Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 92
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૨ ૧૬૯ તેથી જ સિદ્ધાલયના માર્ગથી ભ્રષ્ટ થયેલ. (૪) તુચ્છ વિષય સુખમાં આશાવશ દોષથી મૂર્છિત હોય. (૫) ચાસ્ત્રિ, જ્ઞાન, દર્શનની વિરાધના કરનાર, વિવિધ પ્રકારે સાધુ ગુણો નિસાર અને શૂન્ય હોય, [આવા સાધુઓને] સંસારમાં અપાર દુઃખવાળા દુર્ગતિના ભવોની વિવિધ પરંપરાના વિસ્તારો કહેવાય છે. પરિષહ, કષાયરૂપી સૈન્યને જિતનાર, ધૃતિના સ્વામી, સંયમમાં નિશ્ચે ઉત્સાહવાળા, આરાધિત જ્ઞાન-દર્શન-રાત્રિ યોગ અને નિઃશલ્ય શુદ્ધ સિદ્ધાલય માભિમુખ - અનુપમ દેવભવનવિમાન સુખો ભોગવીને, દીર્ધકાળ તે દિવ્ય, મહાહ ભોગો ભોગવી, ત્યાંથી કાળક્રમે વી, જે રીતે ફરી સિદ્ધિમાર્ગને પામીને અંતક્રિયા થાય તે કહે છે. તથા સંયમથી ચલિતને દેવ, મનુષ્ય સંબંધી ધૈર્યકિરણ કારણ ટાંતો કે જે બોધ, અનુશાસન કરનાર, ગુણ-દોષ દેખાડનારા કહે છે. ટાંતો અને પ્રત્યયોવાળા વચનો સાંભળીને લૌકિક મુનિઓ જે રીતે જરા-મરણ નાશક જિનશાસનમાં સ્થિર થાય, તે કહે છે. સંયમને આરાધીને દેવલોક જઈને, ત્યાંથી પાછા આવીને જે રીતે શાશ્વત, શિવ, સર્વ દુઃખ-મોક્ષ કહેવાય છે. આ અને આવા બીજા અર્થે વિસ્તારથી કહ્યા. નાયાધમ્મકહામાં પતિ વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો યાવત્ સંખ્યાતી સંગ્રહણી છે. તે અંગ-અર્થથી છટ્ટુ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો, ૧૯ અધ્યયનો છે, તે સંક્ષેપથી બે પ્રકારે છે. તે આ - ચરિત અને કલ્પિત. તેમાં ધર્મકથાના દશ વર્ગો છે. એક એક ધર્મકથામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકાઓ છે. એક એક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકા છે. એ રીતે કુલ ૩ કરોડ આખ્યાયિકાઓ છે એમ મેં કહ્યું છે. તેમાં ૨-ઉદ્દેશનકાળ, ર-સમુદ્દેશનકાળ છે. સંખ્યાતા હજાર કુલપદો છે, સંખ્યાતા અક્ષરો છે યાવત્ ચરણકરણ પ્રરૂપણા કહી છે. તે આ નાાધકહા છે. • વિવેચન-૨૨૨ : હવે તે જ્ઞાતાધર્મ કથા કઈ છે ? જ્ઞાત એટલે ઉદાહરણ, તે જેમાં મુખ્ય છે તેવી ધર્મકથા તે જ્ઞાતાધર્મકથા - ૪ - અથવા પહેલો શ્રુતસ્કંધ જ્ઞાત નામે હોવાથી જ્ઞાત અને બીજો શ્રુતસ્કંધ ધર્મકથા હોવાથી ધર્મકથા, પછી જ્ઞાતા અને ધર્મકથાથી જ્ઞાતાધર્મકથા થયું. તેમાં પ્રથમ વ્યુત્પત્તિના અર્થને સૂત્રકાર દેખાડતા કહે છે – જ્ઞાતાના એટલે ઉદાહરણરૂપ કરેલા મેઘકુમારાદિના નગરાદિ કહેવાય છે. તેમાં નગરાદિ બાવીશ પદો સુગમ છે. વિશેષ એ - ઘન - પત્ર, પુષ્પ, ફળ, છાયાવાળા વૃક્ષો વડે શોભિત એવું વન કે જેમાં વિવિધ વેશધારક અને મોટા માનવાળા ઘણાં લોકો ભોજનાર્થે આવે છે. ચૈત્ય - વ્યંતરાયન, વનવત્તુ - અનેક જાતિના ઉત્તમ વૃક્ષો વડે શોભિત વન કહેવાય છે. યાવત્ શબ્દથી બીજા પાંચ પદો જાણવા. તેના સૂત્રનો અવયવ આ પ્રમાણે છે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ - તેમાં