Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૧ ૧ર સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે, તથા ધૃતિ - મનની સ્વસ્થતાના સ્વામી તે ધૃતિ ધનિકો, સંયમમાં અવશ્ય થનારો ઉત્સાહ-પરાક્રમ જેમનો તે “સંયમોત્સાહ નિશ્ચિત” છે. - X - X - તેઓ “જિત પરીષહકષાય સૈન્ય ધૃતિ ધનિક સંયમોત્સાહ નિશ્ચિતાનાં" થયા. જેઓએ જ્ઞાન-દર્શન-ચારિત્રના યોગો આરાધ્યા હોય તેઓ, તથા મિથ્યાદર્શનાદિ શલ્યરહિત અને અતિયાર રહિત એવો જે મુક્તિનો માર્ગ, તેની સન્મુખ જે થયેલા હોય તેઓ - X - X - “આરાધિત જ્ઞાનદર્શન યાત્રિ યોગ નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માર્ગઅભિમુખાનાં” કહેવાય. તેમને શું થાય ? સુરભવન-દેવતાપણે ઉત્પન્ન થઈને અનુપમ વૈમાનિક સુખો મળે, તે જ્ઞાતાધર્મકથામાં કહેવાય છે. અહીં પવન શબ્દથી ભવનપતિના ભવનો કહ્યા નથી, કેમકે અવિરાધિત સંયમી સાધુનો આ પ્રસ્તાવ છે, તેઓ ભવનપતિમાં ઉત્પન્ન ન થાય. તથા ચિરકાળ સુધી મનોહર શબ્દાદિ ભોગો ભોગવીને, કેવા ભોગો ? દિવ્ય-સ્વર્ગમાં થયેલા, મહાહનું - આત્યંતિક પ્રશસ્તપણે પૂજવાલાયક એવા, પછી દેવલોકથી કાળક્રમે વેલા તથા વળી લબ્ધ સિદ્ધિ મામનુષ્યગતિમાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગને પામેલા છે. તેઓની જે પ્રકારે અંતક્રિયા-મોક્ષ થાય છે, તે પ્રકારે અહીં કહ્યું છે. તથા ચલિત એટલે કોઈ કર્મવશથી પરીષહાદિમાં ધીરજ ન રહેતા સંયમ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલને દેવ અને મનુષ્ય સંબંધી જે ધીરપણું ઉત્પન્ન કરનારા કારણોજ્ઞાતો, તે આ અંગમાં કહેવાય છે. અહીં ભાવાર્થ આ છે - જેમ આર્ય અષાઢને દેવે સ્થિર કર્યા અથવા મેઘકુમાને ભગવંતે, શૈલકાચાર્યને પંથક સાધુએ સ્થિર કર્યા, તેમ સ્થિર [ધીર] કરવાના કારણો આ અંગમાં કહેવાય છે. તે કારણો કેવા છે ? ધન - માર્ગભરને માર્ગમાં સ્થાપવા, અનુશાસન - દુષ્ટ સ્થિતિવાળાને સારી સ્થિતિનું સંપાદન કરવું. અથવા વધન - આમંત્રણ, તે પૂર્વક અનુશાસન, તે બોધનાનુશાસન, સંયમની આરાધનામાં ગુણ છે અને અન્યમાં દોષ છે. એ પ્રમાણેના દર્શન-વાક્યો આ અંગમાં કહેવાય છે, એમ સંબંધ કરવો. તથા દેહાંતોને-જ્ઞાતોને અને પ્રત્યયોને એટલે બોધિ કારણભૂત વાક્યોને સાંભળીને લૌકિક મુનિ શુકપરિવ્રાજક આદિ જે પ્રકારે જરા-મરણને નાશ કરનારા જિનેશ્વરના શાસનમાં સ્થિરતાને પામ્યા, તે પ્રકારે આ અંગમાં કહેવાય છે. - તેથી જ લૌકિક મુનિઓ અને સંયમથી ચલિત સાધુ જિતવચનને પામીને ફરીથી સંયમનું પાલન કરીને દેવલોકમાં જઈને પછી ત્યાંથી પાછા આવીને જે પ્રકારે સદાકાળ રહેનાર, બાધારહિત એવા સર્વ દુ:ખના મોક્ષને એટલે નિર્વાણને પામે છે, તે સર્વે આ અંગમાં કહેવાય છે. આ ઉપર કહ્યા છે અને બીજા પણ એવા લઈને, અહીં મારી શબ્દનો પ્રકાર ‘અર્થ’ હોવાથી એવા પ્રકારના અર્યો એટલે પદાર્થો વિસ્તાર વડે અને ૨ શબ્દ છે તેથી કોઈ સ્થાને કોઈ પદાર્થો સંક્ષેપથી અહીં કહેવાય છે. શેષ સૂગ સમાપ્તિ પર્યન્ત સુગમ છે. વિશેષ એ કે – પહેલાં શ્રુતસ્કંધમાં ૧૯અધ્યયનો છે, બીજા શ્રુતસ્કંધમાં ૧૦-અધ્યયનો છે. તથા રસ ધમhહા થT તેનો ભાવાર્થ આ છે - અહીં ૧૯-જ્ઞાતીના અધ્યયનો છે. કેમકે દાનિcક અર્થને જણાવનાર રૂપ જે જ્ઞાત, તેમાં તેનું પ્રતિપાદન કરેલું છે, તે પહેલો શ્રુતસ્કંધ છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા આદિ લક્ષણ ધર્મની કથા તે ધર્મકથા - આખ્યાનકો કહેલા છે. તેમાં દશ વર્ગો છે. વર્ષ એટલે સમૂહ. તેથી અર્વાધિકારના સમૂહરૂ૫ અધ્યયનો જ દશ વરૂપ વા. તેમાં જ્ઞાતમાં પહેલા જે દશ અધ્યયનો છે તે જ્ઞાત જ કહેવાય છે. તેમાં આગાયાદિનો સંભવ નથી. બાકીના નવ ‘જ્ઞાત'માં પ્રત્યેકમાં ૫૪૦-૫૪o આગાયિકા છે. તેમાં પણ એક એક આખ્યાયિકામાં ૫oo-૫oo ઉપાખ્યાયિકા છે. તેમાં પણ એકએક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ પ્રમાણે બઘાં મળીને કેટલા થાય? ૧૨૧ કરોડ, ૫૦ લાખ, આ પ્રમાણે નવ અધ્યયન સંબંધી વિસ્તાર કહ્યા પછી. અધિકૃત સૂગનો વિસ્તાર જાણવો. તે આ - ધર્મકથાના દશ વર્ગ છે. તેમાં એક એક ધર્મકથામાં પo૦-૫oo આગાયિકા છે. પ્રત્યેક આખ્યાયિકામાં પo૦-૫oo ઉપાખ્યાયિકા છે, પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫on આખ્યાયિકોપાખ્યાયિકા છે. આ બધાંને એકઠા કરતા શું થાય ? ૧૨૫ કરોડ થાય. અહીં જે કારણ માટે સમલક્ષણવાળા છે, તે કારણ માટે નવ જ્ઞાતાના સંબંધવાળી એકસો સાડા એકવીશ કરોડ આખ્યાયિકાદિ કહી છે, તે મોટી રાશિમાંથી બાદ કરવી. તે બાદ કરતાં સાડા ત્રણ કરોડ કથાનકો જ થાય છે, તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે - કહેલા પ્રકાર વડે પુત્રાવો - ગુણાકાર, બાદબાકી કરતા આખ્યાયિકાઓ એટલે કે કથાનકો સાડા ત્રણ કરોડની સંખ્યામાં થાય છે. આ પ્રમાણે ભગવંત મહાવીરે કહ્યું છે. તથા આ અંગમાં સંગાતા હજાર પદો છે. એટલે કે ૫,૩૬,000 કુલ પદો છે. અથવા સૂબાલાપકના કુલ પદોથી સંખ્યાતા હજાર જ પદો છે, એમ સર્વત્ર જાણવું. • સત્ર-૨૨૩ - તે “ઉવાસમદસા” કેવી છે? ઉપાસકદશામાં ઉપાસકોના નગરો, ઉંધાનો, ચૈત્ય, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમોસરણો, ધમચિાર્ય, ધર્મકથા, આલૌકિકપરલૌકિક ઋહિદ્ધવિશેષ... ઉપાસકોના શીલવંત, વિરમણ, ગુણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ સર્વેના અંગીકાર, કૃતનું ગ્રહણ, તોપધાન, પ્રતિમા, ઉપસર્ગ, સંખના, ભકતપત્યાખ્યાન, પાટોપ ગમન, દેવલોકગમન, સુકુલમાં ઉત્પત્તિ, ફરી બોધિલાભ, અંતક્રિયા કહી છે. ઉપાસકદશામાં ઉપાસકોની ઋદ્ધિ વિશેષ, પદાવિસ્તૃત ધમશ્રવણ, બોધિલાભ, અભિગમ, સમ્યકત્વશુદ્ધતા, સ્થિરત, મૂલગુણ-ઉત્તર્ગુણના અતિચાર, સ્થિતિવિશેષ, બહુ વિશેષ પ્રતિમા, અભિગ્રહ ગ્રહણ, તેનું પાલન, ઉપસર્ગો સહેવા, નિરપસર્ગ, વિચિત્ર તપ, શીલવંત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, છેલ્લી મારમાંતિક સંખનાના સેવન વડે આત્માને યથાપકારે

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120