Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 106
________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪ સહિત કે પ્રભાવ સહિત, પોતાની મેળે શોભે છે કે પ્રકાશે છે, તે સ્વપ્રભાણિ. કેમકે સમરીય - કિરણો સહિત છે તેથી જ મત્સ્નોય - ઉધોત સહિત, બીજી વસ્તુને પ્રકાશ કરવા વડે જે વર્તે તે. પ્રાસાદીય - મનની પ્રસન્નતા કરનારા, દર્શનીય-જોવાલાયક, ચક્ષુ વડે જોતાં શ્રમ ન લાગે તેવા, અભિપ-કમનીય, પ્રતિરૂપ જોનાર. જોનાર પ્રત્યે રમણીય લાગે તેવા. ઇત્યાદિ - ૧૯૩ – જે રીતે અનુકુમારાવાસના સૂત્રમાં તેનું પરિમાણ કહ્યું છે, તે પ્રમાણે નાગકુમારાદિ નિકાયના જે ભવનાદિનું પરિમાણ ઘટે છે, તે તેનું કહેવું. તેનું પરિમાણ ગાથાનુસાર કહેવું. [જે સૂત્ર ૨૩૯, ૨૪૦ના મૂલ સૂત્રાર્થમાં કહેલું છે.] જે રીતે અસુકુમારના ભવનો વર્ણવ્યા, તે પ્રમાણે સર્વેને વર્ણવવા. જેમકે – હે ભગવન્ ! નાગકુમારના આવાસો કેટલા લાખ છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય-૧,૮૦,૦૦૦ યોજન છે. તેના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વર્જીને મધ્યે ૧,૭૮,૦૦૦ યોજનના પોલાણમાં નાગકુમારના ૮૪ લાખ આવાસો છે. તે ભવનો ઇત્યાદિ પૂર્વવત્ કહેવા. - x - ૦ વડવા ાં ભંતે ! પુત્ત્વ આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – મનુષ્યો સંખ્યાતા જ છે, કેમકે ગર્ભજ મનુષ્યો અસંખ્યાતા છે જ નહીં, તેથી તેના સંખ્યાતા જ આવાસો છે અને સંમૂર્ત્તિમ મનુષ્યો અસંખ્યાતા છે, તેથી દરેક શરીરે આવાસથી અસંખ્યાત કહ્યા. ૦ યોવડવા ાં અંતે ખોશિયાળ આદિ સુગમ છે. વિશેષ આ – અભ્યુદ્ગત એટલે ઉત્પન્ન થયેલ અને ઉત્કૃત-પ્રબળપણાથી સર્વ દિશામાં પ્રસરેલી જે પ્રભા એટલે દીપ્તિ, તે વડે શુક્લ એવા વિમાન આવાસો છે, તથા વિવિધ મણિ-ચંદ્રકાંતાદિ અને રત્નકર્કેતનાદિ, તેઓની રચના વિશેષ, તે વડે ચિત્રવંત કે આશ્ચર્યવંત તથા વાતોદ્ભૂતવાયુ વડે કંપાવેલી વિજયને એટલે અભ્યુદયને સૂચવનારી વૈજયંતી પતાકાઓ અથવા વિજય એટલે વૈજયંતીની પાર્શ્વકણિકા કહેવાય, તે જેમાં મુખ્ય છે એવી વૈજયંતી અને તેનાથી રહિત એવી પતાકા. છત્રાતિ છત્ર-ઉપરા ઉપર રહેલા છત્ર, તે વડે યુક્ત આવાસો, તે આવાસો તુંગ-અત્યંત ઉંચા છે, તેથી જ ગગનતલને ઉલ્લંઘન કરનાર જેના શિખર છે, એવા છે – – તથા તેના જાળીયાના મધ્ય ભાગમાં રત્નો રહેલા છે, તે. - ૪ - ભવનની ભીંતોમાં જાળીયાં હોય છે, તે લોકપ્રસિદ્ધ છે. તેની મધ્યે શોભાને માટે રત્નો મૂકેલા હોય એમ સંભવે જ છે, તથા તે આવાસો જાણે પાંજરામાંથી બહાર કાઢેલા હોય એવા લાગે છે, એટલે જેમ કોઈપણ વસ્તુ વાંસ આદિના કરેલા પ્રચ્છાદન વિશેષરૂપ પાંજરામાંથી બહાર કાઢી હોય, તો તે વસ્તુની કાંતિ લેશમાત્ર વિનાશ પામેલી ન હોવાથી અત્યંત શોભે છે, તેમ તે આવાસો શોભે છે. – મણિ અને સુવર્ણ સંબંધી રૂપિકા એટલે શિખર છે જેમના તેવા, દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થાપેલ જે વિકસ્વર શતપત્ર અને ભીંત આદિમાં રહેલા તિલક