Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૦ ૧૬૫ બદલે સમય છે તે યુકત છે, સમવાયને તે સમવાય અર્થાત્ સમ્યક્ પરિચ્છેદ [જાણવું], તેના હેતુરૂપ આ ગ્રંથ પણ ‘સમવાય’ છે. કહે છે - સમવાય વડે કે સમવાયમાં સ્વ સમય સૂચવાય છે આદિ સુગમ છે. સમવાય વડે કે સમવાયમાં એક, બે, ત્રણ, ચાર આદિ ૧oo સુધી કે કોટાકોટિ પર્યન્તના કેટલાંક પદાર્થો છે. એક એવો તે અર્થ તે એકાઈ છે. એટલે કે કેટલાંક પદાર્થો, સર્વ પદાર્થો કહી ન શકાય તેવી કેટલાક જીવાદિ પદાર્થોની, એક અધિક જેમાં હોય તે એકોરિકા કહેવાય છે. - x - પરિવૃદ્ધિ આ સમવાય વડે કહેવાય છે, એમ સંબંધ કરવો. તેમાં વૃદ્ધિ જે તે સંખ્યાની જાણવી. અહીં શબ્દનો અન્યત્ર સંબંધ હોવાથી એકોકિા , અનેકોરિકા એમ જાણવું. તેમાં ૧૦૦ સુધી એકોતરિકા વૃદ્ધિ, પછી અનેકોરિકા વૃદ્ધિ છે. તથા દ્વાદશાંગીરૂપ ગણિપિટકનું પર્યાવનું પરિમાણ - અભિધેયાદિક તેના ધર્મની સંખ્યા જેમકે “પરિતામસ” આદિ. પર્યવ શબ્દને બદલે પલ્લવ શબ્દ પ્રાકૃતથી છે. જેમ પર્યકને બદલે પચંક કહે છે તેમ, અથવા પલ્લવ એટલે અવયવ, તેનું પ્રમાણ સમ્યક્ રીતે પ્રતિપાદન કરાય છે. આ પૂર્વે કહેલા અર્થનો જ વિસ્તાર કરતા કહે છે - સ્થાનક શતક એટલે એકથી આરંભીને ૧૦૦ સુધીની સંખ્યાના સ્થાનોનું અર્થાત્ તે સંખ્યા વડે વિશેષિત કરેલા જીવાદિ પદાર્થોનું પરિમાણ કહેવાય છે. આચારાદિના ભેદ વડે બાર પ્રકારનો વિસ્તાર છે જેનો તે દ્વાદશવિધ વિસ્તારવાળું શ્રુતજ્ઞાન-જિનપ્રવચન, કેવું ? જગતના જીવને હિતકારક તથા ભગવાન-શ્રુતના અતિશયવાળું, સંક્ષેપથી સમાચાર એટલે દરેક સ્થાને અને દરેક અંગે વિવિધ પ્રકારને કહેનાર વ્યવહાર સંક્ષેપથી કહેવાય છે. ( ધે આ સમાચાર કહ્યા પછી જે કહ્યું છે, તે કહેવાને માટે કહે છે - તે જ સમવાયમાં એમ સંબંધ જાણવો, જેના વિવિધ પ્રકારો છે તે નાનાવિધ પ્રકારવાળા, તે આ રીતે - એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારના જીવો છે, તે દરેક પણ પયપ્તિ, અપર્યાપ્તાદિ ભેદે નાનાવિધ છે. જીવ અને જીવ વિસ્તારથી એટલે મોટા વયનની રચના કરીને વર્ણવ્યા છે. તથા બીજા પણ ઘણા પ્રકારના વિશેષો એટલે જીવ-જીવના ધર્મો વર્ણવ્યા છે, એમ સંબંધ કરવો. તે ધર્મોને જ લેશથી કહે છે તેમાં નિવાસ અને નિવાસવાળાનો અભેદ ઉપચાર હોવાથી નરક એટલે નારકી લેવા. પછી નાસ્કી, તિર્યચ, મનુષ્ય, દેવસમૂહ સંબંધી આહારદિ વર્ણવ્યા છે. તેમાં આહાર-ઓજાહારાદિ. તે આભોગ, અનાભોગથી થયેલ આહાર અનેક ભેદે છે.. ઉચ્છવાસ-અણુ, સમય આદિ કાળના ભેદથી અનેક પ્રકારવાળો.. લેશ્યા-કૃણલેશ્યાદિ છ ભેદ.. આવાસ સંખ્યા - જેમકે નરકાવાસ ૮૪-લાખ છે ઇત્યાદિ.. આયતપમાણ - લંબાઈનું પ્રમાણ, તે પણ આવાસનું જ હોય છે, જેમકે સંગાતા, અસંખ્યાતા યોજનની લંબાઈ, ઉપલક્ષણથી વિકુંભ, બાહલ્ય, પરિધિનું પ્રમાણ પણ અન્યત્ર