિરત, તેમનું મરણ તે બાળમરણ... પંડિત-સર્વવિરત, તેઓનું મરણ તે પંડિતમરણ. બાલપંડિતમરણ - દેશવિરતનું જે મરણ. છાસ્થ-કેવલિમરણ, કેવલી મરણ પ્રસિદ્ધ છે... વેહાયસ-આકાશમાં જે મરણ અર્થાતુ વૃક્ષની શાખાએ લટકીને મરવું તે.. વૃદ્ધ-ગીધ આદિ પક્ષી વડે સ્પર્શ કરાયેલ તે વૃદ્ધસ્કૃષ્ટઅથવા ગીધ આદિને ખાવાલાયક પીઠ, ઉદાદિ તે વૃદ્ધપૃષ્ઠ. કોઈ મહાસવી હાથી કે ઉંટના શરીરમાં પ્રવેશી ગીધ આદિ પાસે પોતાનું ભક્ષણ કરાવે છે આ મરણ છે. ચાવજીવ ભોજનનું પ્રત્યાખ્યાન તે ભક્તપરિજ્ઞા, આ પ્રત્યાખ્યાન પ્રવિધ કે ચતુર્વિધ આહારના ભાગથી થઈ શકે છે. તે નિયમરૂપ સંપતિકર્મ છે... જે અનશનમાં નિયત દેશમાં ફરી શકે તે ઈંગિની મરણ છે, તેવા ઈંગિની મરણમાં ચતુર્વિધ આહારત્યાગ અને શરીરનું નિપ્રતિકર્મ ઈંગિત પ્રદેશમાં જ રહેનારાને હોય... જેમાં પાદપ-વૃક્ષાની જેમ ઉપગમન-રહેવું હોય તે પાદપોપગમન મરણ કહેવાય. જેમ કોઈ વૃક્ષ કોઈ પ્રકારે પડ્યું હોય તે કંઈપણ સમ-વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ રહે તે રીતે. સૂમjપરાય, ઉપશમક કે પક હોય. તે સૂમલોભ કષાયની કિફ્રિકાને વેદનાર પૂજ્ય એવા સાધુ સૂમસપરાય ભાવમાં વર્તતા, તે જ ગુણસ્થાનકમાં રહેલા સમજવા. પણ અતીત-અનાગત સૂક્ષ્મ સંપાય પરિણામવાળા નહીં, તે ૧૨૦માંથી ૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે, બાકીની નહીં કેમકે પૂર્વ-પૂર્વના ગુણસ્થાનકોમાં બંધને આશ્રીને તે પ્રકૃતિ વિચ્છેદ પામી છે. વળી આ ૧૩-માં પણ એક સાતા વેદનીય ઉપશાંત મોહાદિમાં પ્રાપ્ત થાય છે બાકીની ૧૬-નો અહીં જ વિચ્છેદ થાય છે. જે ૧૬નો ઉલ્લેખ સૂત્રમાં છે. સામાન આદિ ૧૭-વિમાનોના નામો છે. સમવાય-૧૦-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120