Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 110
________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાની અસંખ્યાતમાં ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીને જાણે ભાવથી - જઘન્યથી દરેક દ્રવ્યના ચાર વર્ણાદિને અને ઉત્કર્ષથી એકૈક દ્રવ્યના અસંખ્ય વર્ણાદિને, સર્વ દ્રવ્યાપેક્ષાએ અનંત વર્ણાદિ જાણે. ૨૦૫ ૦ અવધિનું સંસ્થાન-નાકીનું અવધિ ત્રાપા આકારે, ભવનપતિનું પલ્યાકારે, વ્યંતરોનું પડહ આકારે, જ્યોતિષ્ણે ઝાલર આકારે, કલ્પોપપન્ન દેવોને મૃદંગાકારે, ત્રૈવેયક દેવોને પુષ્પોથી ભરેલી શગ ચડાવેલી સંગેરીના આકારે, અનુત્તર દેવોને કન્યાના ચોલક આકારે એટલે લોકનાળીના આકારે, મનુષ્ય-તિર્થયોને વિવિધાકારે હોય છે. ૦ આન્વંતર - અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની અંદર કયા જીવો હોય છે ? તે કહેવું. જેમકે નાકી, દેવ, તીર્થંકરો અવધિના ક્ષેત્રની અંદર હોય છે... . બાહ્ય - અવધિ ક્ષેત્રની બહાર કયા જીવો હોય છે ? તેમાં શેષ જીવો બાહ્ય અને અત્યંતર અવધિવાળા હોય છે. ૦ દેશાવધિ - અવધિ વડે પ્રકાશ્ય વસ્તુના એક દેશને પ્રકાશ કરનાર અવધિ, તેવું અવધિ કોને છે તે કહેવું. તેવા અવધિથી વિપરીત તે સર્વાધિ કહેવાય છે. મનુષ્યોને બંને પ્રકારનું અવધિ હોય છે. બીજા સર્વેને દેશાવધિ એક જ હોય. સર્વવધિ કેવલજ્ઞાન સમીપે જ થાય. ૦ અવધિની હાનિ અને વૃદ્ધિ કહેવી. - ૪ - તિર્યંચ અને મનુષ્યને વર્ધમાન, હીયમાન બંને અવધિ હોય છે. નારકી-દેવને તો અવસ્થિત જ હોય છે. તેમાં અંગુલના અસંખ્યાતમાં ભાગાદિને પ્રથમ જોઈને પછી વધુ-વધુ જોવે તે વધતુ કહેવાય, વિપરીત તે ઘટતું કહેવાય. ૦ પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિ છે. ઉત્કર્ષથી સમગ્ર લોકને જાણે તેટલું હોય તે પ્રતિપાતિ હોઈ શકે છે, તેથી અધિક દેખે તે અપ્રતિપાતિ કહેવાય છે. તેમાં ભવપ્રત્યય અવધિ ભવ પૂરો થતાં સુધી ન પડે. ક્ષાયોપશમિક અવધિ બંને પ્રકારે હોય. - તે દેખાડે છે - • સૂત્ર-૨૪૭ થી ૨૫૧ : [૨૪] હે ભગવન્ ! અવધિજ્ઞાન કેટલા ભેદે છે? હે ગૌતમ ! બે ભેદ - ભવપત્યયિક, ક્ષારોપશમિક. એ પ્રમાણે સર્વ ઔહિપદ કહેવું. [૪૮] શીત, દ્રવ્ય, શરીરસંબંધી, સાતાવેદના, દુઃખ, આષ્ટુપગમ, ઔપક્રમિક, નિયા, અનિયા [આટલા પ્રકારે વેદના છે.] [૪૯] હે ભગવન્ ! નૈરયિકો શીતવેદના વેદે કે ઉષ્ણવેદના કે શીતોષ્ણ વેદના વેદે ? હે ગૌતમ ! નૈરયિકો સર્વ વેદનાપદ કહેવું. • હે ભગવન્ ! વેશ્યાઓ કેટલી છે? હે ગૌતમ ! લેશ્યાઓ છ છે. તે કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ્, પા, શુકલ, વેશ્યાપદ કહેવું. [૫૦] અનંતર આહાર, આહારની આભોગતા - અનાભોગતા, યુદ્ગલોને આ ૨૦૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન જાણે, અધ્યવસાન અને