જાણવું. ૧૬૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉપપાત - એક સમયે આટલા જીવોની કે આટલા કાળના આંતરે જીવોની ઉત્પત્તિ થવી તે.. ચ્યવન - એક સમયે આટલા જીવો મરે અથવા આટલા કાળે મરે તે.. અવગાહના - ગુલના અસંખ્યય ભાગાદિ જેટલું શરીરનું પ્રમાણ હોય છે, અવધિ-અંગુલનું અસંખ્યય ભાગ ક્ષેત્ર જાણવું. - વેદના-શુભાશુભ સ્વભાવવાળી.. વિધાન-ભેદ, જેમકે સાત પ્રકાસ્ના નાથ્વી જીવો છે આદિ.. ઉપયોગ- અભિનિબોધિકાદિ બાર પ્રકારે.. યોગ-૧૫ ભેદે.. ઈન્દ્રિયોપાંચ, અથવા દ્રવ્યાદિ ભેદે વીશ, અથવા શ્રોત્રાદિના છિદ્રાદિની અપેક્ષાએ આઠ.. કપાય-ક્રોધાદિ, પછી આહાર, ઉચ્છવાસાદિનો હૃદ્ધ સમાસ કરવો ઇત્યાદિ * * * વિવિધ પ્રકારે જીવોની યોનિ-સચિત્તાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન તથા વિડંભ, ઉસેધ, પરિધિનું પ્રમાણ. તેમાં વિલકંભ-વિસ્તાર, ઉજોધ-ઉંચાઈ, પરિશ્ય-પરિધિ અને વિધિ એટલે ભેદો. જેમકે જંબૂદ્વીપીય, ધાતકી ખંડીય, પૌકાર્બિક એવા ભેદથી મેરુ પર્વત ત્રણ પ્રકારે છે. વિધિ વિશેષ એટલે જંબૂદ્વીપીય મેર લાખ યોજન ઉંચો છે, બાકીના મેર ૮૫,ooo યોજન ઉંચા છે. એ રીતે અન્ય પર્વતો વિશે પણ ભાવના કરવી. તથા કુલકર, તીર્થકર, ગણધર તથા સમસ્ત ભરતાધિપતિ - ચકવર્તીઓ, ચક્રધર-વાસુદેવ, હલધર-મ્બળદેવ, તે સર્વેના વિધિ વિશેષ કહેવાય છે. તથા વર્ષ - ભરતાદિ ફોગોનો નિકfમ - પૂર્વથી પછીનાનું આધિય. આ બધું ચોથા અંગ “સમવાય”માં વર્ણવ્યું છે, એમ સંબંધ કરવો. હવે તેનો નિગમન કહે છે - આ પૂર્વોક્ત પદાર્થો તથા બીજા ઘનવાત, તનુવાત આદિ પદાર્થો આવા પ્રકારના આ સમવાયમાં વિસ્તારથી આશ્રય કરાય છે, અવિપરિત સ્વરૂપ અને ગણોથી શોભિત આ પદાર્થો બદ્ધિ વડે અંગીકાર કરાય છે અથવા ખોટી પ્રરૂપણા થકી સાચી પ્રરૂપણામાં સ્થાપન કરાય છે. * * * • સૂત્ર-૨૨૧ : તે વ્યાખ્યા વ્યિાખ્યાજ્ઞિતિ-ભગવતી] શું છે ? વ્યાખ્યા માં વસમય કહેવાય છે, પરસમય કહેવાય છે, સમય-સમય કહે છે. [એ રીતે જીવઅજીવ-જીવાજીવ કહેવાય છે. લોકઅલોક-લોકાલોક કહેવાય છે. વ્યાખ્યા વડે વિવિધ દેવ, નરેન્દ્ર, રાજર્ષિઓના પૂછેલા વિવિધ સંશયો (અને તેના ઉત્તરો] કહેવાય છે. જિનેશ્વરે વિસ્તારથી કહેલા દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર-કાળ-પાયયિ-પ્રદેશપરિમાણ-યાતિભાવ-નિગમ-નિક્ષેપન્નય-પ્રમાણમ્યુનિપુણ ઉપકમ વિવિધ પ્રકારે જેઓએ પ્રગટ દેખાયો છે એવા, લોકાલોકને પ્રકાશનારા, મોય સંસાર સમુદ્રને ઉતારવામાં સમર્થ, ઈન્દ્રોએ પૂજેલા, ભવ્યજનરૂપી પ્રજાના હદયને આનંદ આપનારા, તમારજનો નાશ કરનારા, સુદષ્ટ દીપરૂપ ઈહામતિ-બુદ્ધિને વૃદ્ધિ કરનાર એવા અર્જુન ૩૬,ooo વ્યાકરણોને પ્રકાશ-કરનારા ઘણાં પ્રકારના સૂત્ર-અર્થ તેના શિષ્યોના હિતને માટે ગુણમહાઈ છે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120