જ્ઞાતાધર્મ કથામાં - x - પ્રવ્રુજિત થયેલા, ક્યાં ? - વિનય કરનારા, જિનેશ્વર સંબંધી અને બીજાના શાસનોની અપેક્ષાએ પ્રધાન પ્રવચનમાં. પાઠાંતરથી સાધુઓનો વિનયકર્તા શ્રેષ્ઠ જિનશાસનમાં એમ જાણવું. સંયમપ્રતિજ્ઞ એટલે સંયમનો જે સ્વીકાર તે દુઃખે કરીને પામી શકાય તેવો હોવાથી, કાયર મનુષ્યોને ક્ષોભક હોવાથી, ગંભીત્વથી, પાતાળરૂપ, તેમાં જેમની ધૃતિ, મતિ, વ્યવસાય અતિ દુર્બલ છે એવા. પાઠાંતરથી સંયમની પ્રતિજ્ઞાના પાલનમાં જે ધૃતિ, મતિ, વ્યવસાય - તેમાં દુર્બળ એવા. તેમાં ધૃતિ - ચિત્ત સ્વાસ્થ્ય, મતિ - બુદ્ધિ, વ્યવસાય - અનુષ્ઠાન ઉત્સાહ. [આવા દીક્ષિતો.] – તથા – ૧૭૦ તપને વિશે નિયમ-અવશ્ય કરવાપણું તે તપોનિયમ એટલે નિયંત્રિત તપ, તપઉપધાન એટલે અનિયંત્રિત તપ એ જ શ્રુતોપચાર, તપનિયમ અને તપ ઉપધાનરૂપી રણ - કાયર જનોને ક્ષોભ પમાડનાર સંગ્રામ, શ્રમનું કારણ હોવાથી દુર્ધર એવો ભાર - દુઃખે વહી શકાય તેવો લોહાર્દિ ભાર. તેના વડે ભગ્ન, પરાંખ થયેલા. નિ:સન્ન - અત્યંત અશક્ત તે જ નિઃસહક. નિસૃષ્ટ એટલે ભગ્ન અંગવાળા જે છે તે - “તપોનિયમ તપ ઉપધાન રણ દુર્ધર ભર ભગ્નક નિઃસહક નિસૃષ્ટાઃ' પાઠાંતરથી નિ:સા નિવિણ - અત્યંત અશક્ત થઈ બેસી રહેલા, - ૪ - ૪ - [આવા દીક્ષિતો ઘોર પરીષહો વડે પરાજિત અને અસદ - અસમર્થ એવા થઈ પરીષહો વડે જ વશ કરવાને આરંભેલા અને મોક્ષમાર્ગમાં જતાં રૂંધેલા તે “ઘોર પરીષહ પરાજિતાસહ પ્રારબ્ધરુદ્ધા'' છે. એ જ કારણ માટે જે જ્ઞાનાદિ સિદ્ધાલય માર્ગથી નિર્ગત એટલે પતિત થયેલા તે અને તે ઉપર કહેલા મળીને “ઘોર પરીષહ પરાજિતા સહ પ્રારબ્ધરુદ્ધ સિદ્ધાલય-માર્ગનિર્ગતાનાં” એવું થયું. પાઠાંતરથી ઘોરપરીષહ પરાજિતોને તથા એકી સાથે વિશિષ્ટ ગુણશ્રેણિ ઉપર ચડતા પરીષહો વડે અત્યંત રુંધાતા, સિદ્ધાલયના માર્ગથી પતિત થયેલા તે [એવા દીક્ષિતો] સ્વરૂપથી જ તુચ્છ વિષયસુખોમાં મનોરથોના પરતંત્રતારૂપ નિર્ગુણપણાએ જેઓ મૂર્છિત થયેલા છે તે “વિષયસુખતુચ્છાશાવશદોષમૂર્છિત'' છે. પાઠાંતરથી કોઈપણ અવસ્થામાં વિષયસુખને વિશે જે મહેચ્છા અને બીજી કોઈ અવસ્થામાં જે તુચ્છ આશા, તે બેના પાતંત્ર્ય દોષ વડે જેઓ મૂર્છિત થયા હોય તે [આવા દીક્ષિતો.] જેઓએ ચારિત્ર, જ્ઞાન, દર્શનની વિરાધના કરી હોય તેઓ, તથા મૂલગુણઉત્તરગુણરૂપ વિવિધ પ્રકારના સાધુગુણોમાં સારરહિત પલાલ જેવા તુચ્છ ધાન્ય જેવા, તથા તે જ સાધુગણથી શૂન્ય એટલે સર્વથા રહિત હોય તે. - X - “વિરાધિત ચારિત્રજ્ઞાનદર્શન-સતિગુણ વિવિધ પ્રકાર નિઃસાર શૂન્યકાનાં' એવું થાય. [આવા સાધુઓ] સંસારમાં અનંત કલેશવાળા જે નારક, તિર્યંચ, કુમનુષ્ય, કુદેવરૂપ કુગતિમાં થતાં ભવના ગ્રહણો, તેમના જે વિવિધ પ્રકારની પરંપરાના વિસ્તારો તે “સંસારાપાર દુઃખ દુર્ગતિ-ભવવિવિધ પરંપરાપ્રપંચા'' કહી. તે આ અંગમાં કહેવાય છે - ૪ - ધીર, મહાસત્વી. કેવા ? જેઓએ પરીષહ અને કષાયરૂપી સૈન્યને જીત્યું હોય

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120