સમ્યક્ત્વ એટલા દ્વારો કહેવા. [૨૫] હે ભગવન્ ! નૈયિકો અનંતર આહારવાળા, ત્યારપછી શરીરની નિવૃત્તિ, પછી પદાન, પછી પરિણામતા, પછી પરિચારણતા, પછી વિપુર્વણતા છે ? હૈ ગૌતમ ! હા, આ પ્રમાણે આહાર પદ કહેવું. • વિવેચન-૨૪૭ થી ૨૫૧ : [૨૪૭] ઋષિ આદિ. આ અવસરે પ્રજ્ઞાપનાનું પદ-૩૩ સંપૂર્ણ કહેવું. હમણાં જીવના પર્યાયરૂપ ક્ષાયોપશમિક ઉપયોગ વિશેષ કહ્યો. હવે વેદનાના સ્વરૂપવાળો તે જ ઔદયિક ઉપયોગ કહે છે – [૨૪૮,૨૪૯] શીત ઇત્યાદિ દ્વાર ગાયા છે. તેમાં = શબ્દથી નહીં કહેલાનો પણ સંગ્રહ કરવો. વેદના ત્રણ પ્રકારે – શીત, ઉષ્ણ, શીતોષ્ણ. તેમાં નારકો શીત અને ઉષ્ણ વેદના વેદે છે. શેષ જીવો ત્રણે વેદે છે. દ્રવ્ય-ઉપલક્ષણથી દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારની વેદના લેવી. તેમાં પુદ્ગલ દ્રવ્યના સંબંધી દ્રવ્ય વેદના, નકાદિ ઉત્પત્તિ ક્ષેત્રના સંબંધથી ક્ષેત્ર વેદના, નારકાદિ આયુરૂપકાળના સંબંધથી થાય તે કાળ વેદના. વેદનીયકર્મના ઉદયથી તે ભાવ વેદના છે. નૈરયિકથી વૈમાનિકો પર્યન્ત જીવો ચારે પ્રકારની વેદના વેદે છે. શારીર૰ - વેદના ૩-ભેદે-શારીરિક, માનસિક અને શરીર-માનસિક. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર શારીરિક વેદના વેદે છે. શાતા - વેદના ત્રણ પ્રકારે – શાતા, અશાતા, શાતાશાતા. સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે... વેદના ૩-ભેદે-સુખ, દુઃખ, સુખદુઃખ. તેમાં સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. - ક્રમે કરીને ઉદયને અહીં સાત-અસાત, સુખ-દુઃખનો વિશેષ આ પ્રમાણે પામેલા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સાત અસાત કહેવાય. બીજાએ ઉદિરાતા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સુખ-દુઃખ કહેવાય છે. વેદના બે પ્રકારે - આભ્યપગમિકી, ઔપક્રમિકી. તેમાં જીવો પહેલી વેદનાને પોતે જ સ્વીકારીને વેદે તે. જેમકે સાધુઓ કેશલોચ અને બ્રહ્મચર્યાદિથી વેદે છે. બીજી સ્વયમેવ ઉદયમાં આવેલા કે ઉદીરણા વડે ઉદયમાં લાવેલા વેદનીય કર્મોનો અનુભવ કરવો તે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો બંને પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર ઔપક્રમિકી વેદનાને વેદે છે. વેદના બે પ્રકારે - નિયા એટલે જાણીને, અનિદયા એટલે અજાણપણે. તેમાં સંજ્ઞી જીવોને બંને પ્રકારે વેદના હોય છે અને અસંજ્ઞીને એકલી અનીદયા વેદના છે... આ હારોના વિવરણ માટે નેફવાળું સૂત્ર કહ્યું. અહીં પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદના પદ કહેવું. વેદના કહી. તે લેશ્યાવાળાને હોય, માટે લેશ્યાને કહે છે - ફળ અંતે આદિ. આ સ્થાને પ્રજ્ઞાપનાનું વેશ્યાપદ - ૪ - કહેવું.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120