અને દ્વારના અગ્રભાગમાં રહેલ જે રત્નમય. અર્ધચંદ્ર, તે સર્વ વડે ચિત્રવિચિત્ર, તથા અંદર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ અને બહાર કોમળ છે, તથા તપનીય એટલે સુવર્ણ વિશેષ તેમજ રેતીના પ્રસ્તટ છે. જેમાં એવા અથવા શ્વણ શબ્દને વાલુકાનું વિશેષણ કરવાથી કોમળ સુવર્ણવાલુકાના ૧૯૮ પ્રસ્તટવાળા એમ વ્યાખ્યા કરવી. – તથા જે આવાસો સુખે સ્પર્શવાળા કે શુભ સ્પર્શવાળા છે. તથા સશ્રીકશોભા સહિત છે, રૂપ-આકાર જેના એવા અથવા શોભાવાળા રૂપ એટલે નરયુગલાદિ રૂપકો છે જેમાં તે સશ્રીક રૂપ, તેવા છે, તથા પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપનો અર્થ પૂર્વવત્. ૦ વ્હેવતૃ આદિ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગની ઉપર તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ - ૪ - ૪ - આ સર્વને ઉલ્લંઘન કરીને તારારૂપ એટલે તારાઓ જ સમજવા. તથા ઘણા ઇત્યાદિ. શું? તે કહે છે – દૂર અત્યંત ઓળંગીને ૮૪ લાખ વિમાનો હોય છે, એમ યોજવું. આવા પ્રકારવાળા અથવા જે કારણે આવા છે તે પ્રકારવાળા અથવા તે કારણે સર્વજ્ઞ ભગવંતે કહ્યા છે, તે વિમાનો - ૪ - અર્ચિમાંલિ-સૂર્યની જેમ શોભે છે. – તથા માપ્ત - પ્રકાશનો જે રાશિ, તે ભાસરાશિ અર્થાત્ સૂર્ય, તેના વર્ણ જેવી આભા એટલે કાંતિ છે જેની તે ભાસરાશિવર્ણાભ. અરવ - સ્વાભાવિક રજ રહિત હોવાથી અરજ, નીચ - આગંતુક રજરહિત હોવાથી નીજ. નિમ્મત્ત - કર્કશ મલના અભાવે નિર્મલ. ચોતસ્કથી દૂર કરવા લાયક અંધકારરહિત હોવાથી વિતિમિર તથા સ્વાભાવિક અંધાકાર રહિતતાથી કે સમગ્ર દોષ રહિતતાથી વિશુદ્ધ તથા સર્વ રત્નમય છે, પણ કાષ્ઠાદિ દલવાળા નથી. – તથા આકાશ-સ્ફટિક જેવા સ્વચ્છ છે, સૂક્ષ્મ સ્કંધમય હોવાથી શ્લક્ષ્ય છે, કઠણ સરાણ વડે પત્થરની પ્રતિમાની જેમ ઘસેલા છે, કોમળ સરાણ વડે પત્થર પ્રતિમાની જેમ મઠારેલા છે, કલંક રહિતતાથી કે કાદવ વિશેષના અભાવથી નિષ્પક છે. નિષ્કંટક એટલે કવચરહિત, આવરણ રહિત, ઉપઘાત રહિત દીપ્તિ છે જેની તે નિષ્કંટકછાય છે. પ્રભાવાળા, સમરીચ-કિરણોવાળા, ઉધોત સહિત એટલે બીજી વસ્તુને પ્રકાશ કરનારા. પ્રાસાદીય આદિ પૂર્વવત્. ૦ હે ભગવંત ! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનો કહ્યા છે ? હે ગૌતમ ! ૩૨-લાખ વિમાનો છે. એ પ્રમાણે ઈશાનાદિ કલ્પમાં જાણવા. તે ગાથા વડે જાણવું. [મૂળ સૂત્ર કમ-૨૪૨ થી ૨૪૪નો અનુવાદ જોવો. પ્રત્યેક કલ્પમાં ભિન્ન પરિણામવાળા વિમાનાવાસો કહેવા, તેનું વર્ણન કહેવું. તે ાં વિમાળા થી પુરવા સુધી વર્ણન કહેવું. તેમાં વિશેષ એ કે – તેના આલાવાનો ભેદ આ પ્રમાણે કહેવો. હે ભગવન્ ! ઈશાનકો કેટલા લાખ વિમાનાવાસો છે ? હે ગૌતમ ! ૨૮લાખ વિમાનાવાસો છે, ઇત્યાદિ - ૪ - તે વિમાનો યાવત્ પ્રતિરૂપ છે, આ સર્વે પૂર્વોક્ત ગાથાનુસાર અને પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદને અનુસારે કહેવું. - - હવે નાકાદિની સ્થિતિ કહે છે =

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120