Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 101
________________ પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨ ૧૮૩ કરીને પ્રજ્ઞાપના કરી છે. તેના પદોનું પરિમાણ એક કરોડ છે. (૨) રાગેણીય પૂર્વ - તેમાં સર્વ દ્રવ્યો, પર્યાયો તથા જીવવિશેષોનું અગ્રપરિમાણ વણવાય છે, તેથી તે અગ્રણીય કહેવાય છે. તેનું પદ પરિમાણ ૯૬-લાખ પદનું છે. (3) વીર્યપવાદ પૂર્વ - તેમાં કર્મસહિત અને કર્મરહિત એવા જીવ અને અજીવનું વીર્ય કહેલું છે. તેનું ૩૦ લાખ પદનું પ્રમાણ છે. (૪) અસ્તિનાસ્તિપવાદ પૂર્વ- લોકમાં જે પદાર્થ જે પ્રકારે છે અથવા જે પ્રકારે નથી, અથવા સ્યાદ્વાદ અભિપ્રાયથી તે જ વસ્તુ છે અથવા નથી, એ પ્રમાણે જે કહે છે તે. ૬૦ લાખ પદનું પરિમાણ છે. (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ • મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનના ભેદની પ્રરૂપણા કરી છે. તેનું પદ પરિણામ ૯૯, ૯, ૯૯ પદો છે. (૬) સત્યપ્રવાદ પૂર્વ - સત્ય એટલે સંયમ કે સત્ય વચન, તે ભેદ અને પ્રતિપક્ષ સહિત વર્ણવેલ છે. પરિમાણ ૧ કરોડ, ૬-પદ. () આત્મપ્રવાદ પૂર્વ-નયોને દેખાડવાપૂર્વક અનેક પ્રકારે આત્માનું વર્ણના કરેલ છે, તે. પદપરિમાણ ૨૬-કરોડ પદ છે. | (૮) કર્મપ્રવાદ પૂર્વ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશાદિ ભેદો વડે અને બીજા ઉત્તરોત્તર ભેદો વડે વર્ણવાયેલ છે, તે કર્મપ્રવાદ. તેનું પરિમાણ ૧-કરોડ, ૮૦,000 છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ - સર્વે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વર્ણન કરાયેલ છે. તેનું પરિમાણ ૮૪-લાખ પદ છે. (૧૦) વિધાનપ્રવાદ પૂર્વ - વિધાના અનેક અતિશયો વર્ણવ્યા છે. તેનું પરિમાણ એક કરોડ, દશ લાખ પદનું છે. (૧૧) અવંધ્ય પૂર્વ - વંધ્ય એટલે નિષ્ફળ અને ન વંધ્ય તે અવંધ્ય એટલે સફળ. કેમકે તેમાં જ્ઞાન, તપ, સંયમ, યોગને શુભ ફળ વડે સ-ફળ વર્ણવાય છે અને પ્રમાદાદિ સર્વે પ્રશસ્ત અશુભ ફળવાળા વર્ણવાય છે, તેનું પરિમાણ ૨૬-કરોડ પદ છે. (૧૨) પ્રાણાયુ પૂર્વ તેમાં આયુ અને પ્રાણનું વિધાન સર્વ ભેદ સહિત તથા બીજા પ્રાણોનું વર્ણન છે. પદ પરિમાણ ૧,૫૬,૦૦,૦૦૦. (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ - કાયિકી આદિ ક્રિયા ભેદ સહિતસંયમ ક્રિયા, છંદ ક્રિયા અને વિધાન વર્ણન. પરિમાણ ૯ કરોડ પદ છે. (૧૪) લોક બિંદુસાર પૂર્વ - આ લોકમાં કે શ્રુતલોકમાં અક્ષરને માથે બિંદુની જેમ સારભૂત છે, તેથી સર્વ અક્ષરોના સન્નિપાત વડે પ્રતિષ્ઠિત હોવાથી લોકબિંદુસાર, તેનું પ્રમાણ સાડાબાર કરોડ પદ. 1 ઉત્પાદ પૂર્વ આદિ સુગમ છે. વિશેષ એ કે- નિયમિત અર્થનો અધિકાર જેમાં પ્રતિબદ્ધ હોય એવો અધ્યયનની જેવો જે ગ્રંથ તે વસ્તુ કહેવાય. ચૂડાના જેવી ચૂડા ૧૮૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એટલે કે અહીં દષ્ટિવાદમાં પસ્કિર્મ, સૂત્ર, પૂર્વગત અને અનુયોગ વડે કહેલા અને નહીં કહેલા અર્થનો સંગ્રહ કરનારી જે ગ્રંથ પદ્ધતિ તે ચૂડા છે - તે આ પૂર્વગત. અનુરૂપ કે અનુકૂલ એવો જે યોગ તે અનુયોગ. એટલે અભિધેય સાથે સૂત્રનો અનુરૂપ સંબંધ. અનુયોગ બે પ્રકારે છે. તે આ - મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ.. અહીં ધર્મ રચવા થકી તીર્થકરો જ મૂળ છે, તેમને સૌ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ વિષયવાળો જે અનુયોગ તે મૂલ પ્રથમાનુયોગ. તે સૂગ સુગમ છે. એક સરખી વક્તવ્યતા અર્થવાળા અધિકાને અનુસરતી વાક્યની પદ્ધતિ તે “ગંડિકા”. તેનો જે અનુયોગ - અર્થ કહેવાનો વિધિ તે ગંડિકાનુયોગ. તેમાં કુલકર ગંડિકામાં વિમનલવાહનાદિ કલકરોના પૂર્વજન્માદિ કહેવાય છે. એ પ્રમાણે બાકીની ગંડિકામાં નામ પ્રમાણે અર્થ જાણવો. વિશેષ એ કે - સમુદ્રવિજયથી વસુદેવ પર્યન્ત દશ દશાહ જાણવા. સિગા એટલે અનેક અર્થવાળી. અંતરે એટલે ઋષભ અને અજિતને આંતરે, ગંડિકા એટલે એકવક્તવ્યતા અથિિધકાર. પછી ચિત્ર એવી અંતગંડિકા તે ચિત્રાંતમંડિકા. અર્થાત્ ઋષભ, અજિત તીર્થકરના આંતરામાં તેમની વંશજ રાજાઓને બીજી ગતિમાં ગમાનના અભાવે મગ મોક્ષગતિ અને અનુતરોપાતિકતાને કહેનારી ચિત્રાંતર ચંડિકા છે. તે ગંડિકા-૧૪ લાખ રાજા નિરંતર સિદ્ધ થાય પછી એક રાજા સર્વાર્થસિદ્ધ જાય. એ પ્રમાણે એક એક સ્થાનમાં અસંખ્યાતા પુરુષ યુગ થાય છે. ઇત્યાદિ નંદીસૂત્રની ટીકાથી જાણી લેવા. - ૪ - શેષ સૂત્ર નિગમન પર્યન સુગમ છે. વિશેષ એ કે - સંગાતી એટલે ૨૫ વસ્તુ છે. સંખ્યાતી એટલે ૩૪-ચૂલિકા વસ્તુ છે. હવે દ્વાદશાંગમાં વિરાધના નિપજ્ઞ શૈકાલિક ફળ દશવિ છે– • સૂત્ર-૨૩૩ - આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞા વિરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીમાં પરિભ્રમણ કરેલ છે. આ દ્વાદશાંગ ગણિપિટકના આજ્ઞા વિરાધીને વર્તમાનકાળે ચાતુરંત સંસારાટલીમાં ભ્રમણ કરે છે. દ્વાદશાંગી ગણિપિટકની આજ્ઞા આરાધીને ભાવિ કાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવીમાં ભ્રમણ કરશે. આ દ્વાદશાંગ ગમિપિટકની આજ્ઞા આરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીને ઓળંગી છે, એ રીતે વર્તમાનકાળ અને ભાવિકાળમાં પણ કહેવું... આ દ્વાદશાંગ ગણિપિટક કદાપિ નહતું એમ નથી, કદાપિ નથી એમ નહીં, કદાપિ નહીં હોય તેમ પણ નહીં. પરંતુ હતું, છે અને હશે... વળી તે અચલ, ધવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. - જેમકે - પાંચ અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, કદાપિ નથી એમ નહીં અને કદાપિ નહીં હોય એમ પણ નહીં પણ હતા - છે અને હશે. વળી તે અચલ, યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે, તેમજ દ્વાદશાંગ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120